________________
મનોરદા વિખર
હવે ભાઈ શ્રી પ્રીતમભાઈ તથા કુસુમબહેન આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે છે તેમને આલેચના તથા પચ્ચખાણ વિધિ કરાવવામાં આવે છે.
પ્રીતમભાઈનુ` ભાષણ : હું આપની સમક્ષ એ શબ્દ એટલુ છુ. મારા જીવનના પલ્ટા થયા હાય તે પૂ. મા. પ્ર. વિદુષી શારઢાબાઈ મહાસતીજીના પ્રતાપ છે, મેં તેમના વાલકેશ્વરના ચાર મહિનાના વ્યાખ્યાન સાંભળ્યા તેના પ્રતાપે આજે મારુ આખું જીવન બદલાઈ ગયુ છે. મારા ઘેરથી સ્વામીનારાયણ ધમ વાળા છે. પણ પૂ. મહાસતીજીની જાદુભરી, આત્માને જગાડતી જોરદાર વાણીએ ઘરના બધા માણુસાના જીવનપલ્ટે કરાવ્યેા છે. પૂ. મહાસતીજીના હું જેટલેા આભાર માનુ તેટલેા આછે છે. પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકે વાંચીને મારા જેવા ઘણાં જીવા ધર્મ પામ્યા છે. હું આજે હુ અનુભવું છું. પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તક આ વર્ષ ઘાટકેાપર શ્રી સંઘ દશ હજાર પ્રત બહાર પાડે છે. ખરેખર આથી ઘણાં જીવા ધમ પામશે. વાલકેશ્વરમાં દાનવીર મણીભાઈ શામજી વીરાણીની સહાયથી શારદા સાગરની સાત હજાર પ્રત બહાર પડી છતાં આજે મળતી નથી. ધન્ય છે ઘાટકાપર સંઘની ભાવનાને કે તેઓ દશ હજાર પુસ્તકા બહાર પાડવાના છે. મે. આપના સમય લીધા તે બદલ ક્ષમા માંગુ છું.
激
વ્યાખ્યાન ન. ૯૮
આસા વદ ૧૩ ને બુધવાર
તા. ૨૦-૧૦-૭૬
આત્મા ચેતન છે ને કર્મો જડ છે. એ જડ હોવા છતાં ચેતન એવા આત્માને હેરાન કેમ કરે છે ? તેનું એક જ કારણ છે કે આત્મા માહુને વશ થઈ નેકના સામ્રાજ્ય નીચે દબાઈ ગયેા છે. તેથી તેને પોતાની શક્તિના ખ્યાલ આવતા નથી. આ કર્મો દ્રવ્ય કર્મો છે. એ દ્રવ્ય કમ ની જડ જો કોઈ હોય તેા ભાવ કમ છે. ભાવ કમ એટલે રાગ અને દ્વેષ. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં ભગવંતે કહ્યું છે કે “રોય ઢોસો વિ યમ્મીય ” રાગ અને દ્વેષ એ અને કર્મનાં બીજ છે. નાનકડા ખીજમાંથી માટું વૃક્ષ થાય છે ને ? એટલે જ્યાં સુધી રાગ અને દ્વેષ રૂપી ભાવક નાબૂદ નહિ થાય ત્યાં સુધી દ્રવ્યકમ આત્માને કનડગત કરવાના છે. માટે જો સાચું સુખ મેળવવુ હોય તેા એવી લગની લગાડા કે મારા પુરાણા કર્મોને જલ્દી ખપાવું ને નવા કમ ન બંધાય તે માટે સતત ઉપયેગ રાખુ.. સુખ તેા દરેકને જોઈ એ છે પણ કેમ ખાંધતી વખતે જીવ ખ્યાલ નથી રાખતા કે હું કે ખાંધું છું તે મારે એકલાને ભાગવવા પડશે. કર્મના ઉદય થશે ત્યારે કાઈ ભાગીદારી કરાવવાનું નથી,