________________
(૦૧
શારદા ખરે કર્મને કાયદો અટલ છે. અત્યાર સુધી બન્યું નથી કે કર્મ ભોગવવામાં કઈ એ ભાગીદારી કરી હોય ને બનશે પણ નહિ. કર્મ તે જે કરે છે તેને ભેગવવા પડે છે.
શુભાશુભ કર્મ અનુસાર જીવને શુભાશુભ ગતિ મળે છે. નરકમાં જાય ત્યારે તેને કેવી સજા ભોગવવી પડે છે ! પરમાધામીઓ તાડન, માડન, છેદન-ભેદન કરે છે. ભડભડતી અગ્નિમાં નાંખે છે. તે સમયે નારકે કે કરૂણ કલ્પાંત કરે છે. તે સમયે કેઈ તેને દુઃખમાં ભાગ પડાવવા તે નહિ પણ દુઃખમાં દિલાસો દેવા પણ કેઈ જતું નથી. નરકનાં દુઃખો પ્રત્યક્ષ દેખાતાં નથી પણ તિર્યંચને તે પ્રત્યક્ષ દેખો છે ને ? બિચારા તિર્યંચને પરાધીનપણે કેટલી ભૂખ-તરસ વેઠવી પડે છે. કેટલે બે ઉપાડ પડે છે. ક્યારેક કસાઈના હાથે કપાવું પડે છે. આવા દારૂણ
ખે તિર્યંચ ગતિમાં ભોગવવા પડે છે. કદાચ તમે કહો કે દેવલોકમાં સુખ છે પણ એ સુખ ભૌતિક છે આત્માનું સુખ નથી. મનુષ્યમાં પણ કેઈને ધનનું, કેઈને સંતાનનું દુઃખ છે. કેઈનું શરીર સારું નથી. કેઈ સંપૂર્ણ સુખી નથી. પૂર્ણ સુખ સિધ્ધ ભગવંતને છે. ત્યાં દુઃખને અંશ પણ નથી. અને તે સુખ આવ્યા પછી કદી જવાનું નથી તેવું એકાંત અને શાશ્વત સુખ તેમને છે. આવા શાશ્વત સુખને જીવ કેમ પામી શક્તા નથી? તેનું એક જ કારણ છે રાગ અને દ્વેષ કરીને જીવ વિવિધ પ્રકારનાં કર્મો બાંધે છે. પણ વિચાર કરે. સુખ અને દુઃખ શું છે? જીવને પદાર્થ મેળવવાની ઝંખના જાગે એટલે દુઃખને પ્રારંભ થશે. કારણ કે જ્યાં ઈચ્છા છે ત્યાં દુઃખ છે. જેની ઈચ્છા દૂર થઈ તે સુખી છે. અનાદિ કાળથી જીવ ઉધમ કરતો આવ્યો છે. કેઈ પણ જીવ ઉદ્યમ વિનાને નથી. પણ તેની રૂચી ભિન્ન ભિન્ન હોય છે પણ સરવાળે મત એક હોય છે. જેમ ચેપડામાં ખાતાં ઘણું હોય છે પણ તેને સરવાળે એક હોય છે. તેમ જગતમાં છ જુદા જુદા પ્રકારની રૂચીવાળા હોય છે. છતાં દરેકની ઝંખના એક હોય છે. તે ઝંખના કંઈ? તમે સમજી ગયાં ને? સુખની. દુઃખ કેમ જાય ને સુખ કેમ મળે એ દરેકની આકાંક્ષા હોય છે. અને એ સુખ માટે પુરૂષાર્થ કરે છે. છતાં સુખ મળતું નથી ને દુઃખ ટળતું નથી. હવે તમને સમજાય છે કે સાચું સુખ આત્માના ઘરમાં છે.
એક વખત એક શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યો કે હે ગુરૂદેવ ! આ જગતમાં ઘણાં મનુષ્ય શાસ્ત્રનું વાંચન કરે છે. શ્રવણ ને મનન કરે છે. ત૫ જપ વિગેરે ક્રિયાઓ કરે છે છતાં તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેમ નથી થતી? ત્યારે ગુરૂએ કહ્યું શિષ્ય ! સમડી આકાશમાં ઘણે ઉંચે સુધી ઉડે છે પણ તેની દૃષ્ટિ તે આ પૃથ્વી ઉપર ક્યાં માંસને લેચે પડે છે તે તરફ હોય છે. એ ગમે તેટલી ઉંચે જવા છતાં માંસના લોચાને શેધતી હોય છે. તેમ માનવ ગમે તેટલાં શાસ્ત્રોનું શ્રવણ, મનન,