________________
૮૮૭
સારા શિખર મલ્લીકુમારીનાં રૂપગુણની પ્રશંસા સાંભળી અને તેમને તેના પ્રત્યે અનુરાગ ઉત્પન થશે. અને તે છ એ રાજાઓએ મલીકુમારીની માંગણી કરવા માટે પિતાપિતાનાં દૂતને રવાના કર્યા. મલ્લીકુમારી એક છે ને તેને માટે છ છ રાજાઓનાં કહેણુ છે. છે એ દિશામાંથી છ રાજાના દૂત મિથિલા નગરીમાં પહોંચશે ને શું બનશે તેના ભાવ અવસરે, | ચરિત્ર: રૂક્ષમણીએ બાલમુનિને પ્રશ્ન કર્યા કે તમારા માતા-પિતા અને ગુરૂ કાણ છે. આપે આટલી નાની ઉંમરમાં દીક્ષા શા માટે લીધી? ત્યારે મુનિએ ચતુરાઈથી કહ્યું–હે શ્રાવિકા ! તું જૈન ધર્મમાં પ્રવીણ છે. તારે આ બધી વાત શા માટે કરવી જોઈએ? એ બધી સંસારિક વાત કહેવાય. જે તારે મને પૂછવું હોય તે જ્ઞાન-ધ્યાનની વાત પૂછી શકે છે. સાધુના આચાર વિચારના વિષયમાં પૂછવું હોય તે પૂછી શકે છે. છતાં જે તારે જાણવું હોય તે સાંભળ.
આ પૃથ્વી ઉપર મારો જન્મ થયો છે. પૃથ્વીપતિ મારા પિતા છે કે પૃથ્વી મારી માતા છે. અને મને તે બાલપણથી સહજ ભાવે સંસાર અસાર લાગતું હતું. દીક્ષા લેવા માટે ગુરૂની ખૂબ જ કરી પણ મને મારા યોગ્ય ગુરૂ ન મળ્યા. એટલે મેં તે સ્વયં દીક્ષા લીધી છે. તેથી મારા કઈ ગુરૂ નથી. હું જ મારે ગુરૂ છું. (હસાહસ) ને બીજા અરિહંત ભગવંત મારા ગુરૂ છે. હું સ્વયં પ્રતિબંધ પામેલે છું. એટલે મેં અરિહંતપ્રભુની સાક્ષીએ દીક્ષા લીધી છે. હું ઘણે દૂર દૂરથી અનેક ગામ નગરોમાં અનેક ભવ્ય અને પ્રતિબંધ પમાડતે પમાડતે આ દ્વારિકા નગરીમાં આવ્યો છું. સેળ સોળ વર્ષને ઉપવાસી છું. ઉગ્ર તપશ્ચર્યાનું પારણું કરવા માટે તારે ઘેર આવ્યો છું. ત્યારે રૂક્ષમણી કહે છે મહારાજ! ભગવાનનાં વચન છે કે આ કાળમાં એક વર્ષથી અધિક કઈ તપશ્ચર્યા કરી શકતું નથી. અને આપ કહે છે કે મારે સોળ સોળ વર્ષની તપશ્ચર્યા છે તે હું કેવી રીતે માનું? ત્યારે મુનિએ કહીં.
આજ તલક ઉપવાસ કીયા હૈ માતા સ્થાન હરામ,
બાતે સે નહી બડી હેય તું દેને કા કર કામ છે હે શ્રાવિકા રૂકમણી! તું મારી વાત સાચી નથી માનતી પણ જે મેં જન્મ ધરીને માતાનું દૂધ પીધું હોય કે આ દ્વારિકા નગરીનું પાણી પીધું હોય તે તું કહે તેના સોગન ખાઉં. પણ તું તે વાતમાં જ શૂરી છે. તને એમ નથી થતું કે મુનિને જલ્દી વહોરાવું! ભાગ્ય વિના ભાગ્યશાળી ડું બનાય છે! ભાગ્યમાં હોય તે લાભ લઈ શકાય ને? તે સોળ વર્ષને ઉપવાસી છું. પણ જેના પેટમાં જેટલા કૂદતા હોય તેને શું ખબર પડે? (હસાહસ) આ બાળમુનિ આવા આવા શબ્દો કહે છે પણ રૂકમણીને તેના ઉપર સહેજ પણ અભાવ થતું નથી. મુનિને જોઈને