________________
૮૯
શારદા શિખર રહ્યા હતાં. શ્રોતાજને સાંભળવામાં તરબોળ હર્તા. તે સમયે વ્યાસજીએ તેમનાં
ગબળથી રાજમહેલમાં આગને દેખાવ કર્યો. ચારે તરફ હાહાકાર મચી ગયે. લોકો બૂમો પાડવા લાગ્યા. આ સાંભળીને શ્રોતાજનોનાં મન ચંચળ બની ગયા. સૌ વિચાર કરવા લાગ્યા કે ઘણી મોટી આગ રાજમહેલમાં લાગી છે. હમણાં આખી નગરીમાં ફેલાઈ જશે. આ વિચાર આવતાં શ્રોતાજને ઉઠીને ઘર તરત રવાના થઈ ગયા. વ્યાસજીના શિષ્ય પણ વિચાર કરવા લાગ્યાં કે આપણી ઝોળી, કમંડળ, દંડ ને બે કપડાં બધું બળી જશે તે શું કરીશું ? એમ વિચાર કરી ઉભા થયાં ને પિતાના કમંડળ, ઝોળી ને દંડ બધે સામાન પોતાની પાસે લઈને બેસી ગયા.
બધાં ઉઠયા. પણ જનક રાજા તે આગ લાગતાં પહેલાં જેવા શાંતિથી બેઠાં હતાં તેમ બેસી રહ્યા. તેમના મુખ ઉપર ગભરાટનું નામ નિશાન ન હતું. આવા પ્રસન ચિત્તે બેઠેલાં જનક રાજાને વ્યાસજીએ કહ્યું- હે મહારાજા ! સૌથી પહેલાં તમારા મહેલમાં આગ લાગી છે છતાં તમે શાંતિથી કેમ બેઠાં છે ? જરા તપાસ તે કરે. ત્યારે જનકરાજાએ કહ્યું ગુરૂદેવ ! હું તે મારા મહેલમાં આનંદથી બેઠે છું. મારું જે છે તે બધું મારી પાસે છે. મારુ કંઈ બળતું નથી. મિથિલા નગરી કે મહેલ મારા નથી. પછી મારે શી ચિંતા જનક રાજાની વાત સાંભળીને વ્યાસજીના શિષ્ય એકબીજાના મોઢા સામું જોવા લાગ્યા. પણ તેમની ગૂઢ વાત સમજી શક્યાં નહિ. ત્યારે વ્યાસજીએ કહ્યું કે મારા શિષ્યો ! સાંભળે. જનક રાજાના મહેલમાં આગ લાગી છતાં તેમના મનમાં કે ચિત્તમાં વ્યગ્રતા કે ચંચળતા આવી નથી. એ તે શાંત ચિત્ત આત્મિક આનંદમાં મગ્ન રહ્યા રાજમહેલ બળવા છતાં, ને તમે સાધુ હોવા છતાં તમારા કમંડળ, દંડ ને ઝોળી લેવા ઉઠીને દેડિયા. તમે સમજી લે કે જનક રાજા આટલે સંપત્તિવાન, સત્તાધીશ અને મહાન સુખમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહે છે. હવે તમને સમજાયું ! સાચો ત્યાગ તેને છે. . હવે કુંભક રાજાની આજ્ઞા થઈ કે ચતુરંગીણી સેના તૈયાર કરે. એટલે તરત સેનાપતિએ સિન્ય સજજ કરીને રાજાને સમાચાર આપ્યા કે આપની આજ્ઞા પ્રમાણે સૈન્ય તૈયાર છે. ચતુરંગીણી સેના તૈયાર થઈ ગયા બાદ કુંભક રાજાએ સન્માન કર્યું. ત્યાર પછી અરુ, શસ્ત્ર, કવચ, બખ્તર વિગેરે યુદ્ધના સાધને શરીર ઉપર ધારણ કરીને સજજ બન્યા અને મુખ્ય હાથી ઉપર બેઠા. રાજાને હાથી ઉપર બેઠેલા જોઈને છત્રધારીઓએ તેમના માથે કેરંટ પુષ્પની માળાથી શેભતું છત્ર ધર્યું. ચામર ઢાળનારાએ ચામર ઢળવા લાગ્યા. આ રીતે મેટા હાથી, ઘોડા, રથ વિગેરે તેમજ ચતુરંગીણી સેના સાથે લઈને યુદ્ધ માટે પૂરી તૈયારી સાથે મિથિલા નગરીની વચ્ચેનાં રાજમાર્ગે થઈને નગરીની બહાર નીકળ્યા, અને વિદેહ જનપદની વચ્ચે