________________
૮૯
શારદા ઉપર સંસાર ૩ પૂરું ખં, ત વ દુનિત જ સારા સંસારનું મૂળ કર્મ છે ને કર્મનું મૂળ કષાયે છે. અને કર્મોના કારણે જીવ દુઃખ ભોગવે છે. અશુભ ઉદય હોય ત્યારે જીવને શાંતિ નથી મળતી.
એક કરોડપતિ શેઠ હતા. પણ એમના એવા કર્મને ઉદય હતો કે તેમના ઘરમાં શાંતિ ન હતી. શેઠની માતા અને પત્ની બંનેને મેળ ન હતું. વાતે વાતે સાસુ-વહુ ઝઘડી પડે. શેઠ દુકાનેથી થાક્યા-પાક્યા ઘેર જમવા આવે ત્યાં સાસુ-વહુને, રેડિયે શરૂ થઈ જાય. શેઠ ધર્મને પામેલાં હતાં તેથી ખૂબ શાંતિ રાખતા. બંનેને, સમજાવે પણ પાપને ઉદય તેથી સમજે નહિ. છેવટમાં શેઠની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પણ બિચારા કરે શું? ન તે પત્નીને કહી શકે કે ન તે. માતાને કહી શકે.
એક વખત શેઠ બંનેને સમજાવીને ફરવા લઈ જાય છે. બાગ, બજાર બધું. બતાવતાં છેવટે સુતારકામ ચાલે છે ત્યાં લઈ જાય છે. ત્યાં બે સુતાર લાકડું વેરે છે. શેઠાણીએ કેઈ દિવસ લાકડાં વહેરતાં જોયાં ન હતાં. તેથી પૂછયું કે આ સામાસામી શું કરે છે? ત્યારે શેઠે કહ્યું કે તમે સાસુ અને વહુ જેમ કરે છે તેમ આ કેકરે છે. સુતાર લાકડા વહેરે છે ને તમે ઝઘડા કરી મને કષાય રૂપી કરવત વડે, વહેરી રહ્યાં છે. તેનું પરિણામ એ આવશે કે હું વહેલે લાકડા ભેગો થઈ જઈશ. (હસાહસ) શેઠના શબ્દ સાંભળીને શેઠની માતા અને પત્ની બંનેની આંખ ખુલી ગઈ. તેમને ભાન થયું કે કષાય કેટલી ભયંકર છે ! પાયા ક્ષિત્તિ પુનામા ક્રોધાદિ કષાય જન્મમરણ રૂપ વૃક્ષનાં મૂળને સિંચન કરનાર છે. એટલે જન્મ-મરણનાં મૂળને મજબૂત કરે છે. સાસુ અને વહુને ભાન થતાં ક્રોધ ન કર તેવી પ્રતિજ્ઞા લીધી. ઘરમાંથી કલેશ જતાં શેઠનું ઘર સ્વર્ગ જેવું બની ગયું. માટે સમજીને બને તેટલે કષાયોને ત્યાગ કરે.
મલ્લીમારીના પિતા કુંભક રાજાને છે તેની વાત સાંભળી ખૂબ ક્રોધ આવ્યો. કપાળે ત્રણ લીટીઓ ચઢી ગઈ. ક્રોધાવેશમાં આવી ભ્રકુટી ચઢાવીને કહ્યું કે
હે મારી પુત્રીને કેઈને નથી આપવામાં : ર તેમ જ મર્દ સુરજ मल्ली विदेह रायवर कन्न, तिक? ते छप्पिदूते असक्कोरियं असमाणिय अवदारेणं foછુમાતા હે દૂતો! મારી પુત્રી વિદેહરાજવર કન્યા મલ્લીકુમારી તમારા રાજાઓને આપીશ નહિ. આ પ્રમાણે કહીને કુંભક રાજાએ દૂતને કેઈ પણ રીતે સત્કાર કર્યો નહિ કે તેમનું સન્માન કર્યું નહિ. પણ ઉટે તેમના ઉપર ક્રોધ કરીને પિતાના મહેલનાં પાછલા દરવાજેથી બહાર કાઢી મૂકયા.
કુંભક રાજાએ તે ઉપર ગુસ્સો કર્યો ને અપમાન કરીને કાઢી મૂક્યા તેથી તેમને