________________
૮૭૬
શારદા શિખર બંધુઓ! ઈર્ષાળુ માણસે પિતાને સારી બનાવી બીજાને ખરાબ કરવા માટે શું શું નથી કરતા? સત્યભામાએ બ્રાહ્મણના વચન ઉપર વિશ્વાસ કરીને માથું મુંડાવી નાંખ્યું. મોઢે કાળો રંગ લગાડે. ફાટલા તૂટેલા કપડાં પહેરી દીધાં. એનું આ કર્તવ્ય જેઈને દાસીઓ અને બીજી યાદવ સ્ત્રીઓ કહે છે મહારાણી સાહેબ! તમે તે કેવા રૂપાળાં હતાં ને આ શું કર્યું? ખૂણે ખાંચે દાસીઓ સત્યભામાની મશ્કરી કરવા લાગ્યા. પણ એને તે બ્રાહ્મણ ઉપર શ્રદ્ધા છે. વીરા ! મને જલદી રૂપાળી બનાવજે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આટલા જાપ તું એક ચિતે કરીશ તે તારું અનુપમ રૂપ તરત ખીલી ઉઠશે. પણ જે તારું ચિત્ત બીજે કયાંય જશે તે મારી જવાબદારી નહિ. (હસાહસ) અરે વીરા ! આ તું શું બોલ્યો ! તારા ભરોસે મેં તે દરિયામાં નાવ ઝુકાવ્યું છે ત્યારે કહે છે નાના તું ચિંતા નહિ કર. એ તે હું બધું સંભાળી લઈશ. પણ હવે તુ આટલા બધાં જાપ કરે ત્યાં સુધી હું અહીં બેસીને શું કરું? મને તે તારા મહેલમાં કંટાળો આવે છે. મને ઘડી પણ નવરા બેસી રહેવું ન ગમે.
માટે તું મને એક પાણીદાર ઘેડો આપ. તે હું જંગલમાં જાઉં મારે એક સાધના સાધવાની અધૂરી રહી ગઈ છે. તે હું તેને પૂરી કરીને તારા જાપ પૂરા થશે ત્યાં આવી જઈશ. ભામાં કહે છે ના-હું તને નહિ જવા દઉં. પછી તું ન આવે તે મારે કયાં ગત ? અને મારે તે ભાનુકુમારના લગ્ન કરવા છે, વળી કૃષ્ણજી મારા મહેલે આવી ચઢે ને મને આવી મસ્તક મંડાયેલી જોઈ જાય તે મારે શું કરવું ? અરે માતા ! કંઈ નહિ થાય. તને મારા વચન ઉપર શ્રધ્ધા નથી. હું તે સત્યવાદી બ્રાહ્મણ છું. મારું વચન એટલે વચન. ગમે તેમ કરીને પણ હું મારું વચન પાળીશ. પણ હમણું મને જવા દે. આમ કહીને એક સુંદર ઘેડો લઈને પ્રદ્યુમ્નકુમાર તે રવાના થઈ ગયા. હવે આ બિચારી સત્યભામા જાપ જપવા લાગી. જે માણસ બીજાનું ખરાબ કરવા ઈચ્છે છે તેનું પહેલાં ખરાબ થાય છે. ખાડે ખેદીને બીજાને પાડવા જતાં પહેલાં પિતે પડે છે. તે રીતે અભિમાની સત્યભામા પવિત્ર રૂકમણીને હલકી પાડવા માટે આ બધા પ્રયત્ન કરી રહી છે. રૂક્ષમણું તે હલકી પડતાં પડશે એનું માથું મુંડાતા મુંડાશે પણ પહેલાં પિતાનું માથું મુંડાવી નાંખ્યું. મેઢે મેશ લગાડી ફાટયા તૂટયા ભિખારી જેવાં કપડાં પહેરી છે હીં ફંડ મુંડ સ્વાહા” એમ જાપ જપે છે. એના મહેલમાં દાસ દાસીએ બધા ખૂણે ખૂણે તેની મજાક ઉડાવે છે, ને પ્રધુમ્નકુમાર તે ઘેડા ઉપર બેસીને રવાના થઈ ગયા. હવે બિચારી સત્યભામાનું શું થશે તેના ભાવ અવસરે કહેવાશે.