________________
શારદા શિખર કે શબ્દ એ આકાશને ગુણ છે. જે માણસ બોલી ચાલી શકે છે તેની કિંમત છે. એટલે આકાશ કહે છે મારા વિના મનુષ્યનું કામ ચાલતું નથી. અત્યાર સુધી પૃથવી શાંત થઈને બેઠી હતી. તે પણ હવે બેલી ઉઠી કે અરે, તમે બધાં આટલે બધા અભિમાન શા માટે કરે છે ? આ શરીર તે મારાથી બન્યું છે. જે આ શરીર ન હોત તે તમે બધા શું કરવાના હતા ? આ રીતે પાંચે તો પોતપોતાની મહાનતા બતાવવા લાગ્યા.
બંધુઓ! હું તમને પૂછું છું કે આ પાંચ ભૂતેએ પોતપોતાની મહાનતા બતાવી તે તેમાં કે મુખ્ય છે ને કેણ ગૌણ છે? તે તમે કહેશે કે બધાં એક બીજાને સહાયક છે. બધાની જરૂર છે. એક બીજા વિના કામ ચાલી શકતું નથી. એટલે કેઈએ અભિમાન કરવાની જરૂર નથી કે હું મટે નેતા છું, હું મટે પંડિત છું ને હું મહાન છું. મારા વિના કેઈનું કામ ચાલતું નથી. જ્યાં સુધી અભિમાન નહિ નીકળે ત્યાં સુધી જીવનમાં સદ્દગુણની સુવાસ આવશે નહિ. હે માનવ ! ચાર દિવસની ચાંદની જેવું તારું જીવન છે. સાથે શું લઈને જવાનું છે? ગમે તેટલું ધન ભેગું કરીશ તે તે કંઈ તારી સાથે આવવાનું નથી. માટે વેરઝેર, ઈર્ષા, અભિમાન આદિ દુર્ગણે છેડીને સદ્ગુણની સુવાસથી તારું જીવન ભરી દે ને ચંદન જેવી શીતળતા તારા જીવનમાં અપનાવી લે. ચંદન બળીને સુગંધ આપે છે તેમ તારું કંઈ ગમે તેટલું અહિત કરે તે પણ તું તારે સ્વભાવ છેડીશ નહિ. ચંદન જે શીતળ બનજે ને કદી કટુ વાણું બેલીશ નહિ. દુઃખથી આકુળ વ્યાકુળ બનીને તારી પાસે જે આવે તેને શાંતિ આપજે. આવા સદૂગુણની સૌરભથી જેનું જીવન મહેકી ઉઠશે તેના તરફ લેકે આકર્ષાશે.
જેનું જીવન સદ્દગુણની સૌરભથી મહેકી રહ્યું છે તેવા મલીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. જિતશત્રુ રાજા ચક્ષા પરિત્રાજિકાને આવતી જોઈને સિંહાસનેથી ઉભા થઈ ગયા ને તેને સત્કાર કરી બેસવા માટે આસન આપ્યું. ત્યારે તે ચીક્ષા પરિત્રાજિકા જમીન ઉપર પાણી છાંટીને તેના ઉપર દર્ભ પાથરી પિતાના આસન ઉપર બેઠી ત્યાર પછી “કિચન જે જ નવ તેને જ ગુણાત જાગે તેણે જિતશત્રુ રાજાને તેના રાજ્યને વિષે તેમજ અંતઃપુરને વિષે ક્ષેમકુશળના સમાચાર પૂછયા કે હે મહારાજા! આપ અને આપનું રાજ્ય તો ક્ષેમકુશળ છે ને ? આપનું અંતઃપુર અને પરિવાર બધાં ક્ષેમકુશળ છે ને ? આ પ્રમાણે ક્ષેમકુશળ પૂછીને તે જિતશત્રુ રાજાની સામે દાનધર્મ, શૌચધર્મ વિગેરેની પ્રરૂપણ કરવા લાગી ને રાજા તથા તેમની રાણીઓ સાંભળવા લાગ્યા.
ચોક્ષ પરિવાજિફાએ દાનધર્મ અને શૌચ ધર્મની જે બધી વાત કરી તે