________________
શારદા ખિર નીકળ્યા. આથી તે છે કરે મારી પાસે આવ્યું. ચોપડા બતાવે, ઘણું ઘણું મને કહ્યું, પણ હું એ નામક્કમ ગયો કે પૈસા શું ને વાત શું? મારઝુડ કરીને કાઢી મૂક્યા. પણ હવે મને થાય છે કે આ પાપ મારે અવશ્ય જોગવવું પડશે. તે આપ મને તેનું પ્રાયશ્ચિત આપે. કે જેના દંડમાં હું એક હજાર રૂપિયા ધર્માદે કરીશ, ને મારું પાપ ધોઈ નાંખીશ. આ બધી વાત સાંભળી સંત તે આશ્ચર્યચક્તિ બની ગયા. અહો ! દુનિયામાં આવા ધર્મઢાંગી પણ પડયા છે. '
ભક્ત ભગવાન પાસે પિકાર કરે છે કે હે ભગવાન! મને દુનિયા તે માટે ધર્માત્મા માને છે પણ હું તે અંતરમાં દંભ ભરીને બહારથી માટે ધર્માત્મા બનવાને ડેળ કરી રહ્યો છું. બિચારા ગરીબને લૂંટીને, અનીતિ, દગા પ્રપંચ કરીને તેમના પૈસા પડાવી લઈને હું શ્રીમંત બનીને સુખ ભોગવી રહ્યો છું. મારું અંતર કેવું મલીન છે તે તે હે ભગવાન તારા વિના કેણ જાણી શકે?
સંત કહે છે ભાઈ! આવા પ્રાયશ્ચિત કરી લોકોને લૂંટીને હજારના દાન કરીને પાપને છેવા છે તે કયાંથી બની શકે? શેઠ, વિચાર કરે. યાદ રાખજે. બધું છૂપું રહેશે પણ પાપ છૂપું નહિ રહે. જેમ માટલામાં ભરેલું મીઠું ફૂટી નીકળે છે તેમ તમારું પાપ પણ ફૂટી નીકળશે. શેઠ આવા કાવાદાવા કરી પ્રાયશ્ચિત લેવા આવ્યા છે તેમાં પણ મલીનતા ભરી છે. ટૂંકમાં મુનિએ તેમને ત્યાં ખૂબ પ્રતિબંધ આપે ને શેઠને જીવનપલટે કરાવ્યું, શેઠનું જીવન પલ્ટાતાં વ્યાજ સહિત મુડી માલીકને અર્પણ કરી પિતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું. સંત સમાગમ પાપીને પણ પુનીત બનાવે છે. આ છે ચારિત્રવાન સાધુના પરિચયનું પરિણામ
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. ચિત્રકાર કેઈ વખત રાજમહેલમાં કઈ કામ માટે ગયે હશે, ત્યારે તેણે પડદા પાછળ બેઠેલી મલ્લીકુમારીના પગને અંગુઠા જે હતું. તેથી તેના મનમાં થયું કે બધા ચિત્રકારેએ જુદા જુદા ચિત્રો ચીતર્યા છે. તે હું આબેહુબ મલ્લીકુમારીનું ચિત્ર દેરું તે મારી ચિત્રકળા સફળ થાય. મલ્લીકુમારી ખૂબ પવિત્ર છે. દર્શન કરવા ગ્ય છે પણ રાજકુમારીના દર્શન થવા દુર્લભ છે. તે હું અહીં તેમનું ચિત્ર આલેખું તે અહીં આવનારને પવિત્ર સતીના દર્શન થશે ને આવું સુંદર ચિત્ર ચીતરવાથી રાજા મારા ઉપર ખુશ થઈને મને ઈનામ આપશે. આ વિચાર કરીને તેણે જાણે આબેહુબ જીવતી જાગતી મલ્લીકુમારી ન બેઠી હાય! તેવું ગુણોપેત રૂપચિત્ર અંક્તિ કર્યું. બધા ચિત્રકારોએ સુંદર હાવભાવ યુક્ત ચિત્રો ચીતરીને ચિત્રસભા તૈયાર કરી. કાર્ય પૂરું થયું એટલે બધા ચિત્રકારે
જ્યાં મલ્લદિનકુમાર બેઠા હતાં ત્યાં આવ્યા. આવીને કહ્યું કે સ્વામિન ! આપની આજ્ઞા મુજબ અમોએ ચિત્રસભા તૈયાર કરી છે. આ પ્રમાણે ચિત્રકારનાં મુખેથી