________________
શારદા શિખર
૮૬૫ “સત્યભામાના મહેલે પ્રદ્યુમ્નકુમાર આગળ જતાં નગરીની શોભા જેવા લાગ્યા. અહિ ! સુંદર આ દ્વારિકા નગરી છે! એમ હર્ષ પામતાં આગળ ચાલે છે ત્યાં તેમણે એક ગગનચુંબી તેરણ-પતાકા, સુંદર માળાઓથી વિભૂષિત એક સુંદર મહેલ જોઈને પૂછ્યું કે આ મહેલ કોને છે? વિદ્યાએ કહ્યું આ મહેલ તારી એરમાન માતા સત્યભામાને છે. ભાનુકુમારનાં લગ્ન છે તેથી અહીં અનેકવિધ માંગલિક કાર્યો થઈ રહ્યા છે. હવે તારે જે તેફાન-તાયફા કરવા હોય તે બધા અહીં બરાબર કરી લેજે. આ સત્યભામા તારી માતા રૂકમણું ઉપર ખૂબ ઈર્ષ્યા કરે છે માટે તેને સારે ચમત્કાર બતાવી દેજે. તેથી પ્રદ્યુમ્ન એક નાનકડા બ્રાહ્મણ પુત્રનું રૂપ લીધું. તેના માથાના વાળ ડા લાંબાને છૂટા રાખ્યા. કપાળે તિલક કર્યું ને હાથમાં માળા લઈને તે સૌ પહેલાં સત્યભામા પાસે આવીને હે માતા ! “તમારું કલ્યાણ થાઓ” એમ કહીને તેને આશીર્વાદ આપ્યા. એટલે સત્યભામા ખુશ થઈને બ્રાહ્મણને કહેવા લાગી હે વિપ્રવર ! તમારે શું જોઈએ છે? ત્યારે પ્રઘનકુમારે કહ્યું હે માતા! મને ખૂબ ભૂખ લાગી છે. મારી ચામડાની ઝુંપડી એટલે હોજરીમાં આગ લાગી છે, તે જોજન કરાવીને આગ બૂઝાવી દે. આ રીતે વાત કરે છે ત્યાં સત્યભામાએ ભેજન માટે આમંત્રણ આપેલાં હજારે બ્રાહ્મણે ત્યાં જમવા માટે આવ્યા. સત્યભામા તે ગમે તેમ તે પણ કૃષ્ણની પટ્ટરાણ છે ને ! એટલે ગર્વથી બ્રાહ્મણને કહે છે હું કૃષ્ણની પટ્ટરાણી છું. મારે ત્યાં ભેજનને શું હિસાબ ! હાથી, ઘોડા, ધન, સોનું જે તમારે જોઈએ તે લઈ જાઓ. મારે ત્યાં કેઈ ચીજને તેટે નથી. ત્યારે બ્રાહ્મણે કહ્યું માતા ! ધનથી કંઈ પેટ ભરાતું નથી. ભૂખ મટતી નથી. અન્નનું દાન શ્રેષ્ઠ છે. પહેલાં ભૂખ શાંત થાય પછી બીજું બધું ગમે છે. માટે મને તમે જલદી ભોજન કરાવે. મને બહુ ભૂખ લાગી છે. એક મને જમાડ એટલે બધાને જમાડી દીધાં એમ તું સમજી લે. ત્યારે સત્યભામાને તેની દાસીઓએ કહ્યું કે આ બ્રાહ્મણ ખૂબ ભૂખે થયે છે માટે તમે આને પહેલાં જમાડી લે.
માત શીશ કાટકે, કારના ચાહે અપમાન,
મજા ચખાઉં ઈસકે, દિલમે લીની ઠાન હે-શ્રોતા તુમ સત્યભામાએ તેને જમાડવાનું કહ્યું ત્યારે પ્રદ્યુમ્ન તેને જોઈને વિચાર કરવા લાગે કે આ અભિમાની સત્યભામાં સરળ હૃદયની મારી માતાનાં વાળ ઉતરાવીને તેનું અપમાન કરવા માંગે છે તે હું તેને મઝા ચખાડી દઉં. એ તેણે મનમાં નિશ્ચય કર્યો. હવે બીજા બધાં બ્રાહ્મણે જમવા માટે આવી ગયાં હતાં. તેથી તેમની સાથે જમવા માટે પ્રદ્યુમ્નકુમારને બેસાડશે. ત્યારે કહે છે કે આ બધા બ્રાહ્મણે તે બ્રાહ્મણના આચાર વિચાર બરાબર પાળતાં નથી. આ બધાં ક્રિયાહીન છે. જે પ્રાચર્યનું ૧૦૯.