________________
૮૭૦:
શારદા શિખર
રૂક્ષ્મણી કહે–શુ` વાત કરેા છે ? તે એકદમ ઢીલી થઈ ગઈ. આંખમાં આંસુ આવી ગયા. નારદૅજીએ કહ્યું ઢીલા થવાની કે રડવાની જરૂર નથી. તેમની વેઢના શાંત કરવા માટે એક ચીજ લેવા આવ્યા છું. રૂક્ષ્મણીએ' કહ્યુ. જે જોઈએ તે લઈ જાઓ પણ "મારા સ્વામીનાથનુ દર્દી જલ્દી મટે તેમ કરો, નારદજીએ કહ્યું વસ્તુ તે મામુલી છે. ખાલા શુ છે? નારદજી કહે તમારા ચરણની રજ આપે. તે કૃષ્ણજીના માથે લગાડવાથી વેદના મટી જશે. પણ એક વાત છે. તમારી ચરણરજથી તેમનુ માથું ઉતરી જશે પણ તમારે નરકમાં જવું પડશે. ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું-- ઋષિરાજ! મને નરકે જવાની ચિંતા નથી પણુ ભગવાન તુલ્ય મારા પતિશ્રી, હું તેમના પગની મેાજડી જેવી, અમારા પવિત્ર પતિને મારી ચરણરજ તેમના માથે ચોપડાય ? એમની ચરણરજ મારે ચોપડાય. આ રીતે બધાએ ના પાડી. કેઈ તૈયાર ના થયું. અંતે નારદજી ગોપીઓ પાસે આવ્યા. ત્યારે શુધ્ધ ભાવથી કૃષ્ણની ભક્તિ કરનારી એક ગેાપાએ કહ્યું કે મારા ભગવાનને જો મારી ચરણરજથી માથાનું દર્દ મટતુ હાય તેા ખુશીથી લઈ જાઓ. તે માટે નરકે જવું પડશે તે જવા તૈયાર છું. ગોપીની ચરણરજ લઇને નારદજી કૃષ્ણજી પાસે આવ્યા ને કહ્યું તમારી રૂક્ષ્મણીથી માંડીને સારી દ્વારિકા નગરીમાં ઘૂમી વત્ચા પણ કાઇએ ચરણરજ આપી નહિ. આપની ભક્તિમાં તલ્લીન રહેનારી એક ગેાપીએ કહ્યુ* મારા ભગવાનનું દર્દ મટતાં મારે નરકે જવું પડશે તા જવા તૈયાર છું.
ખંધુએ ! કૃષ્ણને માથું દુઃખતું ન હતુ કે કોઈ ને નરકે જવાનું ન હતુ. એ તા ભક્તોની પરીક્ષા કરવા ઈચ્છતા હતા. તેમણે હસીને કહ્યું આનું નામ સાચી ભક્તિ. આપણે સાચા ધમ કા તે વાત ચાલે છે. ચેાક્ષા પરિવ્રાજિકાએ મલ્ટીકુમારીને કહ્યું કે અમે અપવિત્ર બનીએ ત્યારે માટી અને પાણી વડે પવિત્ર અનીએ છીએ. આવા શૌચમૂલ ધર્મનું પાલન કરીને અમે સ્વર્ગમાં જઇએ છીએ ત્યારે મલ્લી કુમારીએ તેને પૂછ્યું-ડે ચાક્ષા ! જેમ કોઈ માણસ લેાહીથી ખરડાયેલાં વસ્ત્રો લેાહીથી વે તા શું ? લાહીથી ખરડાયેલા વસ્રો લેાહીથી ધાવામાં આવે તે તેની શુધ્ધિ થઈ કહેવાય ? અર્થાત્ શુધ્ધ થાય ખરું ? “મૈં ફળકે સમÈ!” એ અથ સમથ નથી. એટલે કે લેાહીથી ખરડાયેલા કપડાંને લેાહી વડે ધેાવાથી શુધ્ધ થાય નહિ.
મલ્ટીકુમારીએ કહ્યું હું ચેાક્ષા ! આ તા એક ને એક એ જેવી વાત છે. મેલા કપડાને મેલા પાણીથી ધોવાથી સ્વચ્છ થતા નથી પણ વધારે મેલા થાય છે. તેવી રીતે હું ચેાક્ષા ! તમારા ધર્માંમાં પ્રાણાતિપ્રાત, ( જીવહિંસા ) વિગેરે તેમજ મિથ્યાદશ નશલ્ય આદિ એટલે કે અઢાર પાપસ્થાનકે સેવવાના પ્રતિબંધ નથી ને પૃથ્વીકાય, અપકાય વિગેરે જીવાની હિંસા કરી તેમાં ધર્મ માની તમે શુધ્ધિ કરી તેમ માને છે અને તેવા ધર્મનું પાલન કરીને અમે સ્વર્ગમાં જઈએ છીએ તેમ તમે જે માનેા છે તે