________________
૧૪
શારદા શિખર કે દ્વારકા નગરીમાં ખૂબ ધાંધલ મચ્યું છે. તે એ કોણ માણસ હશે કે મારી નગરીમાં આવું તેફાન કરે છે? મારે તેની તપાસ કરવી પડશે. આ ભાઈ તે વિદ્યાનાં બળથી નવાં નવાં કૌતુક કરતા કેઈની પરવા કર્યા વિના આગળ વધે જાય છે. બધી બજારોમાં તેફાન કરીને ચાલતા ચાલતા રાજમહેલ આગળ આવ્યો. ત્યાં તેણે સૌથી પહેલાં એક માટે વિશાળ ને સુંદર મહેલ જે.
વસુદેવદાદાના મહેલમાં પ્રધનકુમાર” –ભવ્ય મહેલ જોઈને તેણે વિદ્યાને પૂછયું કે આ ગગનચુંબ મહેલ કેને છે? તે કહે કે આ તે તમારા દાદા એટલે કૃષ્ણના પિતાજી વસુદેવને મહેલ છે. જુઓ, તમારા દાદા ઝરૂખે ઉભાં છે. તે તે ખૂબ ભાગ્યવાન છે. તે કઈ જાણીતા પ્રદેશમાં જાય કે અજાણ્યા પ્રદેશમાં જાય પણ જ્યાં જાય ત્યાં તેઓ ખૂબ આદર સત્કાર પામે છે, એવા તમારા દાદા પુણ્યવાન છે. ત્યારે પ્રદૂમ્નકુમારે પૂછયું કે મારા દાદાને સૌથી વધારે શેન શેખ છે? વિદ્યાએ કહ્યું કે તેમને મેષ યુધ એટલે ઘેટા સાથે યુદ્ધ કરવાનો ખૂબ શેખ છે. એટલે વિદ્યાના બળથી એક સુંદર મેષની વિક્વણું કરી અને પિતે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. અને દ્વારપાળની આજ્ઞા લઈને મહેલમાં ગયા. ત્યાં સુંદર આસન ઉપર વસુદેવદાદાને બેઠેલા જોઈને મદને તેમને અંતરથી પ્રણામ કર્યા. વાસુદેવે વિલક્ષણ-સુંદર મેષને જોઈને ખૂબ ઉત્સુકતાપૂર્વક પૂછયું કે આ મેષ કેને છે? બ્રાહ્મણે કહ્યું કે આ મારા રાજાને ઘેટે છે. આપને બતાવવા માટે હું આપની પાસે લાવ્યો છું. આ ખૂબ બળવાન મેષ છે. વસુદેવે કહ્યું કે મારા ઘૂંટણ પર તેને પ્રહાર કરવા દે, તેથી તેના બળનું માપ નીકળી જશે. ત્યારે બ્રાહ્મણે કહ્યું-“ના. આપ તેનાથી હારી જાઓ તે યાદવે મારા ઉપર ગુસ્સે થઈને મને તથા મારા મેષને મારી નાંખે.
વસુદેવે કહ્યું કે ના..ના... આ તે એક રમત છે. આમાં જ્ય પરાજ્યની વાત ઉપસ્થિત થતી નથી. તમે તેની શંકા ન કરે. એમ કહી વસુદેવે તેમની ઘૂંટણ મેષ આગળ ધરી. મેષે તેમની ઘૂંટણ ઉપર એ જોરથી પ્રહાર કર્યો કે જમીન પર ગબડી પડતાં બેભાન બની ગયા. એમના ગબડી પડવાનો અવાજ સાંભળી યાદ દેડી આવ્યા. અને વસુદેવને બેભાન પડેલા જોઈને તેઓ બધા વિચારમાં પડી ગયા. અહો આ શું ? આ અમારા દાદાને અત્યાર સુધીમાં કોઈ મનુષ્ય રાજા કે વિદ્યાધર રાજા પણ હરાવી શક્યાં નથી. એવું તેમનું અગાધ બળ છે, ને તેમને કેણે પછાડી દીધા ? બધાં આવ્યાં ત્યાં તે બ્રાહ્મણ અને મેષ અદશ્ય થઈ ગયા. જેને કઈ અત્યાર સુધી જીતી શકયું નથી તેને પૌત્રએ હરાવ્યું. હવે ત્યાંથી પ્રદ્યુમ્નકુમાર આગળ ચાલે.