________________
ધારદા શિખર પણ બનાવ્યું. મકાનમાં અનેક જાતની શેભા કરી પણ જે તેના ઉપર છાપરું ના હોય તે ? છાપરા વિનાનું મકાન વરસાદ, ઠંડી કે ગરમીથી તમારું રક્ષણ કરી શકશે ? “નહીં”. તેવી રીતે મનથી વિચાર કરી વચન દ્વારા તેને પ્રગટ કર્યા પણ જ્યાં સુધી તેનું આચરણ કરીને જીવનમાં ઉતાર્યું નથી ત્યાં સુધી કાર્ય થઈ શકે ખરું? “ના”. તે જ રીતે આત્મકલ્યાણને માટે આચરણની અવશ્ય જરૂર છે. પ્રશ્નકારે પ્રશ્ન પૂછ કે અગિયાર અંગો સાર શું ? તેના જવાબમાં કહ્યું છે કે તેને સાર આચરણ છે. ફરીને પૂછયું કે આચારને સાર શું? તે તેના જવાબમાં કહ્યું કે “અંગુ પત્થા તાર” એટલે ભગવંતે ફરમાવ્યું છે કે જે આદેશને આપણે ભણ્યાં, જેનું શ્રવણું કર્યું તથા ધર્મશાસ્ત્રોથી જાણ્યું તેના ઉપર ચિંતન કરવું અને પછી જિનેશ્વર ભગવંતની આજ્ઞા આગળ રાખીને તેની પાછળ ચાલવું. આ રીતે જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરવું તે આચારને સાર છે. ત્યાર પછી ત્રીજે પ્રશ્ન કર્યો કે તેને સાર શું? તેને સાર પ્રરૂપણ છે એટલે કે પરને ઉપદેશ દે, કારણ કે આપણે જે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલીએ તે આપણને લાભ થાય પણ બીજાને શું લાભ થાય ? એટલા માટે ભગવાનની આજ્ઞાનું પોતે પાલન કરી તે પ્રમાણે ચાલીને બીજાના હૃદયમાં ભગવંતની વાણી સમજાવીને તેના પ્રત્યે શ્રધ્ધા કરાવવી, કુમાર્ગ પરથી સન્માર્ગે લાવવા તે પિતે સમજ્યાની સાર્થકતા છે. બીજા મનુષ્યોને વીતરાગ વાણી દ્વારા સમજાવીને ધર્મમાં સ્થિર કરે તે પ્રરૂપણાને સાર છે. હવે બીજી ગાથામાં
सारो परवणा चरणं, तस्स विय हाइ निव्वाणं ।
निव्वाणस्स उ सारो, अव्वाबाहं जिणाहु त्ति ॥ પ્રરૂપણને સાર શું ? તેના જવાબમાં જ્ઞાની કહે છે કે ચરણ એટલે આચરણ કરવું, એટલે ચારિત્રનું પાલન કરવું. ચારિત્રને સાર નિર્વાણુ-મેક્ષ છે અને મોક્ષને સાર અવ્યાબાધ સુખ-શાંતિ છે. જ્યાં ગયા પછી આત્માને કેઈ જાતનું દુઃખ રહેતું નથી. કોઈ જાતની બાધા-પીડા રહેતી નથી. કારણ કે શરીર એ બાધા પીડાનું સ્થાન છે. ત્યાં શરીર હેતું નથી તે બાધા પીડા કયાંથી થાય? * બંધુઓ ! તમારે અવ્યાબાધ સુખ ને શાંતિ જોઈતી હોય તે ચારિત્રનું પાલન કરે. સર્વ દુઃખને અંત કરીને અક્ષય સુખ અને શાંતિ આપનાર જે કઈ હોય તે તે ચારિત્ર છે. સંતે ભગવાનની આજ્ઞા પ્રમાણે નિર્મળ ચારિત્રનું પાલન કરી ગ્રામાનુગ્રામ વિહાર કરીને અનેક જીવને પ્રતિબંધ પમાડે છે. . એક વખતનો પ્રસંગ છે, એક શેઠ સંત સમાગમ કરે, ધર્મધ્યાન કરે. લેકમાં એની એવી છાપ હતી કે શેઠ ખૂબ ધમષ્ઠ છે. પણ શેઠના અંતરમાં એક છૂપું