________________
શાળ શિખર गुणाः कुर्वन्ति दूतत्वं, दूरे पि वसतां सताम् ।
केतकीगन्धमाघाय, स्वयं गच्छन्ति षठपदाः॥ સજજન પુરૂષે ગમે તેટલાં દૂર વસતાં હોય પણ તેમનાં ગુણે તે જીવન નિર્માણમાં દૂતનું કામ કરે છે. જેવી રીતે કેતકીને ફૂલની સુગંધથી આકર્ષાઈને ભ્રમરે સ્વયં તેની પાસે આવે છે. તેમ સદ્ગુણી મનુષ્યનાં સદગુણની સુવાસ દૂર દૂર સુધી ફેલાય છે. તેના ગુણેનું શ્રવણ કરીને કંઈક મનુષ્ય પિતાનું જીવન સુધારે છે. જ્ઞાનીઓ તે કહે છે કે ગુણ એ તે રન જેવાં છે. “રત્નમરિવત્તિ મૃાા રે સતા > રતન કેઈની શેાધ કરવા જતું નથી પણ સી રતનને શોધતા આવે છે. તેનું કારણ રત્ન કિંમતી છે. એટલે સૌ રનને શોધે છે. રત્ન કે ફૂલ કેઈને આમંત્રણ દેતું નથી કે પિતાની પાસે આવનારને આવકાર પણ દેતું નથી. છતાં સામેથી તેની પાસે સૌ દેડતા જાય છે. પણ આ સંસારમાં એવું જોવામાં આવે છે કે ઘણી વખત માનવ માનવ પાસે જતું નથી. ફૂલ વનસ્પતિની જાતિ છે છતાં તેનામાં સુગંધ છે, સૌંદર્ય છે. રત્ન પૃથ્વીકાયની જાતિ છે છતાં તેનામાં તેજસિવતા છે, ને તે મૂલ્યવાન છે. તેની પાછળ માનવ આકર્ષાય છે. જ્યારે માનવી માનવીની પાછળ આકર્ષત નથી, તે વિચાર કરે કે માનવથી ફૂલ અને રતન વિશેષ કે માનવી વિશેષ? તેને બરાબર વિચાર કરજે. I હવે આપને સમજાવું કે માનવ માનવામાં પણ અંતર છે. ઘણાં સદ્ગુણી અને સજજન આત્માઓ છે કે જેમના ગુણની સુવાસથી લેકે આકર્ષાઈને તેની પાસે જાય છે ને ઘણાં એવા મનુષ્યો છે કે જેમના જીવનમાં એકલે સ્વાર્થ ભર્યો છે. ક્રોધ, માન, માયા, લેભ આદિ કષાને કચરે ભર્યો છે ને દુર્ણની દુર્ગધ ભરી છે તેવા મનુષ્ય પ્રત્યે કેઈને આકર્ષણ થતું નથી. આજે જ્યાં જુઓ ત્યાં સ્વાર્થની મધલાળ જોવા મળશે. જ્યાં સ્વાર્થ સધાય છે ત્યાં દોડતાં જાય છે. મધપુડા માંહે મધ જ્યાં લગી છે (૨), માખીના ફેરા બસ ત્યાં લગી છે(૨) મધ ખૂટે ત્યાં મધમાખીની પૂરી થાયે પ્રીત રે-જુઠા
આ પદમાં કેવા સરસ ભાવ ભરેલાં છે. શું કહે છે? જૂઠા જગતની મમતાને પ્રીતિ પણ જૂઠી છે. કારણ કે મધપુડામાં મધ ભરેલું હશે ત્યાં સુધી સેંકડો માખીઓ મધપુડાની આસપાસ આંટા મારે છે. પણ જ્યાં મધપુડામાંથી મધ ખલાસ થયું ત્યાં એક પણ માખી ત્યાં જતી નથી, યાદ રાખજો. તેમાં તમારી પાસે પણ જ્યાં સુધી પૈસાનું મધ છે ત્યાં સુધી મતલબની માખીઓ રૂપી સગા સબંધી તમારી પાસે આવશે, હવે સમજાય છે કે સ્વાર્થની માયાજાળ સંસારમાં પથરાયેલી છે.
ગરીબ મા-બાપ દિકરાને બહારગામ મકલીને ભણાવે છે. દીકરે વકીલ થાય