________________
શારદા શિખર સ્વચ્છ બનાવ્યું. સ્વચ્છ બનાવીને તે ચિત્રકારે ચિત્ર સભામાં હાવ ભાવ વિગેરેથી યુકત સુંદર ચિત્રો ચીતરવા લાગ્યા. આ બધા ચિત્રકારે ચિત્રકળામાં કુશળ હતા. પણ તેમાં એક ચિત્રકાર વિશેષ કુશળ હતું. તેનામાં પહેલેથી એક એવી અસાધારણ વિશેષ શક્તિ હતી. અને તે ચિત્રકળામાં ખૂબ પ્રવીણ ને ચિત્રકળાને અભ્યાસી હતો. તે ચિત્રકાર કઈ પુરૂષ, સ્ત્રી વિગેરે મનુષ્યનાં, ગાય ભેંસ વિગેરે પગા પ્રાણીઓનાં અને સર્પ વિગેરે અપદે એટલે પગ વગરનાં છે અથવા તે વૃક્ષ વિગેરેને કઈ પણ એક ભાગ જોઈ લેતે અને ત્યારબાદ તે પ્રમાણે આબેહુબ ચિત્ર દોરતે હતે.
માની લે કે કેઈ સ્ત્રીના પગનો અંગુઠો જોઈલે તે તેના ઉપરથી આખું ચિત્ર, તેના શરીર પર કયાં મસો છે. જ્યાં તલ છે આ બધું આબેહુબ ચિત્ર દેરવાની તેનામાં શક્તિ હતી. એક દિવસ તે ચિત્રકારે પડદાની પાછળ બેઠેલી મલીકુમારીના પગને અંગુઠો ગવાક્ષનાં કાણામાંથી જોઈ લીધું હતું. તેથી તેના મનમાં એમ થયું કે હું મલ્લીકુમારીના પગના અંગુઠાનાં જેવું સુંદર ચિત્ર તૈયાર કરું. મલ્લીકુમારીના અંગમાં જ્યાં જ્યાં જે જે સૌંદર્યના ગુણે છે તે બધાં ગુણેને મલ્લીકુમારીના ચિત્રમાં અંક્તિ કરું. આ પ્રમાણે વિચાર કરીને તેણે તે જગ્યાને સ્વચ્છ બનાવી અને માર્જન-લેપન વિગેરેથી તે સ્થાનને સાફ કર્યું. ચિત્ર દોરતાં પહેલાં ભૂમિ જેટલી સ્વચ્છ બને તેટલું ચિત્ર સુંદર દેરાય, અને તેમાં રંગને ઉઠાવ આવે ને જેનારને આકર્ષક લાગે છે. તે રીતે આપણું હૃદયરૂપી દિવાલ જેટલી વધારે વિશુધ્ધ હોય તેટલે વીતરાગવાણીને રંગ વધારે ચઢે ને જલદી તેના પ્રત્યે શ્રધ્ધા થાય ને આત્માનું કલ્યાણ થાય. હવે ચિત્રકાર મલ્લીકુમારીનું ચિત્ર કેટલી હોંશથી દેરશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : સત્યભામાના સુંદર વનમાં પ્રધુમ્નકુમાર પ્રધુમ્ન દ્વારિકા નગરી જેતે જેતે આગળ ચાલ્યો. ત્યાં વચમાં એક સુંદર વન આવ્યું. આ જોઈને તેણે વિદ્યાને પૂછયું કે આ વન કેવું છે? ત્યારે જવાબ મળે કે આ સુંદર વન સત્યભામાનું છે. આ સાંભળીને પ્રદ્યુમ્નકુમારે ઉત્તમ લક્ષણેથી યુક્ત સાત ઘોડા બનાવ્યાં. અને તે અશ્વોને રક્ષક બની ઘોડો લઈને વનની પાસે આવ્યો. અને તેના રક્ષકને પૂછયું કે આ વન કેવું છે? ત્યારે રક્ષપાળે કહ્યું તારે શું કામ છે? તે કહે ભાઈ! મારે તે આ ઘોડા ભૂખ્યા થયાં છે તેને ચરાવવાં છે. મારા ઘડા આ વનમાં લીલું ઘાસ ખાઈને તાજા માજા થશે. પછી હું તેને વેચીશ ને સારા પૈસા મળશે તે હું તમને ઈનામ આપીશ.
એની વાત સાંભળીને વનપાળે ખૂબ ફટકાર્યો ને કહ્યું કે તને ખબર છે કે આ વન કેવું છે? આ તે કૃષ્ણની પટ્ટરાણી સત્યભામાનું વન છે. અહીં તેને લાડીલે