________________
८४२
શારદા શિખર ઈટે ઉપાડતા હતાં. તેને જોઈને કૃષ્ણ વાસુદેવે પિતે નીચે ઉતરી ઇંટ ઉપાડી તે બધા માણસોએ ઈટ ઉપાડી. એક ક્ષણમાં બાપાનું કામ થઈ ગયું. કહેવત છે ને કે
નમે આંબાને આંબલી” આંબાના વૃક્ષ ઉપર જેમ જેમ ફળ આવે છે તેમ તેમ તે નમે છે. તેમ ગુણવાન માણસની પાસે જેમ જેમ સંપત્તિ વધતી જાય છે તેમ તેમ તે નમ્ર બને છે. આ સંસારમાં જીવને દુઃખી કરનાર હોય તે અભિમાન છે, મોહ છે, માયા ને મમતા છે. મમતાને કારણે મારી બહેને એમ માને છે કે વહુ આવે પછી નિરાંતે ધર્મધ્યાન કરીશ. પણ એ સ્વપ્ન એનું સાકાર નથી બનતું. છે
એક રમુજી દૃષ્ટાંત : એક શેઠ શેઠાણને સાત બેટને એકને એક લાડકવા દીકરે હતે. ભણીગણીને હોંશિયાર થયે એટલે શેઠાણી કહે હવે તે મારે દીકરાને જલદી પરણાવે છે. બહેનેને વહુ લાવવામાં ખૂબ કેડ હોય છે. આ શેઠ શેઠાણીએ દીકરાનાં લગ્ન લીધાં. મટી જાન લઈને દીકરાને પરણાવવા માટે ગયા. ખૂબ ધામધૂમથી દીકરાનાં લગ્ન થયા. દીકરો પરણીને આવ્યો. શેઠાણીને હરખનો પાર નથી. લગ્નમાં સગા સબંધી બધા આવ્યાં હતાં. વાજતે ગાજતે જાનનું સામૈયું કર્યું. વરાડિયું પરણીને આવ્યું. સાસુજી હર્ષભેર પોંખવા આવ્યા. પાંખતા પોંખતા સાસુજીએ ગીત લલકાયું.
છેલ છબીલી રંગ રંગીલી, વહુજી ભારી શાણી, રોટી કરેગી, પાવ દાબેગી, ભર લાગી પાની.”
મારી વહુ તે સુંદર અને શાણી છે. એ મારા ઘરને બધે ભાર ઉપાડશે. રસોઈ કરશે એટલે રસોડાનું કામ સંભાળશે, રાત્રે મારા પગ દાબશે ને પાણી ભરી લાવશે. (હસાહસ) સાસુજીનું ગીત વહુએ બરાબર સાંભળ્યું. એના મનમાં થયું કે આ તે ભારે થઈ. મને તે એમ હતું કે શ્રીમંતને ઘેર પરણીને જાઉં છું. ત્યાં તે રસેઈયા ને ઘાટી હશે. મારે કામ કરવું નહિ પડે. હું તે હીડેળા માટે ગૂલીશ પણ અહીં તે સાસુજીએ મને ઘરમાં પગ મૂકતાંની સાથે રસોઈયાનું, પનિહારીનું ને દાસીનું બધું કામ સોંપી દીધું. ઠીક, ત્યારે હું પણ પાણી પહેલાં પાળ બાંધી લઉં. પછી કંઈ નહિ થાય. એટલે સાસુનું ગીત પૂરું થયું ત્યાં વહુએ ગીત ઉપાડયું.
ના મતી ને ફે મતી, મતી ખીલો સાસુજી કુલા,
થોડા દિનકે ધીરજ રાખે, કર દૂગી દે ચૂલા.”
આ વહુએ વિચાર કર્યો કે આગ લાગે ત્યારે કૃ દવા કયાં જાઉં? લડાઈ આવે ત્યારે સૈન્ય તૈયાર કરવા જવું તેના કરતાં પહેલેથી તૈયારી કરી લઉં. પછી સાસુજી મને કંઈ કહી શકે નહિ. એટલે ધીમે રહીને ગીત ગાતાં સાસુજીને કઈ કે હું મારા ઘેલાં ને ભેળા સાસુજી! જરા ઓછું કૂદે, ઓછા નાચે ને ઓછા