________________
સારા શિખર
' ફરીને ચોરાએ તેને પૂછયું-અલ્યા છેકરા ! તું આટલે નાનકડો છે. અને આ ગાઢ જંગલમાં અમે તને ઘેરી વળ્યા ત્યારે તને અમારી બીક ન લાગી? શું તું અમારાથી ડરતે નથી ? ત્યારે તેણે કહ્યું–મારી માતાએ મને બીજી એક શિખામણ આપી છે કે પાપ સિવાય તું કેઈથી ડરીશ નહિ. એટલે હું પાપ સિવાય બીજા કેઈથી ડરતા નથી. તમે માણસ છે તે હું પણ માણસ છું. તમારે હાથ–પગ છે તેમ મારે પણ હાથ-પગ છે. તે તમે મને કરી કરીને શું કરવાના છે ? મારા આત્મા તે અજર અમર છે. કદાચ મારી નાંખશે તે મારા દેહને મારી શકશે પણ મારા આત્માને મારી શકવાના નથી. અને મારા આત્માને કંઈ નુકશાન થવાનું નથી. પણ જે મારા અંતરમાં પાપ પ્રવેશી જાય તે મેટું નુકશાન થાય. - બંધુઓ! એક નાનકડા છોકરાને પણ માતાના વચન ઉપર કેટલો વિશ્વાસ છે ! છે તમને ભગવાનના વચન ઉપર આ વિશ્વાસ! બેલે, તમને કદાચ ચોરે ઘેરી વળે તે શું કરશે? (હસાહસ) વિદ્યાથીની વાત સાંભળીને ચોરોનાં પથ્થર જેવાં હૃદય પીગળીને મીણ જેવા બની ગયાં. . પવિત્ર બાળકની પ્રેરણાથી ચેરેને હૃદયપટે : અહો! આપણી ચારે બાજુ ધાક વાગે છે. આપણને જોઈને લેકે ફફડી ઉઠે છે ત્યારે આ છોકરે આપણે હેજ પણ ડર રાખ્યા વિના કેવું મીઠું બોલે છે. એ કે નીડર છે! એને ફક્ત પાપને ભય લાગે છે તે પછી આપણે શા માટે પાપ કરવાં જોઈએ? એટલે ચોરોએ છોકરાને કહ્યું કે તારી ચાલીસ સોનામહોરો તારી પાસે રાખ. અમારે નથી જોઈતી. પણ તું ક્યાં જાય છે ? તે અમને કહે. વિદ્યાથીએ કહ્યું હું તક્ષશિલા ભણવા માટે જાઉં છું. ત્યારે ચોરેએ કહ્યું ચાલ, અમે તને મૂકવા આવીએ. વિદ્યાર્થીએ કહ્યું. મને ડર નથી. મને મૂકવા આવવાની જરૂર નથી. હું તે એક જઈશ. ચોરેએ કહ્યું. અમારે તારી સાથે આવવું છે. ચોરે એની સાથે તક્ષશિલા પહોંચ્યા. સાતે ય જણાએ ગુરૂના ચરણમાં વંદન કર્યા ને આંખમાં આંસુ લાવીને કહ્યું–તમારી વિદ્યાપીઠમાં ભણવા આવનાર આ વિદ્યાર્થીઓ અમારા દિલ જીતી લીધા છે. અમારી આંખ એણે ઉઘાડી છે. આપનાં વિદ્યાથીએ અમને માનવતાને પ્રથમ પાઠ ભણાવ્યો છે. આગળના પાઠ અમને ભણવે. ચોરે તક્ષશિલામાં જઈને સાચા માનવ બની ગયા અને અંતે તક્ષશિલાનાં રખેવાળ બની ગયા.
બંધુઓ. એક વિદ્યાથીની દઢતા જોઈને ચોર જેવા ચોરના હદય પલટાઈ ગયા. ને સાચા માનવ બની ગયા. એની માતાને આત્મા પણ કે જાગૃત હશે કે પિતાના પુત્રને આવું ઉચ્ચ જ્ઞાન આપ્યું. ભૌતિક જ્ઞાન જડ પદાર્થોને પિતાનાં માને છે ને આત્મજ્ઞાન પદાર્થોને પરાયા માને છે. ભૌતિક જ્ઞાનથી પ્રાપ્ત થયેલાં સાધન
૧૫.