________________
શારદા શિખર આત્માને બંધનરૂપ બને છે. જ્યારે આત્મજ્ઞાનથી પ્રાપ્ત થયેલ સાધને આત્માને બંધનથી મુક્ત કરાવે છે. આવું જ્ઞાન તે જ સમ્યકજ્ઞાન. તે જ્ઞાન માનવને નિર્મળ અને નિર્ભય બનાવે છે.
કુંભકરાજા સેની ઉપર ગુસ્સે થયાં ને જુવો નિશ્વિતર આ સુવર્ણકારેને પિતાના દેશની બહાર નીકળી જવાની આજ્ઞા આપી. તમે મારા રાજ્યની હદમાં ન જોઈએ માટે જદી રાજ્યની હદ છોડીને ચાલ્યાં જાઓ. આ પ્રમાણે રાજાને હુકમ થતાં તે ત્યાંથી ઉભા થઈ ગયા અને જ્યાં પિતાનું ઘર હતું ત્યાં આવ્યા. સનીઓ રાજાની પાસે ગયા ત્યારે તેમનાં મનમાં એવી કલ્પના ન હતી કે રાજા આ હુકમ કરશે. તેઓ બધા વિચાર કરવા લાગ્યાં કે આપણે આમાં શું ગુહે ! કુંડલ સાંધી ન શક્યા. તેથી એવો મટે ગુન્હ કર્યો નથી કે રાજા આપણને હદપાર કરે. રાજાના હુકમને કણ અનાદર કરી શકે? આ કુંભક રાજાને કેઈ સમજાવી શકે તેમ ન હતું. તેમણે આવેશમાં આવીને સોનીઓને દેશનિકાલ કરવાનો હુકમ કર્યો. સોનીઓના દિલમાં ખૂબ દુઃખ થયું. પેઢીની પેઢીઓથી વસતાં હોય તેને એકદમ છેડીને જવું પડે તે કંઈ સામાન્ય વાત નથી. રાજાએ મિથિલા નગરી છેડીને જવાનું કહ્યું હેત તે વધે ન આવત. પણ આ તે દેશ છોડીને જવાનું છે. હવે ક્યાં જવું તેની ચિંતા થઈ. બધા સુવર્ણકારો ભેગા થઈને ઘેર આવ્યાં. બધી ઘરવખરી તેમજ કોઈના વૃધ્ધ માતા પિતા હોય, કેઈ બિમાર હોય આ બધાંને લઈને એકદમ કેવી રીતે જવું? પણ રાજાને વટહુકમ છે એટલે હેજ પણ વિલંબ કરી શકાય તેમ ન હતું. એટલે ઘેર આવીને તેમણે ગાડા તૈયાર કરાવ્યા. અને ગાડામાં પિતાના વાસણ વિગેરે તેમજ ઘરને બધે માલસામાન ગાડામાં ભર્યો. બધા ગાડામાં બેસીને મિથિલા રાજધાનીના રાજમાર્ગ વચ્ચે થઈને જ્યાં કાશીદેશ અને વારાણસી નગરી હતી ત્યાં ગયા. કુંભક રાજાએ તેમને દેશનિકાલ કર્યો એટલે તેઓ મિથિલા નગરીમાંથી નીકળી વચમાં અનેક સ્થળોએ મુકામ કરતાં કરતાં ઘણાં દિવસે જ્યાં કાશીદેશ અને વારાણસી નગરી હતી ત્યાં ગયા. ત્યાં આવીને તેમણે પિતપતાની ગાડીઓ તથા ગાડાઓને વારાણસી નગરીની બહાર ઉદ્યાનમાં રોકયા એટલે ત્યાં ઉભા રાખ્યા. મુખ્ય સુવર્ણકારે મહાર્થ સાધક – બહુ કિંમતી તેમજ રાજાઓને ચગ્ય એવી ભેટ લઈને વારાણસી નગરીની વચ્ચે થઈને જ્યાં કાશીરાજ શંખરાજા હતા ત્યાં આવ્યા, ત્યાં જઈને તેમણે બંને હાથ જોડી અંજલી મસ્તકે મૂકીને રાજાને વંદન કર્યા. જ્ય વિજ્ય શબ્દો વડે રાજાને વધાવ્યા. વધાવીને ભેટશું તેમની પાસે મૂકયું.
અસલનો રિવાજ છે કે જે નગરમાં વસવાટ કરે હોય તે રાજાને સર્વ પ્રથમ કિંમતી ભેટશું આપવું જોઈએ. રાજા સ્વીકાર કરે પછી તેમની આજ્ઞા મળે તે