________________
શારહા શિખર
૮૧ મોકલે છે. માતાને એકનો એક દીકરો હતો. એટલે વિદાય આપતાં માતાનું હૃદય ભરાઈ ગયું, પણ દીકરે જ્ઞાનાભ્યાસ માટે જતા હતા તેથી તેના મંગલ પ્રયાણ વખતે આંખમાં આંસુનું ટીપું પડવા દીધું નહિ. પણ ધ્રુજતા હૈયે મન મક્કમ કરીને બેલી બેટા ! તને વિદાય આપતાં મારું હૈયું હાથ રહેતું નથી. પણ માતા જે પુત્રને મોહ રાખીને તેને ભણાવે નહિ તે એ માતા વરી કે શત્રુ બની જાય છે. તેથી હું તારા આત્મવિકાસ માટે જવાની આજ્ઞા આપું છું. પણ દીકરા ! તું મારી વાત માનીશ? દીકરાએ કહ્યું-હા. બા! જરૂર માનીશ. પુત્રને જવાબ સાંભળીને માતાએ ખુશ થઈને કહ્યું દીકરા ! તું અત્યારે ભણવા માટે જાય છે. તે સિવાય બીજે ગમે ત્યાં જાય તે બે વાતનું ધ્યાન રાખજે. તેમાં પહેલી વાત તે એ છે કે તું કદી જુઠું બોલીશ નહિ, અને બીજું પાપ સિવાય કેઈથી ડરીશ નહિ. કઈ તારી પાસે ભૂત, પ્રેત, ડાકણ, શાકણ વિગેરેની વાત કરે છતાં તું તારું મન કદી નિર્બળ બનાવીશ નહિ. આ જગતમાં મનુષ્ય કરતાં કેઈ મોટું નથી. માનવી આગળ રહે પણ વામણા છે. માનવીના તપ આગળ ઈન્દ્રાસને પણ મજે છે. દેવો પણ કંપી ઉઠે છે. હે પુત્ર! આવા ઉગ્ર તપની શક્તિ માનવમાં પડેલી છે. માનવ પિતાની શક્તિ ખીલવે ત્યારે આખું જગત ધ્રુજી ઉઠે છે.
મહાન બનવા સર્જાયેલે માનવ કેઈથી ડરતા નથી. અને જે તે ડરતે ફરે તે મહાન બની શક્તા નથી. બેટા! તું પણ એક માનવ છે. એટલે આ દુનિયામાં પાપ સિવાય કેઈથી ડરીશ નહિ. અને સદા સત્ય બોલજે. માતાના વચને હુદય સિંહાસન પર સ્થાપીને માતાના ચરણમાં વંદન કરીને દીકરે ચાલતે થયે. તે સમયે ગાડી, ટેઈન વિગેરે સાધનો ન હતાં. પગપાળા પ્રવાસ કરે પડતું હતું. આ છોકરે પિતાની જરૂરિયાતની બધી ચીજો લઈને એકલો નદી, નાળાં, પહાડ તેમજ અનેક ગામને વટાવતે નિર્ભયપણે ચાલ્યો જાય છે. ત્યાં વગડામાં તેને સાત ચોનું ટોળું મળ્યું. સાત ચોરે નાનકડા બાલુડાને ઘેરી વળ્યા. ને તેની પાસે જે હતું તે બધું લઈ લીધું ને પૂછયું છોકરા ! હવે તારી પાસે કંઈ છે ? વિદ્યાથીએ કહ્યું “ના”. એટલે ચોર લેકે જે મળ્યું તે લઈને ચાલતા થઈ ગયા.
બાળકની સત્યતા ઉપર પ્રસન્ન થયેલા ચેર” :- ચોર થોડે દૂર ગયા ત્યાં આ વિદ્યાથીને યાદ આવ્યું કે હું અસત્ય છે. સાત સાત ચોરે તેને ઘેરી વળ્યા. બધું લઈ ગયાં છતાં છોકરે ડર્યો નહિ. તેને એમ પણ ન થયું કે મારું બધું લઈ ગયાં તે હવે શું કરીશ? પણ અસત્ય બોલાઈ ગયું તેને ડર લાગે. તે જાણી જોઈને અસત્ય બે ન હતા. રસ્તામાં ચોરે લંટી ન લે તે માટે તેની માતાએ તેને એક નાનકડી પાતળી ગદડીમાં ચાલીસ સેનામહેર સીવી