________________
શારદા શિખર
૮૨૯
વાદળમાંથી નીકળેલ ચંદ્રમાની જેમ તે ઉષિકુમારી સામે શાલવા લાગ્યા. અને ઉદધિકુમારી ચંદ્રની સામે રેાહિણીની માફક શે।ભવા લાગી. પહેલાં તેનુ પરાક્રમ જોયું ને હવે તેનું રૂપ પણ જોઈ લીધું. એટલે તે મનમાં વિચાર કરવા લાગી કે આવા સુંદર મારા પતિ અને તે આ મૃત્યુલેાકમાં હું સૌથી વધારે ભાગ્યશાળી છુ.... પણ કદાચ આ કાઇ દેવકુમાર હાય ને મને છેડીને ચાલ્યાં જાય તા ? આમ વિચાર કરતી હતી ત્યાં ફરીને નારદે કહ્યું. દીકરી ! તું ચિંતા ન કરીશ. આ રૂક્ષ્મણીના પુત્ર પ્રદ્યુમ્નકુમાર છે. તેથી તેના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયા. ઉદધિને વિમાનમાં સાથે લઈને આગળ ચલાવ્યુ.
અદ્ભૂતપૂર્વ દ્વારિકા નગરી” : માર્ગોમાં અનેક પ્રકારની નવીનતા શ્વેતાં જોતાં તેઓ દ્વારિકા પુરીમાં પહોંચ્યા. પહેલાં જે દ્વારિકા નગરીનું નામ સાંભળ્યું હતું તે આજે પ્રદ્યુમ્નકુમારે પ્રત્યક્ષ જોઈ. પણ એને ખખર નથી કે આ કઈ નગરી આવી એટલે તેણે નારદજીને પૂછ્યું મુનિશ્વર ! આ કઈ નગરી છે ? કેટલી આકઝમાળ દેખાય છે ! જાણે અમરાપુરી ન હાય ! તેવી લાગે છે. ત્યારે નારદજીએ કહ્યું. ઋષિ બેલે વહ પુરી દ્વારકા, દેવ કરી નિર્માણુ, સ્વણુ રત્ના કોટ કાંગરે, ઈન્દ્ર લાક સમ જાન હે....શ્રોતા.
ઈન્દ્રની આજ્ઞાથી કુબેર દ્વારા વાસુદેવને માટે બનાવવામાં આવેલ આ દ્વારિકા નગરી છે. જેને સેાનાના કેટ અને રત્નના કાંગરા છે. આ નગરીની વિશેષતા તે એ છે કે અહી ના લેાકેા દાની છે, પ્રિય ખેલનારાં છે. જ્ઞાની છે પણ માની નથી. મળવાન ક્ષમાશીલ છે. ધનવાન અને દાનવીર છે. હજારા છભવાળા આ નગરીનુ વણુ ન કરવા સમર્થ નથી તેા હું એક જીભથી તેનું વર્ણન કેવી રીતે કરી શકું ? ટૂંકમાં આ નગરી જેવી દુનિયામાં ખીજી કાઇ નગરી નથી.
નારદજીના મુખેથી દ્વારિકા નગરીનું વ ન સાંભળીને તેને જોવાની ઉત્કંઠાથી પ્રદ્યુમ્ને નારદજીને કહ્યું કે આપની આજ્ઞા હોય તે એકલા દ્વારિકા નગરી જોવા જાઉ. ત્યારે નારદજીએ કહ્યું કે તું ક્યાંય છાનેા રહે તેમ નથી. જ્યાં જાય છે ત્યાં કાંઈક નવા જુની કરીને આવે છે. અને અહીંના યાદવો ખૂબ ખળવાન છે. માટે તું કંઈ વાદવિવાદ કરે ને કંઈ કરે તેા મારી મહેનત પાણીમાં જાય. માટે હું તને તારા માતા પિતાને સાંપી દઉં.પછી નિરાંતે દ્વારિકા નગરીનું નિરીક્ષણ કરજે. ત્યારે પ્રદ્યુમ્ને કહ્યું, હું કંઇ તે ફાન નહિ કરું. કોઇને કંઇ નહિ કહું પણ મને જોવા જવા દો. આપ વિમાનમાં બેઠા રહેજો. હું હમણાં આવી જાઉં છુ. છેવટે નારદજીને આજ્ઞા આપવી પડી. હવે પ્રદ્યુમ્નકુમાર દ્વારિકા નગરીમાં જશે ને ત્યાં શું નવાજુની કરશે તેના ભાવ અવસરે કહેવાશે.