________________
વ્યાખ્યાન ન. ૯૦
આસા સુદ ૧૪ ને બુધવાર
તા. ૬-૧૦-૭૬
અનંતજ્ઞાની, વિશ્વવત્સલ, કરૂણાનીધિ ભગવંતે જગતનાં જીવાના ઉધ્ધારને અર્થે શાસ્ત્ર, સિધ્ધાંતના એકેક અધ્યયનમાં આત્માના પવિત્ર પથનુ માગ દન ખતાવેલુ છે. (સધ્ધાંતની એકેક ગાથાના અક્ષરે અક્ષરમાં આત્મગૌરવ ગૂંથેલુ છે. જ્યાં સુધી આત્મા સિધ્ધાંત સાગરમાં ડૂબકી નહિ મારે ત્યાં સુધી મેાક્ષના મેાતી મેળવી શકશે નહિ. આ માટે જ્ઞાનીએ કહ્યું છે કે સ્વ અને પરતું ભેદજ્ઞાન કરેા. જેને સ્વ અને પરનું ભેદજ્ઞાન થાય છે તેવા જ્ઞાની સ્વ અને પર અનેને જાણે છે. હું કાણુ ? મારા સ્વભાવ શું? મારા નિજગુણુ કયા ? જયના સ્વભાવ છું અને તેનાં ગુણ કયા ? એ રીતે જડ-ચેતનનું ભેદજ્ઞાન સમજી શકે છે. જ્યારે અજ્ઞાની આત્મધર્મને (પાતાના ધર્મને) સમજી શકતા નથી. તે કેવળ જડની પાછળ દોડે છે. જૈન દર્શનમાં જ્ઞાનની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે- સ્વ પર વ્યવસાયિ જ્ઞાન' પ્રમાળમ્ । ” સ્વ અને પરના નિશ્ચય કરનારુ જ્ઞાન પ્રમાણ છે. આ સૂત્રથી જ્ઞાની આપણને સ્વ અને પરનુ` ભેદજ્ઞાન કરતાં શીખવાના મેધ આપે છે. બૂઝાઈ ગયેલા હજારા દીપક કરતાં સળગતા એક દીપક સારા. બહારના પ્રગટાવેલાં હજારા દીપક કરતાં આત્માના પ્રકાશનુ એક કિરણ પ્રગટાવવુ તે શ્રેષ્ઠ છે. કે જે પ્રકાશ કિરણ વડે જીવન અને મરણુ વચ્ચેનાં ભેદને સમજી તેંહુબંધનથી મુક્ત ખની શકીએ. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે એટલેા ભેદ છે કે જેટલે ભેદ સળગતી અને બૂઝાયેલી મીણુખત્તી વચ્ચે છે. સળગતી મીણબત્તી પેાતાને પ્રકાશિત કરે છે ને પોતાની નજીકમાં રહેલા પદાર્થાન પણ પ્રકાશિત કરે છે. જ્યારે ખૂઝાયેલ મીણુખત્તી નથી પાતાને પ્રકાશિત કરતી કે નથી પદાર્થાને કરતી. આટલા માટે જ્ઞાની કહે છે કે આત્માના દીપક પ્રગટાવે.
જ્યારે આત્મામાં જ્ઞાન–વિવેકને દીવડા પ્રગટે છે ત્યારે તે દુાને દૂર કરી સદ્ગુણ્ણાના સંગ્રહ કરવા માંડે છે, અને એના અંતરની રાત-દિવસ એક જ ઝંખના હાય છે કે હે પ્રભુ ! ભવસાગરમાં ભ્રમણુ કરાવનાર એવા મારા કર્મો ખપાવીને હું જલ્દી દુઃખથી મુક્ત બની મેાક્ષમાં કયારે જઈશ ? આવી તેની ઝંખના ઢાય છે. તેને આ સસારના કોઈ પણ પદાર્થો પ્રત્યે મમતા રહેતી નથી. એને તે ભગવાનના વચન ઉપર અતૂટ શ્રધ્ધા હેાય છે. ભગવંતની વાણી ઉપરની શ્રધ્ધા એ આત્માને અમર બનાવનાર સંજીવની છે. શ્રધ્ધાથી માનવી મહાન બની શકે છે. અને કમ શત્રુથી નિભય ખની શકે છે.
એક વખત એક વિધવા માતા તેના વહાલસેાયા દીકરાને તક્ષશિલા ભણવા માટે