________________
શારદા શિખર દઈ છૂટવું પણ કેઈનું લેવું નહિ તે દેવવૃત્તિ છે. અને જેની બીજાની પાસેથી લેવાની વૃત્તિ છે પણ સમય આવ્યે દેવાની વૃત્તિ નથી તે આસુરી વૃત્તિ છે. અહીં અરહનક આદિ વહેપારીઓએ કુંભક રાજાને દિવ્ય કુંડળ અને રને ભેટ આપ્યા તે લઈને રાજાએ શું કર્યું? ____ "तए णं से कुभए राया ते अरहन्नगे पामोक्खे नावावणियगे विउलेणं वत्थ गंध ગાવ હુવં વિચારે ત્યાર પછી તે કુંભક રાજાએ અરહ-નક પ્રમુખ સાંયાત્રિકોનું વિપુલ વસ્ત્રો, સુગંધિત માળાઓ અને અલંકારે વડે તેમનું સન્માન કર્યું. સન્માન કરીને તેમની વસ્તુઓ પર કર (મહેસૂલ) માફ કર્યો. અરહનક આદિ વહેપારીઓ પાસેથી ક્યવિજ્ય ઉપર મારા રાજકર્મચારીએ કર લે નહિ તે પરવાને-આજ્ઞાપત્ર રાજાએ તેમને લખી આપે.
જુઓ, કુંભરાજા કેવા ગંભીર ને ઉદાર છે. તેમને મૂલ્યવાન વસ્ત્રો, આભૂષણે અને સુગંધિત માળાઓ આપીને તેમનું બહુમાન કર્યું. તેમને મીઠા વચનથી પ્રેમપૂર્વક પૂછયું કે તમે કયાંથી આવે છે? ત્યારે તેમણે કહ્યું કે અમે ચંપાનગરીથી વહેપાર કરવા માટે આવ્યા છીએ. ત્યારે કુંભકરાજાએ કહ્યું- તમે મારી નગરીમાં ખુશીથી રહે ને વહેપાર કરી ઘણું ધન કમાઓ. તમે જે માલ લઈને આવ્યાં છે તેનું વેચાણ કરો ને નેવે માલ ખરીદે.
બંધુઓ! તમે આ ધર્મસ્થાનકમાં શા માટે આવ્યાં છે ? કંઈક ખરીદવા આવ્યાં છે ને ? તમારા અંતરમાં રાગ-દ્વેષ અને કષાયના કચરા ભર્યા છે તેને બહાર કાઢીને વીતરાગવાણીનું શ્રવણ કરી તેમાંથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દયા, ક્ષમા, સરળતા વિગેરેને કિંમતી માલ ખરીદ કરે. વીતરાગના સંતે તેમની પાસે જે માલ ભર્યો છે તે તમને રોજ બતાવે છે. તેમાંથી તમને જે પસંદ પડે તે લઈ લે. આગળનાં શ્રાવકે ભગવાનના સમોસરણમાં વાણી સાંભળવા માટે જતાં હતાં. એક વખત વાણી સાંભળીને કંઈક મહારાજાઓ ને રાજકુમારે વૈરાગ્ય પામી જતાં અને ભગવંતને કહેતાં હતાં કે પ્રભુ ! અમે અમારા માતા પિતાની આજ્ઞા લઈને આપની પાસે દીક્ષા લેવા માટે આવીએ છીએ. ત્યારે ભગવંત શું કહેતા ? “દાસુદં રેવાળુજિવા મા વિર્ષ ” હે દેવાનુપ્રિય! તમને નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા થઈ છે. સંયમ પંથે પ્રયાણ કરીને કલ્યાણ કરવા માટે તમારા આત્માને વેગ ઉપડે છે તે તેમાં વિલંબ કરશે નહિ.
- હવે અરહનક શ્રાવક આદિ વહેપારીઓનું કુંભકરાજાએ વસ્ત્રાભૂષણે આપીને સન્માન કર્યું અને તેમને કર માફ કરી મિથિલા નગરીમાં વહેપાર કરવાને પરવાને લખી આપે. આટલું કરીને વિદાય ન કર્યા પણ તેમને માટે શું કર્યું?