________________
શારદા શિખર કે હે માતા-પિતા ! મેં અજ્ઞાનવશ આપ બંને પ્રત્યે મહાન અન્યાય કર્યો છે. આપને ખૂબ કષ્ટ આપ્યું છે. તે આપ મારા અપરાધને ક્ષમા કરજે. તેમજ હે માતા-પિતા મારા ઉપર આપને મહાન ઉપકાર છે. હું તે અનાથ હતા. પહાડ ઉપર શીલા નીચે પડ હતું. ત્યાંથી ઉપાડી લાવીને તમે મારું પાલન પોષણ કરીને મને માટે કર્યો. આપે મને સહેજ પણ ઓછું આવવા દીધું નથી. પણ મેં બાળક બુધિમાં આપને ખૂબ હેરાન કર્યા હશે! તે બધી મારી ભૂલની હું આજે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગું છું.
“મેં બાલક હું જનની થાશે, જનની મુઝે ભૂલજે નય,
બાર બાર હૈ કહના તુમકે, રાખજે હૃદયમાંય હે, શ્રોતા. હે માતા ! હું સદાને માટે તારે લાડીલે પુત્ર છું. તું કદી મને ભૂલતી નહિ, મારે વધુ જગ્યા નથી જોઈતી. એક રત્ન જેટલું તારા દિલમાં મારે માટે સ્થાન રાખજે. હું તેમાં સમાઈ જઈશ. આટલી મારી વિનંતી ધ્યાનમાં રાખજે. તમારે ઉપકાર ને પ્રેમ હું કદી ભૂલીશ નહિ. વારંવાર હું આપની પાસે ભૂલની ક્ષમા માંગું છું. મારા જન્મદાતા માતા-પિતાને મેં અત્યાર સુધી જોયાં નથી. આજ સુધી મેં આપ બંનેને જ માતા-પિતાના રૂપમાં દેખ્યાં છે. તેથી જે આપ બંનેની આજ્ઞા હોય તે હું મારા જન્મદાતા માતા-પિતાના દર્શન કરું.
બંધુઓ ! પુત્ર ગમે તેટલે કદાચ અવિનયી હોય, તેફાની હોય પણ માતાપિતા તે તેને નેહની દ્રષ્ટિથી જુએ છે. અહીં પ્રદ્યુમ્ન તે ખૂબ વિનયી હતું. તેણે પિતાને દેષ ન હોવા છતાં પિતાને દેષ માનીને માતા-પિતા પાસે ક્ષમા માંગી. ત્યારે રાજા-રાણ બંનેને લજજા આવી ગઈ. રાજાના મનમાં ખૂબ દુઃખ થયું. અહે ! આ પુત્રથી મારી શોભા હતી. મેં આવા રત્ન જેવા પુત્રની કદર ન કરી. રાણીના રાગમાં પડીને હું એને મારવા ઉઠે ત્યારે એના માતા પિતા યાદ આવ્યાં ને ! રાણીના મનમાંથી વિષયવાસના દૂર થઈ ગઈને તેને પોતાના પાપને પ્રશ્ચાતાપ થશે. અહો ! મેં પાપણીએ આ શું કર્યું? મેં જેને રમાડ, ખેલા, પુત્રને પ્રેમ આપી જાનથી માટે કર્યો. તેના સામે કુદષ્ટિ કરી ! ને તેને કલંક ચઢાવ્યું ! મારું શું થશે? આમ કહી પ્રદ્યુમ્નકુમારને બાથમાં લઈ ભેટી પડી રડતી રડતી કહે છે બેટા! આ તારી પાપણી માતાનું શું થશે ? જુઓ, પહેલાં આવે ત્યારે એની દૃષ્ટિ કેવી મલીન હતી! હવે તે પવિત્ર બની ગઈ. પ્રદ્યુમ્નકુમારે માતાને સમજાવીને ખૂબ શાંત કરી. પણ એને તે એટલું બધું દુઃખ થયું કે મારે તો પુત્ર પણ ગયે ને વિદ્યા પણ ગઈ. ચોરની મા કેઠીમાં મેં નાંખીને રડે તેવી રાણીની સ્થિતિ થઈ પિતે માટી ભૂલ કરી છે એટલે નીચું જોઈને બેસી ગઈ.