________________
શારદા શિખર
બંને પ્રદ્યુમ્નકુમારની સામે જોવાની હિંમત કરી શકતાં નથી. તેમજ પ્રદ્યુમ્નકુમારને જવાની આજ્ઞા આપતાં તેમની જીભ ઉપડતી નથી. હવે પ્રદ્યુમ્નકુમારને સેળ વર્ષ પૂરા થયા છે. સીમંધરસ્વામીના વચન છે કે રૂક્ષમણીને સોળ વર્ષ પછી તેને નંદ મળશે. એ સમય આવી ગયો છે. એટલે ગમે તેમ કરે તે પણ તે જવાને છે. હવે પ્રદ્યુમ્નકુમાર દ્વારકા જવા તૈયાર થયેલ છે. રાજા-રાણીની કેવી દશા થશે ને શું બનશે તેના ભાવ અવસરે.
આ
વ્યાખ્યાન નં. ૮૬ આસો સુદ ૧૦ ને શનિવાર
તા. ૨–૧૦-૭૬ અનંત જ્ઞાની, સ્વાદુવાદના સર્જક, મિથ્યાવાદના ભંજક અને સજ્ઞાનના ઉપદેશક વીતરાગ ભગવંતે ભવ્ય જીવોને ઉપદેશ આપતાં કહે છે કે હે ભવ્ય છે ! તમે પૂર્વભવના મહાન પુયે આ માનવ દેહરૂપી ખેતરને પ્રાપ્ત કર્યું છે. તેમાં તમે જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, નિયમ રૂપી બીજ વાવી દીધાં છે. પણ એ બીજનાં પાકને લાભ જે તમારે સારી રીતે લે હોય તે ખૂબ સાવધાન રહે, જેમ ખેતરમાં ખેડૂત બીજ વાવ્યા પછી તેને પક્ષીઓ ખાઈ ન જાય તે માટે સજાગ રહે છે. તે રીતે માનવદેહ રૂપી ક્ષેત્રમાં વાવેલા બીજને પાક ખાઈ જવા માટે બેફામ બનેલી પાંચ ઈન્દ્રિઓ રૂપી વિશાળકાય પક્ષીઓ તાકીને બેઠા છે. એ પક્ષીઓની ચચે કોધ, માન, માયા, લોભ અને વિકારોથી ભરેલી ઘણી લાંબી છે. માટે તમે જે અસાવધાન રહેશે તે પાંચ ઈન્દિરૂપી પક્ષીઓ તેમની ખૂબ લાંબી અને તીક્ષણ ચાંચથી તમારે પાક ખાઈ જશે ને તમે હાથ ઘસતાં રહી જશે.
માનવદેહને ખેતરની ઉપમા આપીને મહાન પુરૂષ જીવને ચેતવણી આપે છે કે હે ભવ્ય જીવો! પ્રમાદ તથા નિદ્રાને ત્યાગ કરી જદી જાગૃત બને. કારણ કે જન્મજન્મના મિથ્યાત્વરૂપી તિમિરને ટાળીને સમ્યકત્વ રૂપી સૂર્યનાં કિરણે પ્રગટ કરવાની આ અમૂલ્ય તક છે. માટે ઝટ જાગે. જાગૃત બનીને સદ્ગુણ રૂપી આત્મિક ધનની સુરક્ષા કરે. સાચા સંતે તમને આ સુંદર માર્ગ બતાવશે પણ એ માર્ગે ચાલવું તે તમારે પડશે. અત્યારે આયુષ્યને દીપક જલી રહ્યો છે તેમાં જ્ઞાનરૂપી સૂર્યને વિશિષ્ટ પ્રકાશ પ્રાપ્ત કરી ભવ અટવીને લાંબે માર્ગ જલદી કાપી નાંખે. કારણ કે આયુષ્યને દીપક બુઝાઈ જશે તે અંધારું થઈ જશે પછી માર્ગ કેવી રીતે કાપી શકીશ? સંસ્કૃત લેકમાં કહ્યું છે કે “નિnfજ fમુ સૈ સાનમ, चौरे गते वा किमु सावधानम् ।"