________________
૮૧૮
શારદા શિખર જન્મદાત્રી માતાને ભૂલી ગયા છે. ફક્ત પાંચ વર્ષની ઉંમરની બાલિકાએ દાદીમાની કરૂણ કહાની સાંભળીને એ પડકાર કર્યો કે માતાપિતાની શાન ઠેકાણે આવી ગઈ. (અહીં પૂ. મહાસતીજીએ આ રોમાંચક કહાની ખૂબ વિસ્તારથી વર્ણવી હતી. અહીં ફક્ત તેને સાર ને છે. અને એ બતાવ્યું કે સંસાર કેવો છે ! સંસારનું સ્વરૂપ ખૂબ સુંદર રીતે સમજાવ્યું હતું).
આ બાલિકાએ પોતાના જન્મ દિવસના મહત્સવ નિમિત્તે દાદીનું દુઃખ ટાળ્યું. અહીં પુત્રીના ચાતુર્માસિક સ્નાન મહત્સવના દિવસે રૂકિમ રાજાએ ઘણું દુઃખીઓને દાન આપી તેમનું દુઃખ દૂર કર્યું. અને વાજતે ગાજતે રાજમાર્ગ ઉપર પુષ્પમંડપ તૈયાર કરાવ્યો હતો ત્યાં આવ્યાં. ઘણાં નગરજને આ નાન મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યાં છે. મોટે મંડપ માણસોની ભીડથી નાને દેખાવા લાગ્યા. મહારાજા હાથી ઉપરથી ઉતરીને મંડપમાં જઈ પૂર્વ દિશા તરફ મુખ રાખીને પિતાના સિંહાસન પર બેસી ગયા. બધી માનવમેદની યથાસ્થાને ગોઠવાઈ ગઈ. ત્યાર પછી અંતઃપુરની સીએાએ સુબાહુકુમારીને તેને માટે ખાસ તૈયાર કરાવેલાં પટ્ટક ઉપર બેસાડી. પટ્ટક એટલે બાજોઠ. આ રાજાએ કુંવરીને સ્નાન કરવા માટે બેસાડવાને સોનાને રત્નજડિત બાજોઠ બનાવડાવ્યું હતું. તેના ઉપર સુબાહુકુમારીને બેસાડી. તેને નાન કરવા માટે કિંમતી સુગંધિત પદાર્થો નાંખીને સુગંધિત જળ તૈયાર કરાવ્યું હતું. અંતઃપુરની જીએ તેને એક જગ્યાએ લઈ ગઈ અને તે વી િશસ્ત્ર િજાતિ” સુગંધિત જળ વડે, વેત અને પીળા કળશ વડે તેને સ્નાન કરાવ્યું. વેત એટલે રૂપાનાં કળશ અને પીળાં એટલે સોનાનાં કળશ. સોના રૂપાનાં કળશ વડે સુબાહકુમારીને સ્નાન કરાવ્યું. "हावित्ता सव्वालंकार विभूसियं करेन्ति, करिता विउणा पायं वंदिउं उवणेति ।"
સારી રીતે તેને સ્નાન કરાવ્યા પછી તેને કિંમતી આભૂષણે અને વસ્ત્રો પહેરાવ્યા. સેળે શણગાર પહેરાવી સારી રીતે શણગારીને તેને પિતાના ચરણમાં વંદન માટે લઈ ગયા. સુબાહકુમારી જ્યાં રૂકિમ રાજા બેઠાં હતાં ત્યાં આવી. આવીને તેણે “ઘાયદા થા ” પિતાના ચરણોમાં વંદન કર્યા. “તપ રે જળ રવા सुबाहुदारियं अके निवेसइ, निवेसित्ता सुबाहु दारियाए रुवेण य जो. लाव. जाव વિgિ ” ત્યારબાદ રૂઝિમરાજાએ સુબાહુદારિકાને ઉપાડીને પોતાના ખોળામાં બેસાડી દીધી. બેસાડીને પિતાની પુત્રીનું રૂપ, યૌવન અને લાવણ્ય જોઈને વિસ્મય પામ્યા. અહે ! મારી પુત્રી કેવી સુંદર દેખાય છે. શું તેનું રૂપ છે ! જાણે કઈ દેવી ન હોય ! તેવી દેખાય છે. એમ પુત્રીનું રૂપ જોઈને આશ્ચર્ય પામેલાં રાજા પુત્રીના સામું જોવા લાગ્યા.