________________
શાસ્ટા શિખર જાંબુ, મોસંબી, સંતરા બધું લાવી આપીશ, પહેરવા માટે ભેજપત્ર આપીશ ને ચઠીનાં હાર, બંગડી વિગેરે દાગીના બનાવીને તેને પહેરાવીશ ને જંગલમાં મોજથી રહીશું. તમે તેની બિલકુલ ચિંતા ન કરો. તમારે આ અટવી પસાર કરવી હોય તે મને કન્યા આપીને જાઓ. ત્યારે કૌરવોએ કહ્યું હવે તારી બઈ હાંકવી છેડી દે. તું રાજકુંવરીને સાચવી નહિ શકે.
છોટે મુખસે બડી બાત નહીં, બોલેગા નર કેઈ,
જે બોલે તે ગાલ ચપેટા, પાયેગા નર સેઈ..હે શ્રોતા. નાના મોઢે મોટી વાત કરવી તને શોભતી નથી. નાના મેઢે મોટી વાત કઈ કરે નહિ અને જે કરે તે ચાર તમાચા ખાય છે. માટે શક્તિ જોઈને વાત કર. તું આ રાજકન્યાનું દર્શન કરવાને પણ ચગ્ય નથી. કેઈ સામાન્ય સ્ત્રી તારા વિકરાળ સ્વરૂપને જોઈને ડરી જાય તે આ કેમળ રાજકુમારીનું શું ગજું! ત્યારે કેઈએ. કહ્યું કે જો તારે આ ઉદધિકુમારી સાથે પરણવું હોય તે તપ કર. તે તને આવતા ભવમાં તારે મને રથ સફળ થશે. પણ આ ભવમાં તે તને નહિ મળે. આ રીતે ખૂબ કહ્યું પણ ભીલ તે કેઈની વાત માનતા નથી. તેણે કહ્યું કુંવરી આપે તે જવા દઈશ. નહિતર નહિ જવા દઉં. ભીલની આ વાત સાંભળી કૌરવો ખૂબ ઉશ્કેરાઈ ગયા. હવે કૌરને ઉશ્કેરાટ વધશે ને તેમની સામે આ ભીલ પિતાના પરાક્રમથી કેવી રીતે ઉદધિકુમારીને મેળવશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૮૯ આ સુદ ૧૩ ને મંગળવાર
તા. ૫-૧૦-૭૬ અનંત કરૂણાસાગર શાસ્ત્રકાર ભગવંત ત્રિલેકીનાથે જગતનાં જેનાં કલ્યાણ અર્થે સિધ્ધાંતરૂપ વાણીની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિધ્ધાંત. ભગવાનની વાણીમાં અનંત સામર્થ્ય રહેલું છે.
જેમ ઉગતા સૂર્યનું એક કિરણ વિશ્વ ઉપર વ્યાપેલાં અંધકારને નાશ કરે છે, કલ્પવૃક્ષને એક અંકુર પણ દરિદ્રતાને નાશ કરે છે. સિંહનું નાનું બચ્ચું હાથીઓનાં સમુહને ભગાડી શકે છે, અગ્નિને એક તણખે લાકડાની ગંજીને બાળીને સાફ કરી નાંખે છે અને અમૃતનું એક બિન્દુ રોગને નાશ કરે છે. તે રીતે વીતરાગ પ્રભુના એક વચન ઉપર પ્રતીતિ થાય તે મિથ્યાત્વ રૂપી અંધકારને નાશ થયા વિના નહિ રહે. પણ તમને સંસારના કાર્યમાં જેટલી શ્રદ્ધા છે તેટલી વીર પ્રભુના વચનામૃત પ્રત્યે નથી.