________________
૮૨૪
શારા લિખા લૂંટાઈ જશે, મારું શું થશે ? આમ કલ્પનાથી ભય ઉભા કરે છે. પણ આત્મદશાનું ભાન થયા પછી કઈ ભય નથી. વીતરાગ પ્રભુની વાણી આત્મસ્વરૂપનું ભાન કરાવનારી છે. મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. રૂઝિમરાજાએ મલ્લીકુમારીના રૂપની ખૂબ પ્રશંસા સાંભળી. તેથી દૂતને કહે છે કે મિથિલા રાજધાનીમાં જાઓ અને ત્યાં જઈને કુંભકરાજાને કહો કે તમારી પુત્રી મલ્લીકુમારીને કુણાલ દેશાધિપતિ રૂકિમ રાજા ચાહે છે. આ પ્રમાણે પોતાના સ્વામીની આજ્ઞા મેળવીને દૂત રથમાં બેસીને મિથિલા નગરી તરફ જવા રવાના થયે. ત્રણ રાજાનાં દૂત મિથિલા નગરી જવા રવાના થયા છે. હવે ચોથા રાજાની વાત સિદ્ધાંતકાર બતાવે છે.
तेणं कालेणं तेणं समएणं कासी नाम जणवए होत्था, तत्थ णं वाणारसी नाम નજર ઢો! તા if iણ નામ ના થા તે કાળને તે સમયે એટલે મલ્લીનાથ ભગવાનના સમયમાં કાશી નામને દેશ હતું. તેમાં વાણારસી નામે નગરી હતી. તે કાશી દેશના અધિપતિ શંખ નામે રાજા રહેતા હતા. કાશીદેશ પવિત્ર ગણાય છે. ઘણાં માણસો કાશીમાં વિદ્યાભ્યાસ કરવા માટે જાય છે. આ કાશી દેશના શંખ રાજા ખૂબ પવિત્ર અને પ્રમાણિક હતા. સાથે પ્રજાપ્રિય પણ હતા. એટલે તે સદા પ્રજાનું કેમ હિત થાય, મારા દેશની પ્રજા સુખી કેમ બને તે રીતે ન્યાયથી રાજ્ય ચલાવતા હતા. એટલે પ્રજાને રાજા તરફથી ખૂબ સંતેષ હતે. અરસપરસ રાજા અને પ્રજા બંને ખૂબ સુખી હતા. શંખરાજાના રાજ્યમાં ગરીબ, શ્રીમંતના ભેદભાવ ન હતા. સૌને સરખો ન્યાય મળતું હતું. પવિત્ર દેશમાં રાજા અને પ્રજા આનંદપૂર્વક રહેતાં હતાં. આ સમયમાં શું પ્રસંગ બને તે વાત હવે કહેવામાં આવે છે.
तए णं तीसे मल्लीए विदेह राजवर कन्नाए अन्नया कयाई तस्स दिव्वस्स कुंडल जुयलस्स संघी विसंघडिए यावि होत्था।
એક વખત વિદેહ રાજવરની શ્રેષ્ઠ કન્યા મલીકુમારીનાં દિવ્ય કુંડળની સાંધ તૂટી ગઈ. જે કુંડલ અરહનક શ્રાવકને દેવે આપ્યા હતા ને તે કુંડલ તેણે કુંભક રાજાને ભેટ આપ્યા હતા. કુંભક રાજાએ પિતાની વહાલી પુત્રી મલ્લીકુમારીને પહેરાવ્યા હતા. મલ્લીકુમારીનું એવું રૂપ હતું કે તેના રૂપથી એ કુંડલ શોભી ઉઠયા હતાં. ઘણીવાર એવું બને છે કે માણસ દાગીના પહેરવાથી શેભે છે પણ મલ્લીકુમારી માટે એવું ન હતું. એનું રૂપ એવું દિવ્ય તેજસ્વી હતું કે એનાથી દાગીના શોભી ઉઠયા હતા. આ કુંડળ તે દિવ્ય હતા પણ કેઈ સુંદર દાગીને જોઈને તમે એમ કહે છે ને કે આ દાગીને કે સુંદર ઘડે છે કે એને સાંધે કયાંય દેખાતું નથી. સોની ઘાટ ઘડવામાં ચતુર હોય તો એમ બની શકે. પણ સાથે કર્યા વિના કેઈ દાગીને બનતું નથી. ગમે તે જગ્યાએ એક સાંધે તે હેય, મલીકુમારીનાં કુંડલ દિવ્ય હતાં છતાં તેની સાંધ તૂટી ગઈ,