________________
શારદા શિખર
ત્રિખંડ અધિપતિ કુણુવાસુદેવ તારા પિતા છે ને ગુણીયલ રૂકમણી તારી માતા છે. આવા પવિત્ર યાદવ વંશમાં તારો જન્મ થયો છે. હું તને લઈ જવા માટે આવ્યા છું. તારા વિશે તારી માતા અને પિતા ઝૂરે છે. માટે હવે તું વિલંબ કર્યા વિના મારી સાથે ચાલ. માણસ જે ખરા સમયે ન આવે તે તેની કઈ કિંમત નથી. વરસાદ ચોમાસામાં વરસે તે તેની કિંમત છે. પણ જે ફાગણ કે ચિત્ર મહિનામાં ગમે તેટલે વરસે તે તેની કઈ કિંમત નથી. જ્યારે રાવણ સીતાજીને ઉઠાવી ગયો ત્યારે રામચંદ્રજી મુંઝાયા. તે વખતે તેમને સાચો ભક્ત હનુમાન દોડીને આવે ને દુઃખમાં રામચંદ્રજીને સહાય કરી સીતાજીને પત્તો મેળવી આપે. અને સીતાજીને લેવા જતાં વનમાં સુશ્રી રામચંદ્રજીને મદદ કરી. તે તેની કિંમત અંકાણી. તે રીતે હે પ્રદ્યુમ્નકુમાર ! અત્યારે તારી માતા તારા માટે કાળા પાણીએ રડે છે. કૃષ્ણજી પણ ઉદાસ બન્યાં છે. આ વખતે તું ત્યાં આવીને તારા માતા-પિતાને શાંતિ પમાડ. તું જહદી ચાલ. તારી શોધ કરવામાં તે તારા મા-બાપે બાકી નથી રાખ્યું. બીજી પણ એક વાત કહું છું તે સાંભળ.
“ભામાં સુતકે ખ્યાહ બીચમેં, જાવે માત શીર કેશ,
જે જાવે તે વહ નહીં જા, તુમ મન હેય કલેશ .શ્રોતા તારા પિતાજીને ઘણી રાણીએ છે. તેમાં સત્યભામા નામની તારી સાવકી માતા, છે. તેણે તારી માતા સાથે શરત કરી છે કે મારો પુત્ર પહેલે પરણે તે તારું માથું મુંડાવીને મારા પગ નીચે તારા વાળ કચરવા અને તારે પુત્ર પહેલે પરણે તે મારું માથું મુંડાવીને મારા વાળ તારા પગ નીચે કચરવા. તે હવે તેને પુત્ર મોટે થયો છે. જે તે દ્વારકા અત્યારે નહિ આવે ને એને પુત્ર પહેલો પરણી જશે તે તારી માતા રૂકમણીને માથું મુંડાવવું પડશે. એના માથાના વાળ ઉતારવામાં આવશે તે તે જીવતી રહેશે નહિ. તે ઝુરીને પ્રાણ કાઢશે. માટે હવે તું જહદી કર.
નારદજીની વાત સાંભળીને પ્રદ્યુમ્નના મનમાં થયું કે જે મારી માતાની આવી દશા થતી હોય તે મારે તરત જવું જોઈએ. એટલે તેણે કહ્યું કે આપની વાત સે ટકા સાચી છે. હવે મારે મારા જન્મદાતા માતા-પિતાના દર્શન કરવા છે પણ કાલસંવર રાજા પિતા અને કનકમાલા માતાને મારા ઉપર મહાન ઉપકાર છે. હું તેમની પાસે જાઉં, તેમને વંદન કરું અને પછી તેમની આજ્ઞા લઈને આવું છું. એમ કહીને તે માતા-પિતા પાસે ગયો.
વિદાયગિરી માટે પાલક માતાપિતાની અનુજ્ઞા - પ્રદ્યુમ્નકુમાર, કાલસંવરરાજાના મહેલે આવ્યો. આ વખતે રાજા-રાણી બને ગમગીન બનીને બેઠાં હતા. તેમની પાસે જઈને વિનયપૂર્વક બંનેને પ્રણામ કરી નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા