________________
શાળ ખર એટલે સંસારમાં બીજે કઈ સુખી નથી. પ્રેક્ષક નાટકમાં આવે છે, બેસે છે, એ છે ને સમય પૂરો થતાં રવાના થાય છે. એને નથી પડદા સંકેલવાના કે નથી ગોઠવવાના. એને નથી સામાન ઉઠાવવાનું કે નથી મૂકવાનો. એ તે તટસ્થતાથી સમભાવથી નાટક જુએ છે, તે રીતે જે સાધક આત્મલક્ષી છે તે સાધનને નથી જેતે પણ સાધ્યને પરમાત્માને જુએ છે. એને નામથી નહિ પણ રામથી કામ છે. સાધને ચાલ્યાં જતાં એને નથી ઉદ્વેગ કે નથી ખેદ. નામ ભૂંસાઈ જતાં નથી દુઃખ એ તે જાણે છે કે હું તે અનામી છું, એકલો છું. નામ કેઈએ આપ્યું હતું. ને એમણે ભૂંસી નાંખ્યું.
આત્માને આવી સમજણ આવી જતાં આત્મા બાહ્ય સાધનથી પાછો વળી સ્વ તરફ વળે છે. અને સંસારમાં આનંદથી જીવે છે. વસ્તુ ખસી જતાં એને કલેશ થતું નથી. વિદાય વખતે મૂકવાનો સમય આવે તે એ સમજે છે કે આમાં મારું હતું જ શું? કે જે મારે છેડવું પડે તેમ છે. મારું જે છે તે તે મારી સાથે છે. જેની નજર આત્મ સામ્રાજ્ય તરફ છે તે ધૂળમાં વિસર્જન થનાર દેહની દુનિયામાં રાચે ખરો? આપ એટલે તે વિચાર કરે કે દેહ છોડયા પછી આત્મા સાથે શું લઈ જાય છે? આખી જિંદગીમાં આટલા મન્યા, આટલા ગુમાવ્યા. આવી બાલ રમતમાં જીવન પૂર્ણ થયું પણ જે આધ્યાત્મિક ઓળખ ન થઈ, સ્વ તત્વની પહચાન ન થઈ કે હું કેણુ? આમાં મારું શું ? એ માટેનું જોઈતું જ્ઞાન ન મળ્યું તે તમે આજે જે સંચય કર્યું છે તે બીજાને માટે જ ને ? તમે સંચય કરે છે ભેગું કરે છે ને બીજાને આપીને ચાલ્યા જાય છે પણ પિતાને માટે શું? જીવને હજુ મારું સ્વરૂપ શું? એને અનુભવ નથી. એટલે માનવ સાધન પાછળ દેટ મૂકે છે. સાધનને મોહ માનવને પરવશ કરી મૂકે છે. ઘણીવાર સાધનની ભુખ તૃપ્ત કરવા તે ધર્મસ્થાનમાં ને સાધુસંતે પાસે આંટા મારતા હોય છે. ત્યાં ધર્મ કરતે હોય છે પણ પિતાને સાધન કેમ મળે અને પિતાનું નામ કેમ આગળ આવે તેનો આડકતરી રીતે વિચાર કરતે હોય છે. ટૂંકમાં બાહ્ય ભાવ છોડી આત્મા તરફ વળે.
કુણાલ દેશમાં શ્રાવતી નગરીને રૂકિમ રાજા નીતિ સંપન્ન છે. તેની રાણી કેણ છે તે વિશેષ ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર –પ્રદ્યુમ્નકુમારને વિનય અને ક્ષમાનો ગુણ જોઈને કનકમાલાની મતિ સુધરી ગઈ. અરેરે.મેં પાપણુએ હાથે કરીને રત્ન જેવો દીકરે ગુમાવ્યું. હાય... હવે શું કરું? એમ કહીને રડે છે. કાલસંવર રાજાની આંખમાં પણ આંસુ આવ્યા. કારણ કે જન્મદાત્રી માતા પાસેથી તે છ દિવસમાં વિખૂટે પડે છે. એટલે કનકમાલાને જ પ્રેમ એણે જ છે. એને આ માતા-પિતાને સનેહ છૂટતો નથી,