________________
શારા પર પ્રત્યે મને માન હતું. આપની વિદ્યાના પ્રભાવથી આ૫ કેવા સુંદર વિમાનની રચના કરશે એમ હું માનતે હતે પણ આપનું વિમાન તે તદ્દન નકામું નીકળ્યું. નારદજી સમજી ગયા કે આ છોકરે મહા ચતુર છે. મારાથી એને પહોંચી શકાશે નહિ. એટલે તેમણે શરમાઈને કહ્યું કે વત્સ! હવે તે હું ઘડ૫ણથી ખખડી ગયે છે તેથી મારી રચના પણ એવી જ હેય ને? તું યુવાન છે માટે હવે તું વિમાનની રચના કર.
નારદજીની આજ્ઞા થવાથી પ્રદ્યુમ્નકુમારે સુંદર અને વિશાળ એક વિમાનની રચના કરી. તે વિમાન સેનાનું હતું. તેના ઉપર સોળ પ્રકારનાં રત્ન જડેલાં હતાં. તે મોટી મોટી ધ્વજાઓથી શણગારેલું હતું. અને મોટા મોટા ઘંટોથી યુક્ત હતું. તેના ઉપર રહેલી જાઓ પવનથી એવી ફરકતી હતી કે જાણે તે આકાશને સ્પર્શ કરતી ન હોય! તેમ લાગતું હતું. વાવ, કૂવા, તળાવ વિગેરેથી સુશોભિત હતું. હંસ, મર વિગેરે પક્ષીઓથી, નાળીયેર, કેળ વિગેરે વૃક્ષેથી, ચામરે તેમજ વાજિંત્રોથી તે વિમાન શોભાયમાન હતું. તેમાં ઘણું ઝરૂખા હતાં. આવા વિમાનની રચના કરીને પ્રધુને નારદજીને કહ્યું કે હે પ્રભુ! જે આ વિમાન યોગ્ય હોય તે આપ તેના પર ચઢે ને જુઓ કે આ વિમાન કેટલું તીવ્ર ગતિએ ચાલે છે ! જુઓ, તમારૂં બનાવેલું વિમાન તે કેવું ધીમે ધીમે ચાલતું હતું ! મારું બનાવેલું વિમાન કેવું ઝડપી ચાલે છે. તે જોઈ લેજો. આમ કહીને તેણે નારદજીને સંભળાવી દીધું. અને બધા વિમાનમાં બેસી ગયાં. તેણે વિમાન આગળ ચલાવ્યું વિમાન ચાલે છે પણ પ્રદ્યુમ્નકુમારને તેમાં નવરા બેસી રહેવું ગમતું નથી. એટલે કંઈક કંઈક કૌતુક કર્યા કરે છે. નારદજીએ કહ્યું- બેટા! જલ્દી વિમાન ચલાવ. તારી માતા રૂક્ષમણી તને મળવા આકુળ-વ્યાકુળ બની ગઈ છે.
ઉડતા વિમાને પ્રધુને કરેલી નારદજીની મશ્કરી ક નારદજીએ જલ્દી વિમાન ચલાવવાનું કહ્યું ત્યારે પ્રદ્યુમ્ન વિમાન ધીમે ધીમે ચલાવ્યું. ત્યારે નારદજીએ ફરીને કહ્યું કે કુમાર ! જલ્દી વિમાન ચલાવે અને વિયેગની અગ્નિથી સળગી રહેલ રૂકમણીની મુખક્રાન્તિને આપના મુખરૂપી અમૃતથી સિંચીને પલવિત કરે. જે તમારી માતાનું દુઃખ નાશ ન પામે તે તમારા જેવા શક્તિશાળી પુત્ર હોવાનું પ્રજન શું ? આ પ્રમાણે નારદજીએ કહ્યું એટલે પ્રદ્યુમ્ન વાયુ વેગે વિમાન ચલાવ્યું. અને પિતાની વિદ્યાના બળથી નારદજીના મસ્તક ઉપર વજ સમાન જટા બનાવી દીધી. આવું કરવાથી નારદજીના શરીરમાંથી પરસે છૂટી ગયે. તેમનું શરીર ધજવા લાગ્યું. મોઢામાંથી દાંત પડી ગયા. હાથ પગ જાણે કેઈએ બાંધી દીધા હોય તેમ અકડાઈ ગયા. ત્યારે નારદજીએ ક્રોધે ભરાઈને દુઃખી થઈને કહ્યું. અલ્યા કરા!. તું આ શું કરે છે? તારા માતા, પિતા અને ભાઈઓને મળવા માટે ઉત્સાહભેર