________________
શારદશિખર જ્યારે દુર્યોધનની પત્ની ગર્ભવતી હતી અને તારી માતા પણ ગર્ભવંતી હતી. જ્યારે આપને જન્મ પણ થયે ન હતું ત્યારે દુર્યોધને તમારા પિતા કૃષ્ણજીને વચન આપ્યું હતું કે તમારે ત્યાં પુત્ર જન્મ ને મારે ત્યાં પુત્રી જન્મશે તે હું મારી પુત્રી આપના પુત્ર સાથે પરણાવીશ. એટલે તેઓ તેમની પુત્રી આપને આપી ચૂકેલાં છે. પણ ભાવિ વશ તમારા જન્મ પછી છ દિવસમાં દેવે તમારું અપહરણ કર્યું. ત્યાર બાદ તમારી માતા સત્યભામાએ પણ પુત્રને જન્મ આપે. તેનું નામ ભાનુકુમાર પાડવામાં આવ્યું છે. તમારું અપહરણ થયા પછી ખૂબ શોધખોળ કરાવી પણ જ્યારે ક્યાંય આપ મળ્યાં નહિ ત્યારે તમારી માતા રૂક્ષમણી ખૂબ દુઃખી થઈ ગઈ અને સત્યભામાં હરખાવા લાગી.
તું સોળ વર્ષ પછી તારા માતા પિતાને મળીશ તેવી દુર્યોધનને કંઈ ખબર નથી એટલે સત્યભામાના પુત્ર ભાનુકુમાર સાથે પરણાવવા માટે ઉદધિ કુમારીને લઈને દુર્યોધન આદિ કરિ મટી સેના સાથે જઈ રહ્યા છે. હવે હું તને એટલા માટે જ ઉતાવળ કરવાનું કહું છું. જે તું જલદી નહિ પહોંચે અને આ ઉદધિકુમારી સાથે સત્યભામાના પુત્ર ભાનુકુમારના લગ્ન થઈ જશે તે સત્યભામાએ રૂક્ષમણી સાથે બનેલી હાડ પ્રમાણે તારી માતાનું માથું મુંડાશે. ત્યારે પ્રધુમ્નકુમારે હસીને કહ્યું-ઝષિશ્વર ! એ ભાનુડામાં શું પાણી છે ! હું ઉદધિકુમારીને પરણીશ ને સત્યભામાનું માથું મુંડાવીશ. મારી માતાનું માથું મુંડાવા નહિ દઉં. તમે મને જવાની આજ્ઞા આપે તે હું એ ઉદધિકુમારીને લઈ આવું. એને આગળ જવા જ ન દઉં તે ભાનુડે ક્યાંથી પરણે? પાણી પહેલાં પાળ બાંધી દઉં તે મારી માતાનું મસ્તક મુંડાવાને પ્રસંગ જ ન આવે. નારદજી કહે છે છોકરા ! તું તે બડે ચાલાક છે પણ હું તને નહિ જવા દઉં. દ્વારકા પહોંચીને તારા માતા પિતાને હું તને સેંપી દઉં પછી તારે જેમ કરવું હોય તેમ કરજે. ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું-આપ જેવા હષિશ્વરના આશીર્વાદથી મને કંઈ વધે નહિ આવે. હું જલ્દી કન્યાને લઈને આવીશ. તમે વિમાનમાં બેસી રહેજો. આપ મને જવાની આજ્ઞા આપો. છેવટે નારદજીએ આજ્ઞા આપી. ઉદધિકારીને મેળવવા માટે પ્રધુમ્નકુમારે ધારણ કરેલું ભીલનું રૂપ
નારદજીની સંમતિ મળતાં પ્રદુકુમારે વિમાનમાંથી ઉતરીને વિદ્યાના બળથી ભયંકર ભીલનું રૂપ ધારણ કર્યું. અને જ્યાં દુર્યોધનની સેના ભોજન કરવા બેઠી હતી ત્યાં આવ્યું. તેનું શરીર તાડના જેવું ઉંચું હતું. હાથીની સૂંઢ જેવા લાંબા ને જાડા તેનાં હાથ હતાં. વૃક્ષની ડાળી જેવી જ હતી, તેના કાન સૂપડા જેવા હતા, દાંત ગધેડાં જેવાં ને નાક ચપટું હતું. બિહામણી લાલચોળ મટી તેની આંખો હતી. ગાલ બેસી ગયાં હતાં ને શરીર કાજળથી પણ કાળું હતું. પીળા કલરની