________________
શા પર સુબાહુ કુમારીને પટ્ટક ઉપર બેસાડી. સુબાકુમારીના સ્નાન મહોત્સવમાં ઘણું માણસો આવ્યાં છે. માટે વિશાળ મંડપ ના દેખાવા લાગે. હવે સુબાહુકુમારીને બધા કેવી રીતે સ્નાન કરાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર: પ્રદ્યુમ્નકુમાર સુંદર વિમાનમાં બેસીને નારદજી સાથે દ્વારિકા નગરીમાં જઈ રહ્યા છે. પ્રદ્યુમ્ન નારદજીના માથે મેટી લોખંડી વા જેવી જટા બનાવી. તેનાથી નારદજી ત્રાસી ગયા. ખૂબ કરગર્યા ત્યારે માયા સંકેલી લીધી ને વિમાન ધીમે ધીમે ચલાવવા લાગ્યા ત્યારે નારદઋષિએ કહ્યું–બેટા ! તું જલ્દી વિમાન ચલાવ. ત્યારે પ્રદ્યુમ્ન એવું ઝડપી વિમાન ચલાવ્યું કે નારદજી તે પ્રજી ઉઠયા. તેમને ચક્કર આવી ગયા. ત્યારે નારદજીએ કહ્યું આટલું ઝડપી શા માટે ચલાવે છે ? હું તે ગભરાઈ ગયે. ત્યારે ગુસ્સે થઈને પ્રધુને કહ્યું કે હું કેવી રીતે ચલાવું? ધીમે ચલાવું છું તે કહે છે કે જલ્દી ચલાવ ને જલદીથી ચલાવું છું. ત્યારે તમે કહે, છે કે ધીમું ચલાવ. લે મારે વિમાન નથી ચલાવવું. તમે તમારે વિમાનમાં બેસીને દ્વારિકા નગરી પહોંચી જાઓ મારે નથી આવવું. હું વનવગડામાં ક્યાંક ચાલ્યા જઈશ. (હસાહસ) પ્રદ્યુમ્નને રૂઆબ જેઈને નારદજી વિચાર કરવા લાગ્યા કે આ છોકરાને દ્વારિકા સહીસલામત પહોંચાડે ભારે છે. એના મા-બાપને શાંતિ પમાડવા જતાં વચમાં મારે કચરે નીકળી ગયે. આમ ગુસ્સો આવી જાય છે પણ અંદરથી પ્રેમ છે એટલે પાછા તેને મનાવવા જાય છે.
નારદજીએ આપેલું પ્રલોભન : નારદજી કહે છે બેટા ! તું આમ ગુસ્સે થઈશ નહિ મારી વાત સાંભળ, હું તો તારા હિત માટે કહું છું જે તારા માતા -પિતાએ તારા માટે મેટા મોટા રાજાઓની કુંવરીઓની માંગણી કરી છે. જે તું જલદી નહિ પહોંચે તે તારા ભાઈઓની સાથે તેમના વિવાહ થઈ જશે. આ માટે હું તને જહદી વિમાન ચલાવવાનું કહું છું. નારદજીએ આવું પ્રભન આપ્યું એટલે પ્રદુકુમારે જહદી વિમાન ચલાવ્યું. માર્ગમાં મોટાં મોટાં પર્વતે આવ્યા. આંબે, નાળીયેર વિગેરે અનેક મનહર વૃક્ષો તેણે જોયાં. આવું કુદરતી સૌંદર્ય જોતાં જોતાં તે આગળ વધ્યા. માર્ગમાં જ્યાં વૈરી દેવે પ્રદ્યુમ્નકુમારને છ દિવસને લાવીને મૂક હતે તે તક્ષક પર્વત આવ્યું. એટલે નારદજીએ તેને કહ્યું–જે તું છ દિવસને હતે ત્યારે દેવ તારું અપહરણ કરીને આ પર્વત ઉપર લાવ્યું હતું તે તને પર્વત ઉપરથી ફેંકીને મારી નાંખવા ઈચ્છતે હતે. પણ તે વખતે દેવવાણ થઈ કે એ ચરમશરીરી જીવ છે. કોઈપણ ઉપાયથી તે મરવાને નથી. એટલે દેવ આ મટી શીલા તારા ઉપર મૂકીને ચાલ્યા ગયા. પાછળથી કાલસંવર રાજા અને કનકમાલા અહીં આવ્યા ને તને લઈ ગયા. આ ભયંકર પર્વત જેઈને પ્રદ્યુમ્નકુમારની આંખમાં આંસુ આવી