________________
هاية
શારદા શિખર પીયુષનાં પાન કરાવતાં કહ્યું છે કે હે ભવ્ય જીવે ! અનંતકાળથી અજ્ઞાન દશામાં અટવાયેલા છે અશાંતિની આગમાં હેમાઈ રહ્યા છે. દરેક જીવને શાંતિ ગમે છે, શાંતિ ઈચ્છે છે પણ તમે કેઈને પૂછો કે ભાઈ! તને શાંતિ છે? તે તમને ભાગ્યે જ એ કઈ મળશે કે જે કહેશે કે મને શાંતિ છે. ઝુંપડીમાં વસનારને ત્યાં હવેલી ચણાઈ જાય અને પગ ઘસીને ચાલનારને મેટર મળી જાય છતાં તેની બહારની વૃત્તિ ઘટતી નથી ને અંતરની દિશા સૂઝતી નથી. તેનું કારણ એક જ છે કે માનવી વૃત્તિઓને ગુલામ બની ગયેલ છે. અને ભૌતિક સુખનાં નવા નવા સાધનના બંધનમાં જકડાઈ ગયો છે. આટલાં સાધને એને મળ્યા છતાં નવાં નવાં સાધને મેળવવાની ઘેલછામાં બહારના અસંખ્ય વિચારે તેના મગજમાં રમતા હોય છે. એટલે સાચી શાંતિ ક્યાં છે તેને તે વિચાર કરી શકતો નથી.
સાચી શાંતિ ક્યાંથી મળે? આ પ્રશ્ન જે માનવીના દિલમાં ઉઠે તે તેને ઉપાય થાય અને તેને માટે ઉપાય થાય તે જરૂર શાંતિ મળે. આજને માનવી શાંતિને ઈચ્છે છે. તેને માટે ઈલાજે કરે છે પણ આજે મોટા ભાગના મનુષ્યો અવળા ઉપાયે કરે છે. જેથી શાંતિ ઝાંઝવાના જળની માફક દૂર ને દૂર ભાગતી જાય છે, ને મનુષ્ય અશાંતિના તાપમાં શેકાઈ જાય છે. માનવી માને છે કે હું શાંતિ માટે પ્રયત્ન કરું છું છતાં સુખ કે શાંતિ મળતી નથી. દુઃખ અને અશાંતિ વધતી જાય છે. તેનું કારણ પુરૂષાર્થ અવળે છે. અને જયાં દુઃખ છે, અશાંતિની આગ છે ત્યાં સુખ અને શાંતિ છવ માની બેઠા છે. પછી શાંતિ કે સુખ ક્યાંથી મળે ? જે માગે જવું છે તે માર્ગનું જ્ઞાન ન હોય, તે માર્ગને જાણકાર મિયે પણ સાથે લીધે ન હોય તે સન્માર્ગને બદલે ઉન્માર્ગે ચઢી જવાય અને હેરાન થઈ જવાય છે. આજને માનવી શાંતિના સન્માર્ગથી ભૂલે પડી અશાંતિના ઉન્માર્ગે ચઢી ગયો હોય તેમ નથી લાગતું? લાગે છે. છતાં હજુ સન્માર્ગે આવવાનું જીવને મન થતું નથી. આ કેવી અવળાઈ છે !
મહર્ષિ પાતંજલિ એક વખત બેલ્યાં છે કે ભૌતિક સંપત્તિ, સાધને અને પદાર્થો જ્ઞાની આત્મા માટે અંગારા સમાન છે. એટલે કે પ્રાણીમાત્ર પદાર્થનાં મોત કારણે વિષય કષાયની જવાળામાં જલી રહ્યો છે. તમે એકાંતમાં બેસીને શાંત ચિત્તે વિચાર કરશે તે સમજાશે કે આખેય સંસાર રાગ-દ્વેષના દાવાનળમાં બની રહ્યો છે. ત્યાં શાંતિ ક્યાંથી મળે? માની લે કે કઈ એક કડપતિ શેઠ છે, પણ જે તેને માનની, સત્તાની અને તૃષ્ણની ભૂખ લાગી હોય તે શું કરે ની મિલ્કત તેને શાંતિ આપી શકે ખરી ? “ના”. જે માણસની પાસે પૈસા, પત્ની, પરિવાર આદિ બધું હોવા છતાં બીજાનું સુખ જોઈ ઈર્ષાની આગમાં બળતું રહે તેને ત્રણ કાળમાં શાંતિના સદનમાં મહાલવાનું સૌભાગ્ય સાંપડતું નથી.