________________
-
૭૧
વારતા શિખર
સામાન્ય મનુષ્ય એટલે કે મોહમાં પડેલા મનુષ્ય ભૌતિક સુખની સામગ્રી મેળવવા માટેના ઉપાયે શોધે છે. ત્યારે જેને આત્મતત્વની પીછાણ થઈ છે, જડચેતનનું ભેદજ્ઞાન થયું છે તેવા આત્માએ આત્મ સંશોધનમાં લીન બને છે. સામાન્ય મનુષ્યો અંતરના દ્વાર બંધ કરીને ચર્મચક્ષુથી બાહ્ય દુનિયાનું અવલોકન કરે છે. ત્યારે આધ્યાત્મિક મહાત્માઓ ચર્મચક્ષુ બંધ કરી અંતર દષ્ટિથી આત્માની દુનિયાનું અવલોકન કરે છે. માનવી બહારની દુનિયામાં ઓતપ્રેત બનીને આત્માની દુનિયાને ભૂલી ગયો છે. તેને કારણે માયાની છાયામાં કાયાને કરમાવી નાંખવા છતાં જે માંગે છે તે મળતું નથી. જે શેાધે છે તે જડતું નથી. ત્યારે તે હતાશ, દુઃખી અને ઉદ્દવિગ્ન બની જાય છે. આટલા માટે જ્ઞાનીઓ પડકાર કરીને કહે છે કે હે જીવ! તે અનાદિ કાળથી અવળે પ્રયત્ન કરી અશાંતિ મેળવી. હવે સમજણના ઘરમાં આવીને તું એ પ્રયત્ન કરી લે કે જેથી શાશ્વત શાંતિ તને પ્રાપ્ત થાય.
શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાને સાચો માર્ગ જેને મળી ગયો છે તેવા અરહનક શ્રાવક ભલે બાહા સંપત્તિ માટે વહેપાર કરવા નીકળ્યા છે. સંસારમાં બેઠા છે એટલે સંસારના કાર્યો કરવા પડે છે પણ તેમાં તેમને રાગ કે મોહ નથી. સંસારમાં રહેવા છતાં તેનાથી નિરાળા હતાં. તેથી મિથિલા નગરીના કુંભક રાજાને પિતાના દિવ્ય કુંડળે ભેટ આપ્યા. તે સિવાય બીજા ઘણાં મૂલ્યવાન રત્ન પણ આપ્યા હતાં. રાજાને કુંડળ બહુ ગમ્યા એટલે તરત તેમણે પિતાની લાડીલી દીકરી મલ્લીકુમારીને સભામાં બેલાવી બધાં વહેપારીઓની સમક્ષમાં અરહનક શ્રાવકે લેટ આપેલાં મંડળ તેના કાનમાં પહેરાવ્યા. બધાની વચ્ચે મલ્લકુમારીને રાજાએ બોલાવી તેમાં પણ એક કારણ છે કે જેમણે ભેટ આપી છે તેને એમ સંતેષ થાય કે અમારી વસ્તુ યોગ્ય પાત્રને મળી છે. મલ્લીકુમારીના કાનમાં તે કુંડળ શોભી ઉઠયા. જ્યારે કુંડળ પહેરાવ્યા ત્યારે તે ગ્રહવાસમાં હતા પણ ભાવિમાં તીર્થકર બનવાના હતાં. તીર્થકરના દેહની ક્રાંતિ, તેમનું રૂપ ને તેજ તે કઈ અલૌકિક હોય છે. મલ્લીકુમારીનું રૂપ અને તેજ જેઈને આવનાર વહેપારીઓ થંભી ગયા. અહો ! આવું રૂપ તે કયાંય જોયું નથી. કુંડળ પહેરાવીને રાજાએ તરત તેને મોકલી દીધી. જેનારને તે એમ લાગ્યું કે જાણે ! વીજળીને ઝબકારે થઈને વિલીન થઈ ગયા.
મલ્લીકુમારીના ગયા પછી કુંભરાજા આવેલા વહેપારીઓએ જે ભેટ આપી હતી તેને બદલે વાળવા માટે કંઈ આપવા ઈચ્છતાં હતાં. આગળના રાજાઓમાં કેટલી નીતિ હતી ! વહેપારીએ ભટણું આપે તે તે લઈને બેસી રહેવાની વૃત્તિ ન હતી. જે ભેટ આપે તેને બદલે વાળી દેતા હતાં. આજે તે જ્યાં જુઓ ત્યાં લેવાની વૃત્તિ વધી છે પણ દેવાની વૃત્તિ નથી. જેની વૃત્તિ એવી છે કે આપણાંથી બને તે