________________
શારદા શિખર કામવાળીના વેશમાં માજી : શેઠાણી બા ! તમને કરડીની જરૂર છે? કિરની પત્ની કહે–હા. શું પગાર લેશે? મા-બાપ તમે જે આપશે તે, છેવટમાં માછ દીકરાને ઘેર રહે છે. પણ ક્ષણે ક્ષણે પિતાને પતિ યાદ આવે છે, ને આંખમાં આંસુ સારે છે, એક દિવસ એ આવી ગયા કે શેઠાણ બહાર ગયા છે, અને કિશોર આફિસેથી ઘેર આવે છે. માતા મધુરા શબ્દોમાં પિતાની કહાણી વાર્તા રૂપે છોકરાઓને સંભળાવે છે. આ કહાણી ઘરમાં રહેલ કિશેરે સાંભળી. તેનું હૃદય ચીરાઈ ગયું. ધિકાર છે મને ! મારી આવી પવિત્ર માતાને વિધવા બનાવી ! મારા પિતાના મેં પ્રાણ લીધા. અહાહા....જીવાત્મા! તારી શું દશા થશે ? તું અહીંથી છૂટીશ પણ કર્મની કઠીન કેર્ટમાંથી કદી પણ છૂટી શકવાને નથી. આમ વિચાર કરતાં પશ્ચાતાપનાં ઝરણામાં તેને આત્મા પવિત્ર બનવા માંડયા. પાપને કરાર કરી ક્ષમા માંગતે માતાના ચરણોમાં આવી ચૂકી પડે. માતાએ કિશેરને એકદમ હૈયા સમ ચાંપી દીધો. બેટા કિશોર ! ઉઠ બેટા ઉઠ! અહા....માડી! આ શું કર્યું? તારા જેવી પવિત્ર માતા પાસે મજુરીના કામ કરાવ્યા. અરે, મારા પિતાના પ્રાણ ગુમાવરાવ્યા. આ દુષ્ટ પાપી આ પાપથી કઈ રીતે છૂટશે? આમ કલ્પાંત કરતાં કિશોર પિતાના પાપની મારી માંગે છે. પુત્રને પ્રેમ જોતાં અને પતિને વિયાગ યાદ આવતાં માતાનું હૈયું એકદમ ભરાઈ ગયું અને બેલી ઉઠી - અરે બેટા! તારા હેત મને મળ્યા પણ તારો બાપ તે ચાલ્યા ગયા ને? આ રીતે પિતાના પતિનું સ્મરણ થતાં એકદમ હવેષક આઘાત લાગતાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. પછી તે કિશોર અને તેની પત્નીને એકદમ હદયપદે થઈ જાય છે. (પૂ. મહાસતીજીએ આ દાંતને ખૂબ વિસ્તારપૂર્વક અને આધુનિક યુગમાં વર્તતા કાળ સાથે સંકળાવીને ખૂબ સુંદર રીતે કર્યું હતું. આ દષ્ટાંત સાંભળતાં શ્રોતાજનેમાંથી એક પણ માનવી એ ન
તે કે જેની આંખે આંસુથી છલકાઈ ન હોય આ દષ્ટાંતની ટૂંકી નેંધ અહીંયા લખી છે) છેલે સાર એ છે કે તમે સંસારમાં રહેવા છતાં માયાના બંધનથી અલિપ્ત રહે. સંસારમાં રહેવું પડે તે રહે પણ તમારામાં સંસાર ન રહે જોઈએ. જેમ વહાણ સમુદ્રમાં તરે છે. ચારે બાજુ જળરાશી ઉછળે છે. તેને અડધો ભાગ પાણીમાં ડૂબેલે છે છતાં વહાણ ડૂબતું નથી. કારણ કે અંદર પાણી પ્રવેશવા પામતું નથી. તેમ આત્મ દષ્ટિવાળે માનવ સંસારમાં રહે છે. તેની ચારે બાજુ વાસનાને સાગર ઉછળે છે છતાં તે ડૂબતે નથી. કારણ કે આત્મામાં વાસનાના નીર પ્રવેશવા દેતે નથી સંસારમાં રહેવા છતાં સંસારને બંધનરૂપ માને છે. તેમાંથી નીકળવા મટે છે. જે ક્ષણે તેને તક મળે તે ક્ષણે સંસારના બંધને છેડી બહાર નીકળી જશે. પછી એક ક્ષણ પણ સંસારમાં ઉભો નહિ રહે.
આવા અરહનક શ્રાવકની વાત ચાલે છે. ધર્મનાં જાણકાર સાચા ઝવેરી અરહનક