________________
શારદા શિખર
છે પ્રધનકમાર ઉપર કનકમાલાએ મૂકેલા આક્ષે૫ : પ્રદ્યુમ્નકુમારના ગયા પછી કનકમાલાએ વિચાર કર્યો કે આ પાપી હવે મને ખુલ્લી કરશે. આ વાત બીજાને કરી દેશે તે મારું માન શું રહેશે? તેના કરતાં હું તેને હલકે પાડું. એમ વિચાર કરીને એણે નિર્ણય કર્યો કે એ પાપીને એનાં પાપનું ફળ ચખાડીને જંપીશ. એને ખૂબ ક્રોધ આવ્યું. એણે પોતાની જાતે પોતાના કપડા ફાડી નાંખ્યા. વાળ તોડી નાંખ્યા. હાથ, પગે, પાળે, તેમજ કમળ અંગે ઉપર નખ માર્યા, ઉઝરડા ભરી લેહી કાયા. હાથ પગે બટકા ભર્યા ને રડતી માથા કૂટતી બોલવા લાગી. દેડે. દેડે..... હું ઠગાઈ ગઈ. પાપી મારા ઉપર જુલ્મ કરીને ભાગી ગયે. તેને કઈ પકડી લાવે. આ રંગઢંગ મચાવી બરાબર સ્ત્રી ચરિત્ર ભજવ્યું. હવે કાલસંવર રાજા વિગેરે આવશે ને રાણીની આ હાલત જોઈને, તેની વાતો સાંભળીને પ્રદ્યુમ્નકુમાર પ્રત્યે કે ક્રોધ આવશે. તેના ભાવ અવસરે કહેવાશે.
આજે આયંબીલની ઓળીને માંગલિક દિન છે. આજે આપણે અરિહંત ભગવાનના ગુણનું સ્મરણ કરી તેમના જેવા બનવા માટે તેમનાં ગુણે જીવનમાં અપનાવવા જોઈએ. આયંબીલ તપનું ખૂબ મહત્વ છે. આયંબીલ તપ કરવાથી રોગ મટી જાય છે. આજે સમય ઘણો થઈ ગયું છે તેથી વિશેષ ન કહેતાં આયંબીલ તપની આરાધના ખૂબ સારા પ્રમાણમાં કરજે. એટલું કહી બંધ કરું છું. '
વ્યાખ્યાન નં. ૮૪ આ સુદ ૮ ને ગુરૂવાર
તા. ૩૦-૯-૭૬ અનંત કરૂણાના કિમિયાગર, કૃપાસિંધુ તીર્થકર ભગવંતો ભવ્ય અને ઉદેશીને કહે છે કે હે ચેતન ! તું સાચે ઝવેરી છે. તે સાચું ઝવેરાત પારખી લે. કેઈને નહિ અને માનવને ભગવાને ઝવેરીની ઉપમા આપી છે તેનું રહસ્ય તમને સમજાય છે? જ્ઞાની પુરૂષે કહે છે કે ઝવેરી જેવું દુર્લભ માનવજીવન મળ્યું છે તો તેને સંસારના કેડી જેવા કામમાં વ્યર્થ ગુમાવે નહિ. જેવી રીતે ઝવેરી કિંમતી રત્નની સાચી પરીક્ષા કરીને તેને લાભ ઉઠાવે છે તેવી રીતે તમે પણ આત્માના ગણરૂપી અમૂલ્ય રત્નોની પરીક્ષા કરીને તેને લાભ લઈ લે. તેની કિંમત વસલ કરી લે. કવિ પણ કહે છે કે માનવજીવન એ ઝવેરાતની પેઢી છે. તેમાં કયા કયા રને રહેલા છે? સંયમ સુહીરા નીલ નિયમ વિકમત્રત, ગેમેધ વિરાગ જ્ઞાન માણિક હરખીયું