________________
૭૭૨
શારદા શિખર ને ૮ ને?તેને ધર્મ પ્રિય છે કે કેમ? તે ધર્મમાં દઢ શ્રદ્ધાવાન છે કે કેમ? તે પિતાના શીલને, વ્રતોને અને ગુણોને ત્યજે છે કે ખંડન કરે છે કે નહિ? એક દેશથી પણ તેમાં અતિચાર લાગે છે કે કેમ? અરહનક! મેં આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને અવધિજ્ઞાનથી મેં જોયું તે તમને દરિયામાં જોયા. તેથી મેં ઈશાન ખૂણા તરફ જઈને ઉત્તર વૈક્રિય કરી પિશાચનું રૂપ લઈ આપની પાસે આવ્યું. આવીને તમારા ઉપર ઉપસર્ગો શરૂ કર્યા. આપને ઉપસર્ગ કરવા પાછળ મારે શું હેતુ હતો તે આપને કહ્યો. હવે દેવ અરહ-નક શ્રાવક ઉપર પ્રસન્ન થઈને તેના ચરણે શું ધરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર –પ્રઘનકુમારના પૂછવાથી મુનિ રૂમણુને પૂર્વભવ કહી રહ્યા છે. લક્ષમીવતીના હાથે મૂકેલી તાજી મેંદીને રંગ ઈંડાને લાગી જવાથી મોરલીએ સોળ ઘડી સુધી ઈંડાને ઓળખ્યા નહિ ને તેનું સેવન કર્યું નહિ. ત્યાં શું બન્યું?
એકાએક વાદળા થયા, વીજળી થઈ, ગાજવીજ થઈને એકદમ વરસાદ પડશે. ઈંડા પર પાણી પડવાથી લાગેલી મેંદી રંગ દેવાઈ ગયે ને મૂળ રૂપે દેખાયા. ત્યારે મેરલીએ ઈંડાનું સેવન કર્યું. સોળ ઘડી સુધી મેરલી ઇંડાનું સેવન કરી શકી નહિ તે કર્મના ફળ સ્વરૂપે સેળ ઘડીના બદલે સોળ વર્ષ સુધી તારી માતાને તારે વિગ પડે. અજ્ઞાની જીવ હસી હસીને પાપ કરે છે પણ કર્મ ભેગવવાને સમય આવે છે ત્યારે કેટલું આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરે છે.
આ પ્રદ્યુમ્નકુમાર પૂછે છે હે પ્રભુ! પછી તે લક્ષમી બ્રાહ્મણીનું શું થયું? શું તે મરીને રૂકમણી થઈ? જ્ઞાની મુનિ કહે છે-“ના”. તે ભવમાં તેણે કર્મ બાંધ્યું. ત્યાંથી મરીને તે તિર્યંચ ગતિમાં ગઈ. તિર્યંચગતિનું આયુષ્ય પૂર્ણ કરીને તે એક માછીમારની પુત્રી થઈ. તે માછીપુત્રીનું શરીર ખૂબ દુર્ગંધમય હતું. તેથી તે ગંગા નદીને કિનારે એક ઝુંપડી બનાવીને રહેવા લાગી. તે હેડી ચલાવવાનું કામ કરતી. આ કિનારેથી સામા કિનારે બધાને લઈ જાય. તેને જે ચાર્જ હોય તે લેતી. પિતાની આજીવિકા પૂરતા પૈસા રાખતી ને બાકીના વધેલા પૈસા પિતાને આપી દેતી.
એક વખત હેમંતઋતુમાં સાંજના સમયે ત્યાં મુનિનું આગમન થયું. સાંજને સમય હતો એટલે નદી કિનારે મેટા ઝાડની નીચે મુનિ શેકાઈ ગયા. કડકડતી ઠંડી પડે છે. પવનના સૂસવાટા વાય છે. મુનિ તે ધ્યાનમાં બેસી ગયા. આ મુનિને જોઈને માછી પુત્રીને ખૂબ દયા આવી. આહાહા...કેવી કડકડતી ઠંડી છે ! મુનિ તે બહાર ખુલ્લામાં રહ્યા છે. તે ઠંડીથી કેવા ધ્રુજે છે. તેથી તેણે સંતની પાસે તાપણી શરૂ કરીને ઓઢવા માટે ધાબળા આપવા ગઈ. પણ મુનિએ તે ધાબળા લીધા નહિ ને તાપણી પણ કરવા દીધી નહિ. કારણ કે સાધુને નવ કેટીથી છકાય જીવની .