________________
શારદા શિખર સાથે લઈને કરૂપી શત્રુની સાથે ભયંકર જંગ ખેલ પડશે. કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવાથી મોક્ષરૂપી કિર્લો સર કરી શકાય છે. બાહ્ય શત્રુઓ ઉપર વિજ્ય મેળવવા માટે રાજા, મંત્રી, હાથી, ઘોડા, રથ, સૈન્ય તથા રણભેરી આદિ બધાની જરૂર પડે છે. તેમ કર્મરાજા સામે યુધ્ધ ખેલવા માટે પણ આ બધાની જરૂર પડે છે. તે રાજા, મંત્રી, સૈન્ય વિગેરે કણ કણ છે? તે આપને ખબર છે? આપને ખબર નહીં હોય. લે, હું આપને કહી દઉં. છવ રૂ૫ રાજા સમક્તિ પ્રધાન જા કે, જ્ઞાનકે ભંડાર, શીલરૂપ રથ સાર કે.
આત્મા એક મહાન ગુણવાન, શક્તિસંપન્ન પ્રતાપી રાજા છે. તેને સમ્યકત્વ રૂપી પ્રધાન છે. બંધુઓ ! આપને આ વાત સમજાય છે ને ? આપ યાદ રાખજે. જે રાજાને પ્રમાણિક, બુદ્ધિશાળી અને નીતિસંપન મંત્રી હોય તે રાજાને રાજ્યના કામકાજમાં સાચી સલાહ આપીને રાજ્યને સુરક્ષિત રાખવામાં સહાયક બને છે. તે રાજ્ય પણ સારી રીતે ચાલે છે ને પ્રજા પણ આનંદપૂર્વક સુખથી રહે છે. પણ જે મંત્રી મૂર્ખ અથવા દુષ્ટ હોય તો રાજાને ભેટી સલાહ આપે છે ને રાજાને ખોટા રસ્તે લઈ જાય છે. પરિણામે તે રાજ્ય દુશ્મનના હાથમાં ચાલ્યું જાય છે. અને રાજાનું જીવન જોખમમાં મૂકાઈ જાય છે. આ ન્યાય આત્મા સાથે ઘટાવવો છે. આત્મા રાજા છે ને સમ્યકત્વ રૂપી તેને મંત્રી છે. સમ્યક્ત્વ રૂપ મંત્રી આત્માને સંસાર સંગ્રામમાં વિજયી બનાવીને મોક્ષ રૂપી કિલ્લે પ્રાપ્ત કરાવે છે. કારણ કે જેના જીવનમાં સમ્યકત્વ આવ્યું તે વહેલે મેડો પણ અવશ્ય મેક્ષે જવાનો છે. સમ્યકત્વની એ તાકાત છે કે તે આત્માને મેક્ષ અપાવે છૂટકે કરે છે. પરંતુ જે મિથ્યાત્વ રૂપી દુષ્ટ અને કપટી મંત્રી હોય તે તે આત્માને શક્તિહીન બનાવીને કર્મરૂપી શત્રુઓ સામે પરાજય અપાવે છે. તેના પરિણામમાં મોક્ષ તે દૂર રહ્યું પણ આત્માને સંસારમાં ભમવું પડે છે કે ઘણા કાળ સુધી નરક-તિર્યંચ આદિ ગતિના દુઃખો સહન કરવા પડે છે. તેથી મિથ્યાત્વરૂપી મંત્રી આત્માને દુઃખનું કારણ બને છે. તે જીવને કુપથગામી બનાવે છે. પરંતુ જે સમ્યકત્વરૂપી મંત્રી જાય તે તે કુમાર્ગને છોડીને સાચા રાહે આવી જાય છે. અને તેની સલાહથી કર્મરૂપી શત્રુઓને પરાજિત કરી શકે છે. હવે આપને સમજાઈ ગયું ને કે રાજા કેણ અને મંત્રી કેશુ? હવે આ રાજાને ખજાને કર્યો? તે વાત વિચારીએ.
રાજ્યને ખજાને ધન, હીરા, માણેક, મોતી, સોનાથી ભરપુર હોય છે. કારણ કે રાજાની પાસે આ ખજાને ન હોય તે રાજ્ય કેવી રીતે ચાલી શકે ? ધનના અભાવમાં ન તે શસ્ત્ર સરંજામ મળે કે ન તે લશ્કર ભેગું થઈ શકે. આ રાજાને ખજાને છે તેમ જીવ રૂપી રાજા પણ પાસે અક્ષય ભંડાર રાખે છે. તે ભંડાર કર્યો ? આપને