________________
શારદા શિખર
૭૬ %
તમારા આત્મા જાગૃત બન્યા. વૈરાગ્ય પામીને તમે દીક્ષા લીધી. તમારા નાનાભાઈ કૈટભકુમારે પણ તમારી સાથે દીક્ષા લીધી. ત્યારે ઈન્દુપ્રભાને પણ મનમાં થયું કે હવે મારે એકલા શા માટે સંસારમાં રહેવું જોઇએ ! હું પણ દીક્ષા લઉ. એટલે તેણે પણ દીક્ષા લીધી ને સુંદર ચારિત્ર પાળી આયુષ્ય પૂર્ણ કરીને તમે ત્રણે દેવલાકમાં ગયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી ચવીને ઈન્દુપ્રભા વિદ્યાધર કુળમાં જન્મ પામીને કાલસંવર રાજાની પત્ની કનકમાલા ખની અને તમે દ્વારકા નગરીમાં ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી રૂક્ષ્મણીની કુખે જન્મ લીધા. અને હેમરથ રાજા પત્નીના વિયેાગથી આત ધ્યાનમાં મરીને અસુર દેવ થયા. પૂર્વભવનાં વૈરના કારણે આપના જન્મ થયાં પછી છ દિવસે માતાની ગેદમાંથી ઉઠાવીને પત ઉપર તમને મારી નાંખવા માટે તમારા ઉપર શીલા મૂકીને ચાલ્યા ગયા. ત્યાંથી તમને લાવીને નકમાલાએ ઉછેચેો ને તમે મોટા થયાં.
મધુરાજાના ભવમાં તમે તેની સાથે ખૂખ સુખ ભાગળ્યુ. તેના કારણે તમે આ ભવમાં યુવાન થતાં તમને જોઈને તેની આવી ભાવના જાગૃત થઈ છે. હવે તેની ઈચ્છા તમને એ વિદ્યા આપવાની છે. માટે તમે યુક્તિપૂર્વક એ વિદ્યાએ તેની પાસેથી લેજો. પૂર્વભવની વાત સાંભળીને પ્રદ્યુમ્નકુમારને કર્યાંના સ્વરૂપનુ ભાન થયું. પછી તે ફરીને પૂછે છે હે ભગવંત! હૈ ભવસિંધુ તારક ! હું ફરીને એક પ્રશ્ન પૂછું છુ કે મારે જન્મ થયા પછી છ દિવસમાં માતાની સાથે મારે વિયેાગ શા માટે થયે તે શુ' મારા દોષના કારણે કે મારી માતાના દોષને કારણે ? ત્યારે મુનિએ કહ્યું–હે પ્રદ્યુમ્નકુમાર ! એમાં તારી માતાના પૂર્વભવના કનું કારણ છે. તે એ મારી માતાના ક્યાક ના ઉદય છે તે કૃપા કરીને મને સમજાવે.
રૂક્ષ્મણીના પૂર્વભવ :- મુનિએ કહ્યું–હે પ્રદ્યુમ્નકુમાર ! સાંભળ. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ દેશમાં લક્ષ્મીપુર નામનું એક નગર છે. જેમાં બ્રહ્મા-વિષ્ણુ અને મહેશનું ધ્યાન ધરનાર સેામશર્મા નામનેા બ્રાહ્મણ હતા. તેને કમલા નામની પ્રતિવ્રતા સ્ત્રી હતી. અને તેને લક્ષ્મીવતી નામની એક પુત્રી હતી. તે દેખાવમાં અત્યંત સુંદર હતી. બ્રાહ્મણને ઘેર સંપત્તિનેા પાર ન હતા. આ લક્ષ્મીવતી માટી થતાં તેના લગ્ન કર્યાં.
એક દિવસ લક્ષ્મીવતી તેના પતિ સાથે જંગલમાં ફરવા માટે ગઈ, ત્યાં એક વૃક્ષ નીચે મારલીએ ઈંડા મૂકેલાં હતાં. ફરતાં ફરતાં લક્ષ્મીવતીની નજર ઈંડા ઉપર પડી. કેવા સુંદર ઈંડા છે ! તે જોવા માટે કૂતુહલથી તેણે ઈંડા હાથમાં લીધા. તેના હાથે તાજી મેઢી હાવાથી ઈંડા કડકુ જેવા લાલ અની ગયા. લક્ષ્મીવતીએ ઈંડા જોઇને હતાં ત્યાં મૂકી દીધા. સમય થતાં મેારલી આવી તે તેણે મેંદીના રંગથી લાલ બનેલાં