________________
શારદા શિખર તેમને કેવી રીતે સમજાવવા ને કેવી રીતે તેમને મેહ ઉતારીને પ્રતિબંધ પમાડવા, તેઓ કેવી રીતે સમજશે તે બધું તેમણે જ્ઞાન દ્વારા જાણી લીધું. ત્યારપછી તેમણે પિતાના પૂર્વભવનાં છ મિત્રોની પરિસ્થિતિ જાણીને મલી ભગવતીએ પિતાના કૌટુંબિક પુરૂષને લાવ્યા. બેલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! તમે અશોકવાટિકામાં સેંકડે થાંભલાવાળું એક મોટું સંમેહન ઘર બનાવે. મલ્લી ભગવતીએ સંમેહન ઘર એટલા માટે બનાવડાવ્યું હતું કે પોતાના અવધિજ્ઞાનથી તેમણે આ વાત જાણી લીધી હતી કે તેઓ છ એ રાજા પૂર્વભવના પ્રેમને લીધે તેમની સાથે લગ્ન કરવા અહીં આવશે. તેથી તેમને પ્રતિબોધ પમાડવા માટે સંમોહન ઘર બનાવવા માટે કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી. હવે તે સંમેહન ઘર કેવું બનાવશે, તેમાં કેવી રચના કરશે તે વાત અવસરે વિચારીશું.
આજે અમારા જીવન રથના સારથી, જીવન નયાના સાચા સુકાની, પરમ તારક પૂજ્ય ગુરૂદેવ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય “બા. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૨૮ મી પુણ્યતિથિને પવિત્ર દિવસ છે.” કેઈ માણસે આપણા ઉપર સામાન્ય ઉપકાર કર્યો હોય તે પણ તેમને ઉપકાર માનવમાં જે માનવતા હોય તે તે ભૂલતા નથી. તે જેમણે અમને ભડભડતા દાવાનળ જેવા સંસારમાંથી બહાર કાઢયા હોય તે ગુરૂના ઉપકારને કેમ ભૂલાય? સર્વ પ્રથમ હું તમને એ વાત સમજાવું છું કે ગુરૂ કેને કહેવાય? ગુરૂ શબ્દનો અર્થ શું છે?
गुरु शब्द स्त्वन्धकार : स्याद रु शब्द : प्रतिरोधकः ।
अन्धकार निरोधित्वाद् गुरुरित्यभिधीयते ॥ ગુ એટલે અંધકાર અને રુ એટલે રોકનાર, કેને રોકનાર? આત્માના અજ્ઞાનરૂપી અંધકારને રોકનારા હેવાથી ગુરૂને “ગુરૂ” કહેવામાં આવે છે. “ તિ રિાજ' પ્રતિ રિ ગુરુ 1 જ શિષ્યોને ધર્મ સમજાવીને તત્વનો મર્મ સમજાવે છે તે સાચા ગુરૂ છે.
સભ્ય શાસ્ત્રાર્થ સેશ દુહ જીતે એ એકાંત હિત બુદ્ધિથી અને સર્વ શાસ્ત્રોનું સાચું જ્ઞાન, સાચે અર્થ સમજાવે છે તે ગુરૂ છે. આ ગુરૂ શબ્દનો અર્થ છે. હવે ગુરૂ કેવા હોવા જોઈએ!
તિના તાજ” જેમ નાવડી પાણીમાં તરે છે ને બીજાને તારે છે. તેમ સદ્દગુરૂએ એવા હેવા જોઈએ કે પોતે ભવ સાગરથી તરે ને બીજાને તારે.
સદગરના સમાગમથી પાપીમાં પાપી જીવનો ઉદ્ધાર થયો છે. એક વખતનો અંગુલિમાલ જે લોકેની આંગળીઓ કાપીને તેને હાર બનાવીને ગળામાં પહેરતે હતું, તેવા અંગુલિમાલને મહાત્મા બુધને ભેટે થતાં તે સુધરી ગયે. રેજના સાત