________________
૬૧૦
શારદા શિખર ઉપર મટાભાઈની દૃષ્ટિ પડતાં તેની દાનત બગડે છે. તેથી મોટાભાઈએ નાનાભાઈને છરી મારીને ખૂન કર્યું. તેથી નાનાભાઈનું મૃત્યુ થયું. પતિના અંત સમયે તેની પનીએ તેને ધર્મ સંભળાવ્યું અને કહ્યું–સ્વામીનાથ ! આપના મોટાભાઈએ આપનું ખૂન કર્યું છે. તેના ઉપર જરા પણ દ્વેષ રાખશે નહિ. પૂર્વભવમાં તેને માર્યો હશે તે આ ભવમાં તેની મારવાની બુધિ થઈ. આપ નવકારમંત્રમાં ચિત્ત રાખજે. મારો મેહ પણ રાખશે નહિ. આ પ્રમાણે ધર્મ પમાડવાથી તેને પતિ મરીને દેવલોકમાં ગયા. ત્યાં જઈને અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જોયું કે શેના પ્રભાવે હું દેવ થયો? તે પિતાની પત્નીને ઉપકાર . તેને થયું કે એણે મને ધર્મ પમાડે તે હું તેને એવા સંત-સતીજીનો ભેટે કરાવી દઉં કે જેથી તે દીક્ષા લઈને આત્માનું કલ્યાણ કરે. પણ પહેલાં એ તપાસ કરું કે જલદી આત્મકલ્યાણ કરાવે તેવાં પવિત્ર સંત કેણ છે? આ દેવ પરીક્ષા કરવા માટે વૃધ્ધ સાધ્વીજીનું રૂપ લઈને જૈન સાધુના ઉપાશ્રયમાં આવે છે, ત્યારે સાધુઓ કહે છે સાધ્વીજી ! અત્યારે બિનટાઈમે સાધુના ઉપાશ્રયમાં તમારાથી ન અવાય. અત્યારે કેઈ ગૃહસ્થી ઉપાશ્રયમાં નથી તમે બહાર નીકળી જાઓ. ત્યારે સાધ્વીજી કહે છે હું તે વૃધ્ધ છું ને મારે ગુરૂદેવ પાસે શાસ્ત્રની વાંચણી લેવી છે. માટે મને શું વાંધો છે? ત્યારે સાધુએ કહે છે સાધ્વીજી ! અત્યારે વાંચણીનો સમય નથી. ખૂબ સમજાવવા છતાં સાધ્વીજી બહાર ન ગયા ત્યારે સાધુઓ કહે છે અમે ઉપાશ્રયની બહાર ચાલ્યા જઈશું. જ્યારે સાધુઓ બહાર નીકળવા લાગ્યા ત્યારે દેવે પિતાનું અસલ રૂપે પ્રગટ કરીને સંતના ચરણમાં નમી પિતાના સ્થાને ચાલ્યો ગયો. અને એ સંતના પરિવારનાં પવિત્ર સાદવીઓ જ્યાં હતા ત્યાં લઈ જઈને પિતાની સ્ત્રીને મૂકી દીધી ને તેણે દીક્ષા લઈને કલ્યાણ કર્યું. ટૂંકમાં ભગવાનના કાયદા પ્રમાણે સૂર્યાસ્ત પછી સાધ્વીજીના સ્થાનકમાં પુરૂષ જઈ શકે નહિ. વટામણના વૈષ્ણને પણ આ વાતની ખાત્રી હતી.
રવાભાઈને મહાસતીજીનું સ્તવન સાંભળવાની લાગેલી લગની” ! રવાભાઈ તે સાધ્વીજીના ઉપાશ્રયમાં જવા માટે તલપાપડ થઈ રહ્યા છે. માણસને કેઈપણ કાર્યની લગની લાગે છે ત્યારે તે કાર્ય પૂરું કરે છે ત્યારે તેને શાંતિ વળે છે. રાત્રી પૂરી થઈ. સૂર્યનાં સોનેરી કિરણે પૃથ્વી ઉપર પથરાયા. રવાભાઈના જીવનમાં પણ રવિના કિરણેનાં તેજ પ્રસરાવાનાં હશે એટલે સૂર્યોદય થતાં રવાભાઈ જૈન સાધ્વીજી પાસે પહોંચી ગયા. ને કહ્યું. સતીજી! તમે રાત્રે જે ભજન ગાયું હતું તે મને સંભળાવે, આવનારની જિજ્ઞાસા જોઈને એ મહાસતીજીએ ભજન ગાયું. ભજનનાં એકેક પદ ખૂબ ભાવથી ભરેલાં હતાં. આ સાંભળતાં જેમ મેઘ ગાજે ને મેર નાચે, વીણા વાગે ને હરણીયા મુગ્ધ બને, મોરલીના નાદે નાગ નાચે તેમ રવાભાઈનું હદય ભજન સાંભળતાં નાચવા લાગ્યું, ભજન પૂરું થયું એટલે કહે છે મને એનો વિશેષ અર્થ સમજાવે,