________________
શારદા શિખર માટે આવી ઉગ્ર સાધના કરેલી છે. આવી નાની ઉંમરમાં આવી ઉગ્ર સાધના કરનાર તપસ્વીને જેટલા ધન્યવાદ આપીએ ને તેમનાં જેટલાં ગુણ ગાઈએ તેટલાં ઓછા છે. આજે તેમને પાંચમું મા ખમણ છે.
મારા ભાઈઓ ને બહેને ! તપસ્વીઓના બહુમાન તપ અને ત્યાગથી થાય. આવા તપસ્વીઓના બહુમાન કરવાથી ને તેમના ગુણગાન ગાવાથી અને તપની અનુદના કરવાથી ઘણાં કર્મોની નિર્જ થાય છે. જે તપ ન કરી શકતા હોય તે તપની અનુમોદના તે જરૂર કરે. ૩૨ દિવસ બ્રહ્મચર્યનું પાલન, રાત્રીજન, કંદમૂળ અને નાટક સિનેમાને ત્યાગ વિગેરે વ્રત પ્રત્યાખ્યાન લેશે. આજે પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે. તે મહારાજ સાહેબ પણ ઉગ્ર તપસ્વી હતા. એટલે આ બંને પ્રસંગની ઉજવણીમાં તમે સારા વ્રત–પ્રત્યાખ્યાન કરશે તે તપસ્વીનું બહુમાન અને પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ ઉજવી સાર્થક થશે. કાલે પૂ. ભાવનાબાઈ મહાસતીજીનું પારણું અને તેમનું બહુમાન છે. સૌ સારી સંખ્યામાં લાભ લેશે. ૫. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબના ગુણગાન કરીએ તેટલા ઓછા છે. તેવા તે મહાન ચારિત્રવાન સંત હતા. વધુ ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : હવે જ્યાં પ્રદ્યુમ્નકુમાર માટે થાય છે ત્યાંની વાત વિચારીએ. પ્રદ્યુમ્નકુમાર વિદ્યાધરાધીશ કાલસંવરરાજાના મહેલમાં સુમેરૂ પર્વત ઉપર કલ્પવૃક્ષની માફક માટે થવા લાગે. પ્રદ્યુમ્નકુમારમાં બાળપણથી જ ચંદ્રમા જેવી સૌમ્યતા અને સૂર્ય સમાન તેજસ્વી હતા. બંને ગુણેથી પ્રભાવશાળી અને પ્રકાશવાન બને. કામદેવ સૌંદર્યવાન હેવાથી બીજાના ચિત્તમાં વિકાર પેદા કરે છે. જ્યારે પ્રધુમ્નકુમાર તેના સોંદર્યથી બીજાને આનંદ આપે છે. તે જેમ જેમ માટે થવા લાગ્યો તેમ તેમ તેના પિતાને ઘેર ધન-ધાન્યની વૃધ્ધિ થવા લાગી. પાંચ વર્ષનો થતાં ઉપાધ્યાય પાસે ભણવા મૂકો. એની યાદશક્તિ એવી તીવ્ર હતી કે ઉપાધ્યાય એક શબ્દ બોલે કે તેને ચાર શબ્દનું જ્ઞાન થઈ જતું. એક વખત ભણાવે તે તે ભૂલતું ન હતું. વિદ્યાભ્યાસ કરતાં તે શુકલ પક્ષની બીજના ચંદ્રમાની જેમ વધવા લાગે. ટૂંક સમયમાં શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રવિદ્યા બંને વિધાઓમાં નિપુણ બનેપુરૂષની ૭૨ કળામાં પ્રવીણ બને. એની માતા કનકમાલાને આ પુત્ર પ્રાણથી પણ વધારે પ્રિય હતા. અને રાજ્યને શોભાવે તે પરાક્રમી હેવાથી પિતાને પણ પ્રિય હતે. આમ કરતાં પ્રદ્યુમ્નકુમાર મેટે થયે. એનું રૂપ જોઈને સ્ત્રીઓ મોહ પામતી પણ પ્રદ્યુમ્નકુમાર એ પવિત્ર હતું કે તે કોઈ સ્ત્રીના સામે ઉંચી દૃષ્ટિ કરીને તે ન હતે.
પ્રધુનકુમારનું અજોડ પરાક્રમ પ્રદ્યુમ્નકુમાર ભણીગણીને હેશિયાર થયે.