________________
શારદા શિખર
૭૫ પિશાચ આવી રહ્યો છે. એનું બીભત્સ રૂપ જોઈને ભલભલાનું કાળજું કંપી જાય. જે કા પિો માણસ હોય તે ત્યાં ને ત્યાં પ્રાણ ઉડી જાય. જેમ કલ્પાંતકાળને ભયંકર પવન વાય ત્યારે બધાં પર્વતે ચલાયમાન થઈ જાય છે પણ “જિં માઈક ત્તિ ચરિતં વારિત” તે મેરૂ પર્વતને તે નહિ પણ તેના શિખરને પણ ચલાયમાન કરી શકતો નથી. તે રીતે દેવે ઉત્પન્ન કરેલા સમુદ્રનું તોફાન અને પિશાચ જોઈને અરહ-નક શ્રાવકનું મન પણ ચલાયમાન ન થયું. તે ગંભીરપણે બેસી રહ્યા. નદીએ માઝા મૂકે છે પણ સાગર માઝા મૂકતું નથી. અરહનક શ્રાવક સાગરની જેમ ગંભીર હતાં. મનમાં સહેજ પણ ખળભળાટ ન થયે કે હાય-હાય આ પિશાચ મારમાર કરતે આવે છે. હમણાં મને મારી નાંખશે, હવે ઘેર પહોંચાશે નહિ. મારી પત્ની અને છોકરાઓનું શું થશે ? આ હેજ પણ સંકલ્પવિકલ્પ આવે નહી. આફતના સમયે તેમને ઘરબાર, પત્ની, પુત્રો કે પૈસા કાંઈ યાદ ન આવ્યું. ફક્ત એક ધર્મ તેમને યાદ આવે છે. તે મનમાં એક વિચાર કરવા લાગ્યા કે જેને જન્મ છે તેનું મૃત્યુ અવશ્ય એક દિવસ થવાનું છે. તેમાં મીનમેખ ફેરફાર થવાને નથી, તે મારા આત્માની સાધના કરી લઉં, મારા માથે ગમે તેવી આફત કેમ ન આવે, હું તેનાથી ડરવાને નથી. “હું તે આ આપદાઓને સદા ઉપહાર માનું છું કેઈ કાંટા ગણે દુખને, હું તે કુલહાર માનું છું.”
અરહ-નક શ્રાવક કહે છે કે મારે માથે જે આપદા-કષ્ટ આવ્યું છે તેને હું ઉપહાર –ભેટ માનું છું. કોઈ માણસ આપણને કિંમતી ભેટ આપે છે કે આનંદ થાય? તેમ કર્મના ઉદય વખતે મને જે કષ્ટ પડે તેને હું કર્મરાજાની કિંમતી ભેટ સમજીને હર્ષપૂર્વક સ્વીકારી લઉં છું. અંદર બેઠેલાં ચેતનદેવને કહે છે કે હે ચેતનદેવ ! આ કર્મ ખપાવવાને અમૂલ્ય અવસર છે. આ અવસર ફરીને નહિ મળે, માટે તારી શ્રધ્ધામાં દઢ રહેજે.
બંધુઓ? કંઈક માણસને કષ્ટ પડે ત્યારે પગમાં કાંટે વાગે ને દુઃખ થાય તેમ દુઃખ થાય છે ને મેઢેથી બોલે છે કે હે ભગવાન! મને આવું દુ:ખ કયાંથી આવ્યું? તારી નજરમાં હું જ આવ્યો છું. બીજે કઈ તારી નજરમાં નથી આવતું ? આમ કહીને રડે છે. વીતરાગને શ્રાવક આવા શબ્દો બોલે નહિ, આવા શબ્દો બોલનારની શ્રધ્ધામાં ખામી છે. શ્રધ્ધાવાનના મુખમાંથી કદી આવા શબ્દો નીકળે નહિ, શ્રધ્ધાવાન શ્રાવક દુઃખમાં શું વિચાર કરે ? “મg વાત વિસ્તાર કુહાડા સુખ અને દુઃખને ઉત્પન્ન કરનારો મારે પિતાને આત્મા છે. કર્મને કર્તા આત્મા છે ને તેને જોક્તા પણ આત્મા છે. મારા કરેલાં કર્મો અનુસાર મને સુખ કે દુઃખ આવ્યું છે. ભગવાન કેઈને સુખ કે દુઃખ આપતા નથી.