________________
૮
શારદા શિખર છે તેને મહાન લાભ થાય છે. એવું મેં વૃધજને પાસેથી સાંભળ્યું છે. તે હું જાઉં છું. પણ પ્રધગ્નકુમાર જવા તૈયાર થઈ જાય છે. બધાની રજા લઈને તેણે વનમાં પ્રવેશ કર્યો. પછી આગળ ગયે.
વનમાં એક દેવ પ્રગટ થયો. તે પહેલાં પ્રધ ઉપર ગુસ્સે થઈને તેને મારવા દોડયો. એટલામાં પ્રદુને તેને ઉંચકીને નીચે પછાડ એટલે દેવ હારી ગયા. તેથી તેના પર પ્રસન્ન થઈને કહ્યું- તું રૂક્ષમણીનો જાયે પ્રદ્યુમ્નકુમાર છે! દીકરા ! તું મને ખૂબ વહાલે છે. હું તારી રાહ જોતું હતું. આ તે તારી પરીક્ષા કરતા હતા. તારી પરીક્ષા કરતાં હું હારી ગયે એમ કહી પ્રદ્યુમ્નકુમારને તે દેવે એક મોટે હાથી આપે ને કહ્યું કે તું યુધ્ધમાં જઈશ ત્યારે આ હાથી તને વિજ્ય અપાવશે, ને હું વરદાન આપું છું કે તું મને જ્યારે યાદ કરીશ ત્યારે તારી સેવામાં હાજર થઈશ. આ હાથીનું નામ કામગજ હતું. પ્રદ્યુમ્નકુમાર હાથી લઈને આવ્યા. આ જોઈને વિદ્યાધર પુત્રો કાળા ધબ થઈ ગયા. છતાં તેમની દુષ્ટ બુધ્ધિ સુધરતી નથી. જેમ
હાર્યો જુગારી બમણું રમે ” તે રીતે હજી પ્રદ્યુમ્નકુમારને મારી નાંખવા આગળ ચાલ્યા જાય છે.
નવમે લાભ દિવ્ય મુદ્રિકા - આગળ ચાલતાં પર્વતનું શિખર આવ્યું. શિખર ઉપર ઘણું સર્જ્યો હતા. ત્યાં જઈ વમુખે કહ્યું આ શિખરની ગુફામાં જે જશે તેને મોટું રાજ્ય મળશે. માટે હું જાઉં છું ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું. આપણે બધા કયાં જુદા છીએ ? મને રાજય મળશે તે તમારું જ છે ને ? આપને બાધ ન હેય તે મને જવા દે. ભાઈની રજા મળતાં પ્રશ્નકુમાર ગુફામાં ગયે કે તરત તે ગુફાનો અધિષ્ઠાતા સાપ નીકળે, તે પ્રકુમારે તેને દેરડીની માફક પકડીને ફેરવ્યો. એટલે તેની સામે સર્પનું જોર ચાલ્યું નહિ. હારી ગયે એટલે પ્રસન્ન થઈને એક દિવ્ય મુદ્રિકા આપીને કહ્યું કે આ મુદ્રિકાના પ્રભાવથી તને કદી સર્ષ, વીંછી આદિ ઝેરી જંતુ કરડશે નહિ. પ્રદ્યુમ્નકુમાર દિવ્ય મુદ્રિકા લઈ પ્રસન્નતાપૂર્વક બહાર આવ્યું ત્યારે વિદ્યાધર પુત્રો ઉદાસ થઈ ગયા. તે પણ આગળ ચાલ્યા.
“દશમો લાભ કંઠહાર અને કંદરે” – પ્રદ્યુમ્નકુમારને લઈને વજમુખ આદિ કુમારે શરાળ પર્વત ઉપર ગયા. ત્યાં જઈને વજમુખે કહ્યું કે જે કઈ આ પર્વતના શિખર ઉપર ચઢશે તેને વિદ્યાધરની સંપૂર્ણ લક્ષમી મળશે તેમ મેં સાંભળ્યું છે. તેથી હું લક્ષ્મીની પ્રાપ્તિ માટે શિખર ઉપર જાઉં છું. એમ કહીને તે જવા માટે તૈયાર થયો. ત્યારે પ્રધુમ્ન જવાની આજ્ઞા માંગી. એને તરત આજ્ઞા આપી દીધી એટલે પ્રધુમ્નકુમાર પલકારામાં શિખર ઉપર ચઢી છે. તેથી તેને રક્ષક દેવ પ્રગટ થઈને પ્રધુમ્નકુમારને મારવા આવ્યા. એટલે પ્રધુમ્નકુમાર તેને ગલુડીયાની જેમ પકડીને ઉછાળવા લાગ્યા. તેથી વગર લડયે દેવ હારી ગયો,