________________
૧૫
શારદા શિખર
આજથી મારા નાથ બની જા. તમે મારા સ્વામી અને હું તમારી રાણી બની આપણે સ્વર્ગ જેવાં સુખ ભાગવીએ. તમે મારી ઈચ્છા પૂરી કરેા.
66
પ્રધુમ્નકુમારના કનકમાલા પ્રત્યે ફીટકાર ' :– કનકમાલાના આ નિજ શબ્દો પ્રદ્યુમ્નકુમારના દિલમાં ઝાળ જેવાં લાગી ગયા. તે ગુસ્સે થઈ ને કહે છે હે માતા ! તું આ શુ' ખોલે છે ? તને આવાં વચનેા ખોલતાં શરમ નથી આવતી ? મારાથી તારા આ શબ્દો સભળાતા નથી.
ઢાનાં અંગુલી ધરી કાનમે', મદન કહે સાક્ષાત્ બાર બાર ધિક્કાર તુઝે કાં, નામ ધરાયા માત હો.
આમ કહીને પ્રદ્યુમ્નકુમારે મને કાનમાં આંગળી ભરાવી દીધી. અને ક્રોધથી લાલચેાળ થઈ ને ખોલ્યું–હે માતા ! તને વારંવાર ધિક્કાર છે. હું તારા દીકરા અને તું મારી માતા બનીને દીકરાને ધણી કહેતાં તને શરમ નથી આવતી ? માતા બનીને આવી વિષમ માંગણી કરતાં લાજતી નથી ? તુ ફાટેલા દૂધ જેવી અનીને મને ખગાડવાડી ? આવા શબ્દો તારા મુખમાં શેાલે છે ? ખરેખર ! આ દુનિયામાં સ્ત્રીઓનુ` ચરિત્ર વિષમ હાય છે. સ્ત્રીએ રસ્સીથી ચમકે ને સર્પને ઉપાડી લે, ઉંદરથી ડરી જાય ને સર્પને વશ કરી લે. દુનિયામાં આવી ઘણી સ્ત્રીઓ થઈ ગઈ. તને સેંકડા દાખલા સંભળાવું.
બ્રહ્મદત્ત ચક્રવતિની ચલણી માતાને ચૌદ સ્વપ્નો આવ્યાં હતાં. તે જાણતી હતી કે મારા પુત્ર ચક્રવર્તિ ખનવાવાળા છે, છતાં પતિના મૃત્યુ પછી તે પરાયા પુરૂષમાં માહિત ખની અને પુત્ર એ વાત જાણી ન જાય તે માટે તેને મારી નાંખવા કેવા પ્રપંચ કર્યાં ? લાખનુ' ઘર બનાવીને તેને બાળી નાંખવા તૈયાર થઈ. પરદેશી રાજાની સૂરિકતા રાણીએ પરપુરૂષના પ્રેમમાં પડીને પુત્રને મારી નાંખ્યા. કામી ખનેલી કંઈક સ્ત્રીએએ આવાં દુષ્કૃત્યા કર્યા છે. ત્યારે કનકમાલાએ કહ્યું હું એવી નથી પણ તુ' પૂર્વભવનો મારેા પતિ ન હેાય ! એવે મને તને જોઈને પ્રેમ આવે છે. માટે હું એક ક્ષણ વાર તારા વિયેાગ સહન કરી શકું તેમ નથી. જો તું મારી ઈચ્છા પૂરી નહિ કરે તેા હું મરી જઈશ અને સ્ત્રી હત્યાનું પાપ તને લાગશે.
પ્રદ્યુમ્નકુમારે આટલાં કડક શબ્દો કહ્યાં છતાં કનકમાલા શરમાતી નથી, એણ્ એની વાત ચાલુ રાખી ત્યારે ફરીને પ્રદ્યુમ્નકુમારે ઉગ્ર બનીને કહ્યું હે માતા ! હું તને સાફ શબ્દોમાં કહી દઉં છું કે હું તારા દીકરા છું ને તું મારી માતા છું. આવી ખરાબ વાત તું મારી પાસે ઉચ્ચારીશ નહિ. હિંસક લેાકેા માંસ ખાય પણુ હાડકાં ન ખાય. તું તે આવી દુષ્ટ માંગણી કરીને હાડકાં ખાવાં ઉઠી છે. જરાક તેા શરમ રાખ. હું તને માતા કહું, તારા પગમાં પડ્યું. અને તને આ અતિ