________________
શારદા મા શ્રધા એટલે વિશ્વાસ. અનુભવી પુરૂષને અનુભવ, શાસ્ત્રીય વચને અને પિતાની વિવેક બુધિ આ ત્રણેને સમન્વય કરવા પર જે સત્ય પ્રતીત થાય તેના ઉપર અટલ શ્રધા કરવી તેનું નામ શ્રધ્ધા છે. આવી શ્રધા તે અંધ શ્રધ્ધા નથી પણ સાચી શ્રદ્ધા છે. શ્રધ્ધા વિના કઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. નાનામાં નાના કાર્યમાં પણ જે શ્રધ્ધા ન હોય તે તે કાર્ય પ્રાણ વિનાના કલેવર જેવું બની જાય છે. એક વૈજ્ઞાનિક પિતાની પ્રગશાળામાં શ્રદ્ધાપૂર્વક પ્રવેશ કરે છે તો તેના પ્રયોગમાં સફળતા મેળવી શકે છે. અને જે પ્રયોગ કરતાં પહેલાં શંકાશીલ બની જાય છે તો તે ક્યારે પણ તેના પ્રાગમાં સફળતા મેળવી શકતો નથી. વૈદ અને ડેકટર જે રોગનું નિદાન કરતી વખતે શંકાશીલ બનીને કાર્ય કરે તો તે ક્યારે પણ રોગનું બરાબર ચક્કસ નિદાન કરી શક્તો નથી. વહેપારી વહેપાર કરવા જતાં વિચાર કરે કે વહેપાર કરવા તો જાઉં છું પણ તેમાં મને નફે થશે કે નહિ? ખોટ જશે તો શું કરીશ? તો તે પણ વહેપારમાં સફળતા મેળવી શક્તો નથી. વિદ્યાથી કેલેજમાં દાખલ થતાં વિચાર કરે કે કોલેજમાં જાઉં છું પણ સારા માકે પાસ થવાશે કે નહિ ? તો તે કદી વિદ્વાન બની શકતો નથી. આવી રીતે સંયમી સાધક વિચાર કરે કે મેં ઘરબાર, ધન વિગેરેને ત્યાગ કરીને દીક્ષા લીધી છે પણ મારા આત્માનું કલ્યાણ થશે કે નહિ? આટલું કષ્ટ વેઠીને તપશ્ચર્યા કરું છું તો મારા કર્મો ક્ષય થશે કે નહિ? આ રીતે શ્રાવક વિચાર કરે કે હું દરરોજ સામાયિક પ્રતિક્રમણ કરું છું. આઠમ પાખીના પૌષધ કરું છું તો એ કિયાનું કંઈ પણ ફળ મને મળશે કે નહિ? આવી શંકા કરવી ન જોઈએ. કારણ કે શ્રદ્ધાપૂર્વક કરેલી કેઈપણ ક્રિયા નિષ્ફળ થતી નથી. એ કુદરતને અટલ નિયમ છે. આત્મ શ્રદ્ધાપૂર્વક જે પુરૂષાર્થ કરે છે તેને અવશ્ય સફળતા મળે છે. શ્રદ્ધા એ પ્રત્યેક કાર્યને પ્રાણ છે. નિરસમાં નિરસ વસ્તુમાં પણ શ્રધ્ધા રસને સંચાર કરી દે છે. શ્રધ્ધા એ આત્માને ભવોગ નાબૂદ કરવા માટેની અમૂલ્ય સંજીવની છે. આટલા માટે જ્ઞાની ભગવંતે કહે છે કે પ્રત્યેક સાધક એટલે સાધુ અને શ્રાવકેએ ધર્મની પ્રત્યેક ક્રિયાઓ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. સંશયમાં પડીને મનને ડામાડોળ બનાવવું નહિ. શંકાશીલ સાધક જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ સમાધિ પ્રાપ્ત કરી શક્યું નથી.
અરહનક શ્રાવકને ભગવાનનાં વચન ઉપર અટલ શ્રધ્ધા હતી કે હું મારી શ્રધ્ધામાં સ્થિર રહીશ તે આ દેવની તાકાત નથી કે તે મારા માથાના વાળ વાંકે કરી શકે? જે પિતાને પોતાનામાં શ્રધ્ધા હોય તો અસંભવિત કાર્ય પણ સંભવિત બની જાય છે. અઘરું કાર્ય પણ સહેલું બની જાય છે. આત્મ શ્રધ્ધા ઉપર એક નાનકડું ઉદાહરણ છે.
યૂરેપમાં સ્ટિવન નામને એક સત્યવાદી, મીઠું અને આત્મશક્તિ ઉપર દહ