________________
શારદા શિખર
૫e દિવસ થયા પછી ખેડૂતના મનમાં એમ થાય કે અનાજ ઉગશે કે નહિ? એમ માનીને જમીન ખેદીને અનાજના દાણાં બહાર કાઢીને બીજી જગ્યાએ વાવે. બે ત્રણ દિવસ જાય ને વિચાર કરે કે અહીં પણ ઉગતું નથી તે ત્રીજી જગ્યાએ વાવું. એમ વિચાર કરીને બીજે વાવે. આમ વર્ષો સુધી વાવણી કરે તે પણ અનાજ પાકે ખરું? ના. અને બહેને દૂધમાં મેળવણ નાંખીને વારંવાર દૂધને હલાવ્યા કરે તે દહીં બરાબર જામે ખરું? “ના”. ખેડૂતને અનાજ વાવીને અને બહેનોને દૂધ મેળવીને શ્રધ્ધા રાખવી પડે છે કે એનો સમય પરિપકવ થશે એટલે જમીનમાં અંકુર ફૂટશે, દહીં જામશે. જે શ્રધ્ધા ન રાખે તો બધું કાર્ય બગડી જાય છે. આવા સંસારના કાર્યમાં પણ જે અવિશ્વાસ, અશ્રધ્ધા હોય તો કાર્યમાં સફળતા મળતી નથી. તો પછી ધર્મનો માર્ગ તો ઘણું મુશ્કેલ છે. તેમાં જે જીવને શ્રધ્ધા ન હોય તો આત્મ કલ્યાણ કયાંથી થઈ શકે? જે આત્મ કલ્યાણ કરવું હોય તે ધર્મમાં પહેલી શ્રધા રાખવી પડશે. આચારાંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે,
"वितिगिच्छा समावन्नेणं अप्पाणेणं ना लहइ सभाहि, सिवावेगे अणु ત્તિ, ગણિયા વેરે ઘણુછત્તિ, માળfહું રાજી મારી વહું ન निविज्जे तमेव सच्चं नीसंकं जं जिणेहि पवेइयं ।" ।
સુધર્માસ્વામી પિતાના શિષ્યને કહે છે હે જંબુ! જે સાધક સંયમ આદિ ક્રિયાનું ફળ હશે કે નહિ એ સંશય રાખે છે તે સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. ભગવંતના આ વચનોને એકેક ગૃહસ્થ અને એકેક મુનિઓ સમજી શકે છે. પણ કદાચ કઈ સાધક પિતાનાં કર્મોદયથી તત્ત્વજ્ઞ પુરૂષની સાથે રહેવા છતાં પણ જે તત્વને સમજી શકે નહિ તે શું તેને ખેદ ન થાય? થાય, ત્યારે સાધુઓ તેને સમજાવીને કહે કે જિનેશ્વર ભગવંતેએ જે પ્રરૂપણ કરી છે તે સત્ય છે, નિશક માટે તેમાં શ્રધ્ધા રાખ.
બંધુઓ ! આ સૂત્રમાં ભગવંતે શ્રધ્ધા મજબૂત બનાવવા માટે કેવી ટકોર કરી છે ! શ્રધ્ધા વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના શાંતિ નથી. દરેક છ સુખ અને સમાધિના ઈચ્છુક છે. સમાધિ માટે જિન વચનમાં શ્રધ્ધા રાખવી જોઈએ. કહ્યું છે કે સંથારા વિનતિ સંશયવાળો જીવ વિનાશને પ્રાપ્ત કરે છે. સંશયરૂપી શલ્ય હદયમાં ભોંકાય છે ત્યારે બુધિમાં ભ્રમ પેદા કરીને જીવનને વિનાશના માર્ગે લઈ જાય છે. સંશયરૂપી આગ હૃદયમાં ભભૂકી ઉઠે છે ત્યારે મનુષ્યની સત્યાસત્યનો નિર્ણય કરવાની શક્તિ તેમાં બળીને ભસ્મ થઈ જાય છે. સંશયરૂપી અંધકારને નષ્ટ કરવામાં ન આવે તો આત્મામાં એ અંધકાર ભરાઈ જાય છે કે તેમાં આત્માને સ્વાભાવિક પ્રકાશ પણ અંધકારમય બની જાય છે,