________________
શારદા શિખર
૭૫૭ ખાઈ જનારે પાપને બાપ લેભી છે. લેભી મનુષ્ય પાપ કરતાં અચકાત નથી, અને ભયથી ડરતા નથી. પણ પછી તેનું શું પરિણામ આવશે તેને લાંબે વિચાર કરતું નથી. કહ્યું છે કે
लोभ मूलानि पापानि, रसमूलानि व्याधय :। स्नेह मूलानि शोकानि, त्रीणि ચવાણુ મા અતિ લેભ એ પાપનું મૂળ છે. રસને સ્વાદ એ વ્યાધિનું મૂળ છે. અને સ્નેહ એ શોકનું મૂળ છે. આ ત્રણેને ત્યાગ કરીને સુખી બને. વાત તો બરાબર છે ને ? આજે જેટલાં સ્વાદ વધ્યાં છે તેટલાં રેગ વધ્યા છે. કેઈની સાથે અતિ નેહ કરવાથી તેનો વિગ પડતાં અત્યંત દુઃખ થાય છે. તે રીતે ધનને અત્યંત લોભ પાપ કરાવે છે.
લેભી શેઠ નાળીયેર લેવા ઝાડ ઉપર ચઢયાં પણ નાળીયેર તેડવા માટે છરી ન હતી. એટલે બંને હાથથી નાળીયેર પકડીને તોડવા ગયા. ત્યાં થડ પરથી પગ છૂટી ગયા. એટલે નાળીયેર પકડીને લટક્યા. હવે જે નાળીયેર પકડેલો હાથ છૂટી જાય તો કુવામાં પડે તેવી સ્થિતિ થઈ. હવે બે પૈસામાં નાળીયેર ન લીધું તેને અફસેસ થવા લાગ્યું. અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યું કે હે ભગવાન! મને બચાવ. બચાવ. એટલામાં એક ઉંટવાળા ત્યાંથી નીકળે. શેઠે પોતાને બચાવવા માટે જોરથી બૂમ પાડીને કહ્યું–ભાઈ! તું મને આ ઝાડ ઉપરથી નીચે ઉતારીશ તો મારી પાસે પાંચ હજાર રૂપિયા છે તે તને આપી દઈશ. એક આનો સીધે ખરએ નહિ તે જીવવા માટે પિતાનું સર્વસ્વ ધન આપી દેવા તૈયાર થયે. ઉંટવાળાનું મન લલચાયું એટલે ઉંટને કૂવા કાંઠે ઉભું રાખીને ઝાડ પર ચઢીને શેઠનાં પગ પકડ્યા, અને કહ્યું-જેજે શેઠ! તમે છેડતાં નહિ. હું તમને ખંભે બેસાડીને આપણે બંને ઉંટ પર બેસી જઈશું. આમ કહે છે ત્યાં એનું ઊંટ ચાલ્યું ગયું એટલે તે પણ શેઠને બચાવવાને બદલે તેને પગે લટકી ગયે.
બંને જણ જોખમમાં મૂકાઈ ગયા. ઉંટવાળે કહે છે જેને શેઠ નાળીયેર છેડતાં નહિ. મને પરણ્યાં હજુ ત્રણ દિવસ થયાં છે. જો તમે હાથે છેડી દેશો તે આપણે બંને કૂવામાં પડી જઈશું. કૂવે ઘણે ઉંડે છે. બહાર નીકળવાની આશા નથી. જો તમે હાથ નહિ છેડો તો આખી જિંદગીની કમાણીનાં વીસ હજાર રૂપિયા મારી પાસે છે તે તમને આપી દઈશ. વીસ હજારનું નામ સાંભળીને વણીક હરખાઈ ગયો ને મનમાં વિચાર થયો કે વીસ ને પાંચ પચ્ચીસ હજાર રૂ. ની મૂડી થશે. આટલા બધા રૂપિયા સાચવવા માટે તિજોરી લાવવી પડશે. તિજોરી કેટલી મોટી લાવવી? આટલી મોટી! એમ કરતાં બે હાથ પહોળા થઈ ગયાં ને બંને જણ કૂવામાં પડીને મરી ગયા. એક આનાના લાભ માટે અમૂલ્ય માનવજીવન હારી ગયે.