________________
શારદા શિખર
૧૧
લાગતા નથી. જીવને ધર્મનો રંગ લગાડવા માટે કેટલે સમજાવવા પડે છે, કેટલી મહેનત કરવી પડે છે ત્યારે તે ધર્મના માળે વળે છે. કેાઈક હળુકમી જીવ માટે એવી મહેનત કરવી પડે છે ત્યારે તે ધર્મોના માર્ગે વળે છે, કાઈક હળુકી જીવ માટે એવી મહેનત કરવી પડતી નથી. માત્ર આત્માની વાતા કરવાથી આત્માના સ્વરૂપની પીછાણ થતી નથી પણ આત્માની વાતે સાંભળીને તેને આચરણમાં મૂકવાથી સમજાય છે.
ગમે તેટલાં વિદ્વાન બનો, લેખક મનો કે વક્તા ખનો પણ આચરણુ વિના બધું નકામું છે. વિદ્વાન માને કે મારી વિદ્વતાથી હું બધાને ખુશી કરું, લેખકો લેખમાં સુંદર અધ્યાત્મની વાતા લખે ને વક્તાએ પોતાની વકતૃત્વ શક્તિથી શ્રેાતાઓને આત્મધર્મની વાતા સમજાવે પશુ પાતે આચરણમાં ના લે તે તે જ્ઞાનનુ કંઈ મૂલ્ય નથી. પહેલાં પાતે જીવનમાં આચરણ કરે ને પછી બીજાને સમજાવે તે જલ્દી અસર થાય છે. અને જો તમે પણ એક માનશે। કે “ વહુ કહેતા ભલા ને હમ સુનતા ભલા.” તા વર્ષો સુધી વ્યાખ્યાન વાણી સાંભળ્યા કરશે। તે કલ્યાણ થવાનું નથી. જેમ વેાટરપ્રુફ વસ્તુને પાણીની અસર ન થાય, ફાયરપ્રુફને અગ્નિની અસર નથી થતી તેમ તમને પણ વીતરાગવાણીનાં પ્રવચનની અસર ન થાય તે તમને કેવા કહેવા ? “ પ્રવચનપ્રુમ્ ”. ( હસાહસ) તમે પ્રવચન પ્રુફ્ થઈ ગયાં છે. એટલે અસર થતી નથી. વરસાદમાં રેઈનકેટ પહેરીને તમે બહાર નીકળે છે. એટલે ગમે તેટલેા વરસાદ પડે તે પણ ભીંજાવાતું નથી. તેમ અહી' પણ માહ-માયા ને મમતાનો તમે રેઈનકેટ પહેરીને આવતા લાગેા છે. તેથી વીતરાગ વાણીના પાણીથી તમારું હૃદય ભીજાતું નથી. ખરાખર ને ! (હસાહસ ).
અરહન્નક શ્રાવકને સાચા રંગ લાગ્યા હતા. તે પ્રવચનમુક ન હતાં. એના એકેક આત્મપ્રદેશ ઉપર ચેતનનો ચમકારા હતા. એટલે દેવે મરણનો ડર અત્તાળ્યે તે પણ તેમની સમાધિ લૂંટાઈ નહિ. એક જ વિચાર કર્યું કે ધન મારું નથી. કુટુંબ પરિવાર, ઘરબાર એ મારા નથી, અને આ દેહ પણ મારે નથી. એ બધાં આત્માથી ભિન્ન છે. તે જાય કે રહે તેમાં મારે કંઈ લેવા દેવા નથી. આવી રીતે આત્મસ્વરૂપની પીછાણુ કરી પરનો રાગ છેડી દીધા ને આત્મભાવનાં ઝુલે ઝુલવા લાગ્યા. ધન, દેહ બધુ ભલે જાય પણ એમને ધમ છેડવા નથી અને તમને ગમે તેટલુ કષ્ટ પડે તે પણ ધન છેાડવુ નથી. કેમ ખરાખર ને! ધનનો લેાભ ન કરાવે તેટલુ ઓછુ.
એક ગામમાં ખૂબ ગરીબ વૈષ્ણવ વણિક રહેતા હતા. ઘણી મહેનત કરે ત્યારે માંડ એક ટ્રકનો રોટલેા મળતા. સાંજે તે `ને પતિ-પત્ની ભૂખ્યા સૂઈ જતાં. વણિકની પત્નીએ કહ્યું આવું દુઃખ ક્યાં સુધી વેઠ્યા કરીશુ ? વણિક કહે તું કહે