________________
શારદા શિખર શકે છે, પણ જે ઘઉંના આટાને જાણતા નથી તે તેમાંથી બનતી ચીજોને કયાંથી જાણી શકે તેમ જે આત્માને જાણતા નથી તે આત્માની સંપત્તિ કેટલી છે તે કયાંથી જાણી શકે? ઝવેરીના હાથમાં હીરે આવે છે તે હીરામાં કેવું પાણી છે હીરાનું કેટલું તેજ છે ને હીરાનાં મૂલ્ય કેટલાં છે તે જાણી શકે છે. પણ ભરવાડના હાથમાં જાય તે ? એ ચળકતે પાંચીકે માનીને એના છોકરાના ગળામાં પહેરાવીને હરખાય છે. તે રીતે જ્ઞાનીઓ આપણને સમજાવે છે કે બીજા બધાને ઓળખવાં કરતાં પહેલાં તું તારી જાતને ઓળખ જેથી તને તારી સાચી સંપત્તિને ખ્યાલ આવે.
આ જગતમાં કીડીથી માંડીને કુંજર સુધીના પ્રત્યેક જીવે બાહ્ય સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. તેને મેળવવાનાં ઉપાયો શોધે છે. તેમાં કેઈ જાતની કચાશ રાખતું નથી. શરીરની રક્ષા માટે મનુષ્ય અને તિર્યંચ આદિ શુદ્ર જંતુઓ અનેક જાતનાં પ્રયત્નો કરે છે. આ બધી વાતને તમને બધાને અનુભવ છે. પણ આપણું પરમ તારક જિનેશ્વર ભગવંતોએ આત્મસ્વરૂપને સમજી તેમાં કેટલું અખૂટ સુખ ભરેલું છે તે જાણીને તેમાં રમણતા કરી. તેનું રક્ષણ કરવાનો માર્ગ બતાવ્યું છે. તેનું કેઈને લક્ષ નથી. જડના સ્વરૂપને જાણી તેને મેળવી તેના સુખનો જે અનુભવ થાય છે તેના કરતાં જે આત્માની શક્તિ-સંપત્તિ અને સુખનો ખ્યાલ જીવને આવી જાય તે તેની મઝા કેઈ અલૌકિક આવશે.
આત્મસ્વરૂપ સમજવું તે હેલ વાત નથી. છતાં તેને સમજવા માટેનો પુરૂષાર્થ હેય તે સદૂગુરૂને વેગ મળે આત્મા જાગૃત બને અને સદ્ગુણે પ્રગટ થાય તે જીવને જડ પદાર્થો ઉપરનો મોહ ઉતરી જાય. તેના ઉપરની વાસના વિરમી જાય તે આખા દિવસનાં પાંચ મિનિટ, એકાદ ક્ષણ પિતાનું સહજ સ્વરૂપ શું ? સાચું સુખ કયું? આવું ચિંતન કરતાં કરતાં એક દિવસ આત્મ સ્વરૂપની પીછાણ થયા વિના નહિ રહે. આત્મ સ્વરૂપનું ભાન થતાં જીવને આપમેળે સમજાય છે કે આ શરીર એ આત્મા નથી. શરીર આત્માથી ભિન્ન છે. આયુષ્ય પૂરું થતાં દેહનું બેખું અહીં પડી રહે છે ને અંદરથી આત્મા ચાલ્યા જાય છે. તેને આપણે કહીએ છીએ કે અમુક માણસ મરી ગયે. શરીર ગમે તેટલું રૂપાળું હોય પણ તેની કિંમત આત્માથી થાય છે. અંદરથી આત્મા ચાલ્યા ગયા પછી તેની કઈ કિંમત રહેતી નથી. બારદાન ભલે રંગબેરંગી ડીઝાઈનવાળું હોય પણ તેની કિંમત અંદર રહેલાં માલથી અંકાય છે. માલ વિનાના બારદાનની કઈ કિંમત નથી. તેમ આત્મા માલ છે ને શરીર બારદાન છે. શરીર રૂપી બારદાનની કિંમત આત્મારૂપી માલથી અંકાય છે. આત્મારૂપી માલને કિંમતી બનાવવા કે હલકે બનાવવો તે આપણું હાથની વાત છે. પણ આજને માનવી આત્માની કરામતને ભૂલીને શરીરની મરામતમાં પડી ગયે