________________
છે
.
૭૩૯
શાળા શિખર
દશમેં શ્રાવતા ગિરિકે સૂરને, કટિ સૂત્ર શ્રીકાર,
કડે કેયૂર કંઠકા ભૂષણ, દીની વસ્તુ ઉદાર છે-શ્રોતા તુમ. દેવ તેનું બળ, પરાક્રમ જોઈને ખુશ થય ને પ્રસન્ન થઈને પ્રધુમ્નકુમારને એક દિવ્ય હાર, અંગદ ને કેડે પહેરવાને દિવ્ય કંદરે વિગેરે ચીજો આપીને કહ્યું. હું આજથી તારો મિત્ર છું. તમને જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે. હું આવીને ઉભે રહીશ, આભૂષણે લઈને પ્રદ્યુમ્નકુમાર શિખર ઉપરથી નીચે ઉતર્યો. દેવતાઈ વાવડી અને અગ્નિકુંડમાં સ્નાન કરવાથી પ્રદ્યુમ્નકુમારનું રૂપ ઝળકે છે, ને બધાં દિવ્ય આભૂષણે પહેર્યા છે તેથી એ શેભે છે કે તેની પાસે દેના તેજ ઝાંખા પડી જાય. આ તે બધા ભાઈઓ પાસે પહોંચી ગયે, એને આનંદનો પાર નથી ને એનાં ભાઈઓને શેકને પાર નથી, એ વગર અગ્નિએ બળી રહ્યાં છે, છતાં હૈયામાં એવી હામ છે કે કઈ પણ રીતે પ્રદ્યુમ્નકુમારને મારી નાંખીશું. વજ મુખ તેનાં ભાઈઓને કહે છે હજુ આવા ભય ભરેલા બીજા છ સ્થાનો બાકી છે માટે ચિંતા ન કરે.
અગીયાર લાભ પુષ્પ ધનુષ્યને જયશંખ” – હવે પ્રધુમ્નકુમારને સાથે લઈને વિદ્યાધર પુત્રો આગળ વધ્યા, ત્યાં શુકરાકાર નામનો પર્વત આવ્યા. ત્યાં જઈ વમુખે કહ્યું કે જે મનુષ્ય આ પર્વત ઉપર જશે તે મોટા રાજા બનશે. એટલે પ્રધુમ્નકુમાર શુકરાકાર પર્વત ઉપર ચઢ.
શુકરાકાર પર્વત ઉપર જઈને તે પર્વતના રક્ષક શૂકરમુખ નામનાં દેવને હરાવ્યું એટલે દેવે તેના ઉપર પ્રસન્ન થઈને એક પુષ્પ ધનુષ્ય અને બીજો યે નામને શંખ આપે ને કહ્યું કે આ ધનુષ્ય તારી પાસે રાખજે. આ ધનુષ્ય હશે ત્યાં સુધી તારી સામે કેઈ ધનુષ્ય છેડી શકશે નહિ અને આ જ્યશંખ તું ફૂકીશ એટલે તારા દુશ્મને ભાગી જશે. પ્રદ્યુમ્ન ધનુષ્ય અને શંખ લઈને બહાર આવ્યું. ત્યાં એના ભાઈઓના મનમાં થયું કે આને તે મારી નાંખવા લાવ્યા છીએ ને એ તે જીવતે બહાર આવે છે. શું કરવું? પણ હિંમતથી કહે છે કે હજુ આનાથી વિષમ ગુફાઓ ને વનો બાકી છે, ત્યાં જરૂર મરી જશે. માટે આગળ ચાલે.
બારમાં લાભ ત્રણ વિદ્યાઓ, હાર અને કન્યા” :- ત્યાંથી તે વિધાધર પુત્રો ફરતાં ફરતાં એક કમળવાન પાસે પહોંચ્યા. ત્યાં જઈને વજ મુખે કહ્યું–જે આ કમળવનમાં જાય છે તે ખૂબ સિદ્ધિ પ્રાપ્ત કરીને આવે છે. એટલે શૂરવીર પ્રધુમ્નકુમાર કમળવનમાં ગયે. ત્યાં જઈને શું કર્યું?
કમળવનમાં ગયે ત્યાં તેણે એક વિદ્યાધરને મજબૂત બંધને બાંધેલ જે. દયાળુ પ્રધુને તેની પાસે જઈને પૂછયું–ભાઈ! તમને આવા જંગલમાં કેણે બાંધ્યા